SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ મક ઓપરેશનની પણ વ્યવસ્થા થતી, એ ઉપરાંત રાજ્યનાં મેટા ગામમાં દવાખાનાં ચલાવવામાં આવતા. મેટે ભાગે પ્રજાને મફત અથવા નજીવી ફીથી સારવાર આપવામાં આવતી. આ ખાતાના ઉપરી તરીકે ચીફ મેડિકલ ઑફિસર” નામને, અધિકારી રાખવામાં આવતું. સામાન્ય રીતે મુખ્ય મથકની હોસ્પિટલના મુખ્ય ડોકટરને આ હે આપવામાં આવતા લેકના આરોગ્ય માટે પણ કેટલીક જોગવાઈ કરવામાં આવતી. શીતળા. ટકાવવા માટે ખાસ અધિકારી રહે. પ્લેગ-રોગચાળાના સમયે રાજ્ય તકેદારીનાં પગલાં લેતું તથા એને અંકુશમાં લેવા પ્રયાસ કરતું. કેટલાંક મેટાં રાજ્યમાં પશુઓની સારવાર માટે પણ વ્યવસ્થા કરવામાં આવતી; જોકે પ્રજાની વસ્તીના પ્રમાણમાં ઔષધ-ખાતા પાછળ ઓછું ખર્ચ કરવામાં આવતું. કેટલાંક ગામોમાં ખાનગી વૈદ્યો પ્રજાની સારવાર કરતા. કેટલીક વાર મુખ્ય હોસ્પિટલના ડેકટરને વધુ અભ્યાસ માટે રાજ્યના ખર્ચે વિદેશ મોકલવામાં આવતા, તે કેટલીક વાર તબીબી વિદ્યાર્થીઓને એ માટે આર્થિક મદદ કરવામાં આવતી. આવક અને ખર્ચનાં સાધન દેશી રિયાસતની આવકનું મુખ્ય સાધન જમીન-મહેસૂલ હતું. જકાત કેટ-કી ઇજાર-ફી દંડ જપ્તી વગેરેમાંથી પણ રાજ્યને આવક થતી. એ ઉપરાંત નજરાણું લાયસન્સ ફી ટ્રામ-વે રેલવે મેળાઓ વગેરેમાંથી પણ રાજ્યને નેધપાત્ર રકમ મળતી. રાજ્ય તરફથી ઔદ્યોગિક સાહસમાં પૈસા રોકવામાં આવ્યા હેય. તે એની આવક પણ થતી. કેટલાંક રાજ્યોમાં કરવેરાનું પ્રમાણ વધારે હતું. આવાં રાજ્યમાં રાજકુટુંબમાં જન્મ કે લગ્નના પ્રસંગે પ્રજા પાસેથી વિશેષ કરી લેવામાં આવતું. રાજાને ત્યાં કુંવરને જન્મ થાય ત્યારે “કુંવરપછેડો' નામને કર. રાજાના કુંવરના લગ્નપ્રસંગે “વિવાહવધાવો' નામને કર, અને કુંવરીના લગ્ન પ્રસંગે કન્યાળી ' નામને કર લેવામાં આવત.૫૧ કેઈ રાજ્યમાં ઘરવેરો, થી ઉપરને એકટ્રેઈ વેરે, તથા લગ્ન અને છૂટાછેડા ઉપર પણ કર લેવામાં આવતું. આ ઉપરાંત હરિજનો મુસ્લિમો કણબી રબારી મેર વગેરે પાસેથી. જ્ઞાતિ પ્રમાણે કર લેવામાં આવે છે, જ્યારે બ્રાહ્મણે એમાંથી મુક્ત રહેતા.પર રાજ્યને જે આવક થતી તેમાંથી વહીવટીતંત્ર, પિલીસ, શિક્ષણ, ઔષધાલયે, આરોગ્ય, જાહેર હિતનાં કાર્યો, બાંધકામ તથા રાજકુટુંબની પાછળ મેટા ભાગને. ખર્ચ કરવામાં આવતા. ધાર્મિક તથા ધર્માદા સંસ્થાઓને પણ મદદ કરવામાં આવતી. મુખ્ય શહેરની સુધરાઈ પાછળ નોંધપાત્ર ખર્ચ કરવામાં આવતું. આવક કરતાં ખર્ચનું પ્રમાણ હંમેશાં ઓછું રહેતું રોગચાળો દુષ્કાળ કે કુદરતી આફતને
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy