________________
રાજ્યતંત્ર, ૧૮૭૩ માં બ્રિટિશ અધિકારીના પ્રમુખપદે એક “રાજસ્થાનિક કેટની સ્થાપના. કરી હતી, જેણે ઈ. સ. ૧૮૯૦ સુધી કામ કરીને તમામ સરહદી ઝઘડાઓને નિકાલ કર્યો હતે.૪૮
વકીલને વકીલાત કરવા માટે રાજ્ય તરફથી ફર્સ્ટ કલાસ અને સેકન્ડ કલાસ એમ બે પ્રકારની સનદ આપવામાં આવતી. આ ખાતું ઘણુંખરાં સંસ્થાનમાં કમાઈ કરનારું ખાતું” ગણતું, કારણ કે એ અદાલતનાં લવાજમો અને આપની પુષ્કળ કમાણી આપતું.૪૯ ૪. શિક્ષણ
કાઠિયાવાડમાં પહેલાં શિક્ષણ ખાતું અંગ્રેજ સરકારના હાથમાં હતું, પરંતુ પછી દેશી રાજ્યોના આગ્રહથી એ ખાતું એમને સોંપવામાં આવ્યું હતું. રાજકુમાર કેલેજમાં શિક્ષણ લઈને ગાદીએ આવેલા રાજાઓએ એમનાં રાજ્યોમાં શિક્ષણના પ્રચારને મહત્વ આપ્યું હતું. રાજ્યમાં ગુજરાતી તથા અંગ્રેજી શાળાઓ શરૂ કરીને એની સંખ્યા તથા વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાના પ્રયાસ કર્યા હતા. કન્યાઓ માટે અલગ કન્યાશાળાઓ પણ શરૂ થઈ હતી. કેટલીક ખાનગી “ધૂળિયા શાળાઓ” પણ પ્રચલિત હતી.૫૦
મોટા ભાગનાં રાજ્યમાં મફત અથવા નજીવી ફી લઈને શિક્ષણ આપવામાં આવતું. વડોદરા ભાવનગર જૂનાગઢ લીંબડી ગોંડળ વગેરે રાજ્યોએ આ બાબતમાં વિશેષ નામના પ્રાપ્ત કરી હતી, જે કે વસ્તીના પ્રમાણમાં દેશી રાજ્યમાં શિક્ષણને પ્રસાર ઘણો ઓછો હતો અને આવકની મર્યાદામાં રહીને જ શિક્ષણ પાછળ ખચ કરવામાં આવતા. શિક્ષણ ખાતાના વડા તરીકે એજ્યુકેશનલ ઇન્સ્પેકટર’ નામને અધિકારી રહે છે. ઘણી વાર હાઈસ્કૂલના હેડમાસ્તરને જ આ હેદ્દો આપવામાં આવતા. હાઈસ્કૂલમાં ક્રિકેટની રમતને પ્રોત્સાહન આપવામાં આવતું. કેટલાંક રાજ્ય તરફથી મૅટ્રિક સુધી અભ્યાસ પૂરો કરી અન્ય શહેર કે વિદેશમાં અભ્યાસ કરવા જનાર તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ કે આર્થિક મદદ આપવામાં આવતી. મેટા ભાગનાં રાજ્યમાં એક અથવા એનાથી વધારે વાચનાલય કે પુસ્તકાલય શરૂ કરવામાં આવતાં, ને રાજ્ય તરફથી એને ખર્ચ આપવામાં આવતું. ૫. ઔષધાલય અને આરોગ્ય
મેટા ભાગનાં રાજ્યમાં રાજ્યના ખર્ચે જરૂરિયાત પ્રમાણે ઔષધાલય, ચલાવવામાં આવતાં. રાજ્યના મુખ્ય મથકમાં હોસ્પિટલ સ્થાપવામાં આવતી અને એમાં “અંદરના” તથા “બહારના દર્દીઓના વિભાગ રાખવામાં આવતા. એમાં