SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન રિયાસતા ૧૧ ૪ થા ગાદીના વારસ થયા. એમણે કરકસર કરીને હેમચંદ વખતચંદ નામના વૈપારીનું રાજ્યનું દેવું ભરપાઈ કર્યું . ઈ. સ. ૧૮૬૦ માં નોંધણુજી ૪ થાનું અવસાન થતાં એમના પુત્ર પ્રતાપસિહજી પાલીતાણાના ઠેકાર બન્યા. પ્રતાપસિંહજીએ યુવરાજ–અવસ્થામાં સારું કામ કર્યું.” હતું, પરંતુ રાજા તરીકે એ પેાતાના વિચારને અમલમાં મૂકે તે પહેલાં ઈ. સ. ૧૮૬૦ માં જ એમનું મૃત્યુ થયું અને એમના પુત્ર સુરસિંહજી ૧૭ વર્ષની જુવાન વયે ગાદીના વારસ બન્યા. એમણે રાજ્યને સમૃદ્ધ બનાવવા ભગોરથ પ્રયાસ કર્યો. ઈ. સ. ૧૮૮૫ માં એમનું મૃત્યુ થતાં એમના મોટા પુત્ર માનસિ ંહજી પાલીતાણાના ઠાકાર બન્યા. એમણે રાજકોટની રાજકુમાર કૉલેજમાં શિક્ષણ લીધુ હતું.૭૧ ઈ. સ. ૧૯૦૫ માં ઠાકોર માનસિંહજીનું અવસાન થતાં એમના પુત્ર બહાદુરસ હજી ૫ વર્ષની ઉંમરે ગાદીએ આવ્યા. એમની સગીરાવસ્થા દરમ્યાન વહીવટી સમિતિની દેખરેખ નીચે રાજ્યના વહીવટ ચાલ્યે,૭૨ ૫. ખામી વંશની રિયાસત ૧. જુનાગઢ આ રાજ્યનું ક્ષેત્રફળ ૮,૬૪૩ ચા. કિ. મી. અને ૧૯૨૧ માં વસ્તી ૪,૬૫,૪૯૩ અને વાર્ષિક આવક રૂ. ૬૬,૩૪,૧૨૭ની હતી. એ બ્રિટિશ સરકારને ખંડણી પેટે રૂ. ૨૮,૩૯૪ અને ગાયકવાડને પેશકશ રૂપે રૂ. ૩૭,૨૧૦ આપતું હતું, જ્યારે એને સૌરાષ્ટ્રની ૧૩૭ રિયાસતા પાસેથી રૂ. ૯૨,૪૨૧ ‘જોરતલખી’ તરીકે મળતાં હતા. ઈ. સ. ૧૮૧૧ માં નવાબ બનેલા બહાદુરખાન ૨ જાએ ઈ. સ. ૧૮૪૦ સુધી રાજ્ય કર્યું. એમના સમયમાં જમાદાર ઉમરે કરેલા બળા કમ્પની સરકારની મદદથી શમાવવામાં આવ્યા હતા અને એના બદલામાં નવાબે ધાઘા ધોલેરા ધંધુકા અને રાણપુર તાલુકાઓમાં જોરતલબી ઉઘરાવવાના અધિકાર ઈ. સ. ૧૮૧૯ માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુપરત કર્યા હતા. આ નવાબના સમય દરમ્યાન રઘુનાથજી, સુંદરજી શિવજી અને ગાવિ જી ઝાલાએ દીવાન તરીકે કામ કર્યું... હતું. ઈ. સ. ૧૮૪૦ માં બહાદુરખાન ૨ જાના અવસાન પછી એમના પુત્ર હમીદખાન ૨ જ નવાબ બન્યા. એમના સમયમાં માંગાળના શેખે બળવો કરતાં ઈસ્ટ ઇન્ડિયા કમ્પનીના કુલ જૅકબે માંગરાળ કબજે કરીને એના શેખ પાસે ઈ. સ. ૧૮૪૨ માં ફરીથી જૂનાગઢની સત્તાને સ્વીકાર કરાવ્યા હતા. ઈ. સ. ૧૮૫૧ માં નવાબ હમીદ્દખાન ૨ જાનુ' ક્ષયરાગમાં મૃત્યુ થતાં એમના નાના ભાઈ મહાબતખાન ૨ જા રાજગાદીના વારસ અન્યા.૭૩ એમના અમલ દરમ્યાન
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy