SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાળ ૧૪૦ પૌત્ર (માટા પુત્ર ભાવસ'હજીના પુત્ર) અખેરાજજી ગાદીએ આવ્યા. ઈ. સ. ૧૮૫૪ માં અખેરાજજીનુ` અપુત્ર મરણુ થતાં એમના નાના ભાઈ જશવંતસિ ંહજી ગાદીએ આવ્યા. એમના સમયમાં ગૌરીશંકર ઉદ્દયશંકર ઓઝાએ ભાવનગર રાજ્યના દીવાન તરીકે સારુ કાર્ય કર્યું". ઈ. સ. ૧૮૬૯ માં જશવંતસિ ંહજીનુ અવસાન થતાં ઈ. સ. ૧૮૭૮ સુધી એમના પુત્ર તખ્તસિંહજીની સગીરાવસ્થા દરમ્યાન ગૌરીશ ંકર ઓઝા અને ઈ. એચ. પર્સિવલની સંયુક્ત દેખરેખ નીચે વહીવટ ચાલ્યા. એ પછી ઠાર તખ્તસિહજીની સગીરાવસ્થા પૂરી થતાં એમને સંપૂર્ણ વહીવટી સત્તાએ સાંપવામાં આવી. ઠાકાર તખ્તસિહજીના સમયમાં આધુનિક સગવડા દાખલ કરવામાં આવી. ઈ. સ. ૧૮૭૭ માં દુકાળ—રાહતના પગલા તરીકે વઢવાણુ-ભાવનગર રેલવેનું કામ હાથ ઉપર લઈ ઈ. સ. ૧૮૮૦ માં રેલવે ખુલ્લી મૂકવામાં આવી. ગૌરીશ ંકર ઓઝા રાજ્યની ૫૦ વર્ષની સેવા કર્યા પછી ઈ. સ. ૧૮૭૯ માં નિવૃત્ત થયા. એમના પછી શામળદાસ મહેતા ભાવનગર રાજ્યના દીવાન બન્યા. ઈ. સ. ૧૮૮૪ માં શામળદાસ કૅલેજની સ્થાપના કરવામાં આવી. ૧૮૯૩ માં તખ્તેશ્વર મહાદેવનું આરસનું મંદિર બંધાયું, ઇજનેર સીમ્સના માર્ગદન નીચે પીપાવાવ ઉર્ફે વિકટર બંદર બાંધવામાં આવ્યું, ઈ. સ. ૧૮૯૬ ની ૨૯ મી જન્યુઆરીએ ઠાકૅર તખ્તસિ ંહજીનું અવસાન થતાં એમના પુત્ર ભાવસિંહજી ૨ જા એમના ઉત્તરાધિકારી બન્યા. એમના સમયમાં ઈ.સ. ૧૮૯૬ ના પ્લેગમાં ૧૯૦૦ ના પ્લેગમાં અને દુકાળમાં લેકાને સારી રાહત આપવામાં આવી હતી. ઈ. સ. ૧૯૦૯ માં એમને મહારાજા' ના ઇલ્કાબ આપવામાં આવ્યા તથા પ્રથમ વિશ્વયુદ્ધમાં એમણે અંગ્રેજોને કરેલી મદદ બદલ એમની સલામી વધારીને ૧૫ તાપાની કરવામાં આવી હતી. ભાવનગર સૌરાષ્ટ્રનું એક અગ્રણી રાજ્ય બન્યું. ઈ. સ. ૧૯૧૯ ની ૧૭ મી જુલાઈએ ભાવસિંહજી ૨ જાનું અવસાન થતાં એમના પુત્ર કૃષ્ણકુમારસિંહજી એમના ઉત્તરાધિકારી બન્યા, ૭૦ ૨. પાલીતાણા ઈ. સ. ૧૮૨૦ માં પાલીતાણાના ઠાર ઉનડજીના મૃત્યુ પછી એમના પુત્ર કાંધાજી ૪ થા ગાદીએ આવ્યા. ભાવનગર રાજ્ય સામે બહારવટે નીકળનાર જોગીદાસ ખુમાણને એમણે મહ્દ કરી હતી. એમના સમયમાં ઈ. સ. ૧૮૩૬ માં મેનપુરના બહારવિટયા સાફૂલ સિયાએ એના સાગરીતો સાથે શત્રુંજય પર્યંત પરનાં જૈન મદિરા લૂંટતાં કાંધાજીએ એ સમયના કાઠિયાવાડના પેલિટિકલ એજન્ટ મિ. બ્લૈનને જાણુ કરતાં, પ્લૅને સાર્દૂલ ખસિયાને પકડીને એને ૧૦ વર્ષની સખત કેદની સજા કરી હતી. કાંધેાજી ૪થા નું ઈ. સ. ૧૮૪૦ માં અવસાન થતાં એમના પુત્ર નાંધણુજી
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy