SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન શ્યાસ ૧૩૭ સુધારા પણ કર્યા. ઈ. સ. ૧૮૬૯ માં એમનું અવસાન થતાં એમના મોટા પુત્ર માનસિંહજી એમના ઉત્તરાધિકારી બન્યા. રાજા માનસિંહે ઈ. સ. ૧૮૭૦માં ભારત આવેલા ડયૂક ઑફ એડિનબરની અને ઈ. સ. ૧૮૭૬ માં ભારત આવેલા પ્રિન્સ ઑફ વેલ્સની મુલાકાત લીધી હતી. પ્રિન્સ ઑફ વેલ્સ સાથેની મુલાકાતની સ્મૃતિમાં એમણે ધ્રાંગધ્રામાં હોસ્પિટલ બંધાવી હતી. ઈ. સ. ૧૮૭૭ માં અંગ્રેજોએ એમને કે. સી. એસ.ને ઇલકાબ આપીને એમની સલામી ૧૧ તેથી વધારીને ૧૫ તોપની કરી હતી. ઈ. સ. ૧૮૮૦માં યુવરાજ જશવંતસિંહનું એમની હયાતીમાં જ અવસાન થયું. ૧૮૯૮ માં ધ્રાંગધ્રાવઢવાણું રેલવે લાઈન ખુલ્લી મુકાઈ.૫૯ ઈ. સ. ૧૯૦૦ માં માનસિંહજીના મૃત્યુ પછી એમના પૌત્ર અજિતસિંહ રાજ સાહેબ બન્યા. એમના કડક અમલને લઈને ગુનાઓનું પ્રમાણ ઘણું ઘટી ગયું. એમણે મિયાણુઓને લશ્કરમાં દાખલ કર્યા ને લશ્કરને આધુનિક બનાવ્યું. ઈ. સ. ૧૯૧૧ માં શીતળાના રોગને લીધે એમનું મૃત્યુ થતાં એમના પુત્ર ઘનશ્યામસિંહજી ધ્રાંગધ્રાની ગાદીએ આવ્યા, જેમણે ઈ. સ. ૧૯૪૨ સુધી રાજ્ય કર્યું. ઝાલાવંશનાં અન્ય રાજ્યોમાં ધ્રાંગધ્રાના રાજાને પિતાના વડીલ અને મુરબ્બી ગણવામાં આવતા હતા. ૨૦ ૨. લીબડી ઈ. સ. ૧૭૮૬ માં હરિસિંહજી લીંબડીના ઠાકર બન્યા હતા. એમણે કાઠીઓ જત વગેરે સામે ટક્કર લઈને લીંબડી રાજ્યને વિસ્તાર કર્યો. વિકર કરાર” સમયે બરવાળા પરગણું લીબડી રાજ્ય નીચે હતું અને ત્યાં કારભારી તરીકે ઘેલાશા હતા. ઈ. સ. ૧૮૨૫ માં હરિસિંહનું અવસાન થતાં એમના પુત્ર ભેજરાજજી ૪ થા ગાદીએ આવ્યા. ઈ. સ. ૧૮૩૭ માં ભેજરાજજીનું અકાળ અવસાન થતાં એમના બાળપુત્ર હરભમજી ૨ જ ગાદીના વારસ બન્યા. ૧૮૫૬ માં ૧૮ વર્ષની જુવાન વયે હરભમજી ૨ જાનું અપુત્ર મૃત્યુ થતાં એમના નાના ભાઈ ફતેહસિંહજી ગાદીએ આવ્યા. ઈ. સ. ૧૮૬૨ માં ફતેહસિંહજીનું પણ યુવાવસ્થામાં અવસાન થતાં એમના પુત્ર જશવંતસિંહજી લીંબડીના ઠાકેર બન્યા. જશવંતસિંહજીની સગીરાવસ્થાને લીધે શરૂઆતમાં એમની માતા હરિબાઈએ, એ પછી કેપ્ટન જે. એ. લૈઈડે અને ત્યાર પછી થોડા સમય માટે પ્રસિદ્ધ સુધારક શ્રી કરસનદાસ મૂળજીએ લીંબડીના વહીવટકર્તા તરીકે કામગીરી બજાવી. જશવંતસિંહજીએ રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ લીધા પછી એના પ્રિન્સિપાલ મિ. બેંકનાટન સાથે ઇંગ્લેન્ડ અને યુરોપની મુસાફરી કરી. ઈ. સ. ૧૮૭૭માં એમને સ્વતંત્ર વહીવટની સત્તાઓ સેંપવામાં આવી. એમના સમયમાં લીંબડી
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy