SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ બ્રિટિશ કાક રાણી રૂપાળીબાના પુત્ર ભોજરાજજી ઉફે વિક્રમાતજી ૮ વર્ષની ઉંમરે ગાદીના વારસ બન્યા. ભોજરાજજીની સગીર વયને લીધે ઈ. સ. ૧૮૪૧ સુધી એમની માતાએ એમના વતી કારભાર ચલાવ્યો. રૂપાળીબાને રાજ્યવહીવટ લેકે માટે કલ્યાણકારી હતું. ઈ. સ. ૧૮૬૩ થી ૧૮૬૬ દરમ્યાન રાણુ વિકમાતજીએ સમગ્ર ભારતનાં ધાર્મિક સ્થળોની યાત્રા કરી. એમના મૂળ નામ ભેજરાજ' ઉપરથી એમણે ભેજેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું. રાણા વિકમાતજીના પુત્ર માધવસિંહનું લક્ષમણ ખવાસ નામને ખરાબ સોબતીને કારણે યુવાવસ્થામાં અકાળ અવસાન થયું. રાણું વિકમાતજીએ લક્ષમણનાં નાક-કાન કાપી નાખવાની સજા કરી, તેથી લમણે જેલમાં અત્મિહત્યા કરી. કાઠિયાવાડના લિટિકલ એજન્ટે આને ગંભીર બાબત ગણી વિકમાતજીને સજા કરવા ઈ. સ. ૧૮૬૯ માં પોરબંદર રાજ્યને પ્રથમ વર્ગમાંથી નીચે ઉતારી ત્રીજા વર્ગમાં મૂકયું, રાણાને પદભ્રષ્ટ કરી, બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન મૂકી રાજકોટ રહેવાની ફરજ પાડવામાં આવી.પપ ઈ. સ. ૧૯૦૦ માં વિકમાતજીનું અવસાન થતાં એમના પૌત્ર (માધવસિંહના પુત્ર) ભાવસિંહજીને ગાદી આપવામાં આવી. ભાવસિંહજીના સમયમાં ભાવનગરવાળાં રાણું રામબા માટે રાજમહેલ, ભોજેશ્વર બંગલે, જુમા આદમ લેન, સુદામા મંદિર, અશ્માવતી ઘાટ, અનાથાશ્રમ તેમજ ગામ બહાર વંડીઓ થઈ.૫૬ ભોજેશ્વર પ્લેટ, સેક્રેટરિયેટ, ત્રવડા જેલ, ઝવેરી બંગલે, સિમેન્ટનું કારખાનું, વાઘેશ્વર મંદિર, ભાવસિંહજી હોસ્પિટલ અને હાઈસ્કૂલ તથા ભાવેશ્વર મંદિર અને આસપાસના પ્લેટ થયા. ભાવસિંહજીનું ઈ. સ. ૧૯૦૮ માં મૃત્યુ થતાં એમને સગીર પુત્ર નટવરસિંહજી પોરબંદરના રાણું બન્યા. એમની સગીરાવસ્થા (ઈ. સ. ૧૯૨૦ સુધી) દરમ્યાન એકથી વધુ વહીવટદાર એક પછી એક નિમાયા હતા.૫૭ ૩ઝાલા વંશની રિયાસતે ૧. ધ્રાંગધ્રા ઈ. સ. ૧૮૦૪ માં અમરસિંહજી ધ્રાંગધ્રાની ગાદીએ આવી રાજસાહેબ બન્યા.પટ એમના સમયમાં જત મિયાણા સિંધીઓ અને કરછના કેળીઓને ઉપદ્રવ થયે હતું, પરંતુ અંગ્રેજોની મદદથી એને નિર્મિળ કરવામાં આવ્યો હતે. ઈ. સ. ૧૮૪૩ માં એમનું અવસાન થતાં એમના પુત્ર રણમલસિંહજી રાજગાદીના વારસદાર બન્યા. તેઓ સંસ્કૃત ફારસી ઉર્દૂ વ્રજ અને ગુજરાતી ભાષાઓના વિદ્વાન હતા તેમજ પિતે પણ કાવ્યરચનાઓ કરતા હતા. એમણે સીથામાં ચંદ્રસર અને ધ્રાંગધ્રામાં રણમલસર નામનાં તળાવ તથા સીથા અને ઉમરડાના કિલ્લા બંધાવ્યા; હળવદને મહેલ બંધાવ્ય તથા ધ્રાંગધ્રાને કિટલે સમરાવ્યાં કેટલાક આર્થિક
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy