________________
બ્રિટિશ કાલ
વડોદરામાં ગુપ્ત આજન
વડોદરાના ગાયકવાડ મહારાજા ખંડેરાવ બ્રિટિશ સરકાર તરફી હેવાથી એને ઉથલાવવાનાં કાવતરાં થતાં રહ્યાં. ગાયકવાડને પદભ્રષ્ટ કરવાનું અને વડોદરાના અંગ્રેજ અધિકારીઓની હત્યા કરવાનું એક છૂપું કાવતરું કેટલાક સિપાઈઓ મારક્ત કરવામાં આવ્યું. એને આગેવાન રામનારાયણ નામે સિપાઈ હતે. ખાનપુર ભાદરવા તથા પ્રતાપપુરના ઠાકરેએ આ કાવતરાને ટેકો આપે, પરંતુ એક બંડખેરે આ આજનની સરકારને જાણ કરી દેતાં આગેવાનોને પકડી લેવામાં આવ્યા. રામનારાયણ, ભાદરવા દરબાર અને બીજા છેડાએકને તેપને ગળે ઉડાવી દેવામાં આવ્યા.૫૧ તાત્યાનું આગમન અને વડોદરામાં હલચલ
તાત્યા ટોપેએ ૧લી ડિસેમ્બર, ૧૮૫૮ ના રોજ વડોદરાથી ૮૦ કિ.મી.ના અંતરે આવેલ છેટાઉદેપુર શહેર કબજે કર્યું. એ પછી તરત જ તાત્યા ટોપેએ ગુજરાતમાં વિપ્લવકારીઓને સાથ આપવાની અપીલ કરતે સંદેશે ગાયકવાડને મેક. ગાયકવાડે આની જાણ બ્રિટિશ અધિકારીઓને કરતાં તેઓએ વડેદરાછોટાઉદેપુર માર્ગ પર તાત્કાલિક લશ્કરી ટુકડીઓ ગોઠવી દીધી. દરમ્યાનમાં તાત્યાને છોટાઉદેપુર પાસેની લડાઈમાં માર્કને હાથે પરાજય થતાં એને પ્રથમ પંચમહાલ અને બાદમાં રજપૂતાના પ્રતિ નાસી જવું પડ્યું. પરિણામે વડોદરામાં વિપ્લવની હલચલ બંધ થઈ ગઈ.૫૨ ગુજરાતમાં નિઃશસીકરણ
૧૮૫૭ના વર્ષ દરમ્યાન ઉત્તર ભારતના જુદા જુદા વિસ્તારોમાં વિપ્લવ ઝડપથી ફેલાયો. ગુજરાત અને મહારાષ્ટ્રમાં બંડ ફેલાતાં અટકાવવા સરકારે મુંબઈ ઇલાકાના અન્ય પ્રદેશ સાથે ગુજરાતમાં પણ નિઃશસ્ત્રીકરણને અમલ કરવાનું વિચાર્યું.
ગુજરાતના મુખ્ય અધિકારીઓના પ્રતિકૂળ અભિપ્રાયો છતાંય મુંબઈ સરકારે ગુજરાતમાં પણ નિઃશસ્ત્રીકરણને અમલ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ એણે આમાં ગાયકવાડ કચ્છ તથા કાઠિયાવાડના વિસ્તાર સહિત ગુજરાતના અન્ય પ્રદેશોના રાજાઓ અને ઠારના પ્રદેશોને પણ સમાવી લેવાનું ઠરાવ્યું. શેકસ પિયરને ગુજરાતના પોલિટિકલ કમિશનરને હેદ્દો આપીને એને આ બાબતની
સર્વ સત્તા આપી.પ ( ૧ ફેબ્રુઆરી, ૧૮૫૮ માં ગુજરાતમાં નિઃશસ્ત્રીકરણના અમલને પ્રારંભ થયે. માર્ચ, ૧૮૫૮ સુધીમાં વડોદરા અને એની આસપાસના ગાયકવાડને પ્રદેશ, ધરમ