SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં ૧૮૫૭ના સગ્રામ રેવાકાંઠા અને દક્ષિણ ગુજરાતના બનાવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના બનાવાની તુલનામાં દક્ષિણ ગુજરાતમાં વિપ્લવના બનાવ જૂજ હતા. રેવાકાંઠાનાં ગામેા નાંદોદ-રાજપીપળામાં વિપ્લવની વિશેષ અસર થઈ હતી. ભરૂચના કામી બંડને વિપ્લવ સાથે સાંકળી લેવામાં આવતાં ભરૂચ તથા એની આસપાસના વિસ્તારમાં વિગ્રહ ફેલાયે. વાગરા આમેદ જ બુસર વગેરે સ્થળાએ ૧૨થી ૧૫ જૂન, ૧૮૫૭ની વચ્ચે આશરે ૩૦૦૦થી ૪૦૦૦ જેટલા સશસ્ત્ર મુસ્લિમા કાળી તથા ભીલ એકત્ર થયા. એમને ઇરાદે ભરૂચ કબજે કરવાના હતા. ભરૂચના મૅજિસ્ટ્રેટ ડેવિસને આની જાણ થતાં એણે તું જ વડાદરા ભરૂચ ખેડા વગેરેની સરકારી લશ્કરી ટુકડીએને તાકીદ કરી. એ ટુકડી. એએ તાકીદનાં પગલાં લેતાં બંડખારાને વીખરાઈ જવાની ફરજ પડી.૪૭ ભરૂચના રમખાણના પ્રત્યાઘાતરૂપે નાંદોદમાં ઑગસ્ટ, ૧૮૫૭ માં સૈયદ મુરાદઅલીના નેતૃત્વ નીચે ખંડ થયું. રાજપીપળાના રાજાએ રેવાકાંઠના પોલિટિકલ એજન્ટ બકલે તેમ જ ભરૂચના મૅજિસ્ટ્રેટ રાજર્સને રાજપીપળા તથા નાંદોદને બચાવવા તાત્કાલિક મદદ મેાકલવા અપીલ કરી. બકલે દાહેાદને બળવે સમાવવામાં રાકાયેલ હેવાથી રાગ પેતે થેાડા તાપદળ પાયદળ તથા અશ્વદળ સાથે તુરત નાંદોદ પહેાંચ્યા; બળવાખારા પરાજિત થતાં નાસી ગયા. આ પછી રાજપીપળામાં સીબન્દીઓએ બંડ પાકારતાં બકલેએ એને સખત હાથે દાબી દીધો.૪૮ સૂચનુ` મંડ ગુજરાતનાં નાનાંમેટાં રાજ્યોએ આ સમય દરમ્યાન ગુજરાતમાં ‘વિલાયતી’ (વિદેશી) તરીકે જાણીતા થયેલા આરબ કાબુલી સિંધી અને મકરાણીઓને પેતાના લશ્કરમાં સિપાઈએ તરીકે રાખ્યા હતા. રેવાકાંઠામાં પાવેલા નાનકડા રાજ્ય સ્થ(સંત)ના મહારાણા ભાવસિંહજી, જે બ્રિટિશ તરફી હતા, તેમના લશ્કરમાંના વિલાયતી સિપાઈઓએ પેાતાના ચડેલ પગાર વસૂલ કરવાના બહાને જમાદાર મુસ્તફાખાનના નેતૃત્વ તળે જુલાઈના અંતમાં બંડ પોકાર્યું. રાજાએ પેાતાનાં થાડાં ઘરેણાં બૅન્કરને ત્યાં ગીરે મૂકીને મુસ્તફાને થાડી રકમ ચૂકવી તાપણું એનેા ઘેરાવે! ચાલુ રાખતાં રાજાએ કૅપ્ટન બકલેને પેાતાને તુરત જ લશ્કરી સહાય મોકલવા વિન ંતી કરી. ખકલેની સૂચનાથી લશ્કરી અધિકારી આલ્બન લશ્કરી ટુકડી સાથે ૧૭૫૭ ના ઑગસ્ટના ખીન્ન સપ્તાહમાં સૂથ પહેાંચ્યો. સુસ્તફાખાને સશસ્ત્ર સામના કર્યાં, પરંતુ આલ્બનની ગાળીથી એ માર્ક ગયે. એના અમુક માણસાને મારી નાખવામાં આવ્યા, જ્યારે બાકીના નાસી છૂટવા,૪૯ છતાંયે એમનાં ખડા છેક ૧૯૫૮ ના અંત સુધી ચાલુ રહ્યાં. Ge
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy