SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨] મુઘલ કાલ 'સતલજ કાંઠે ઔરંગઝેબને મુકામ એ વખતે હતો. બેમાંના એક ફરમાનમાં તો શાંતિદાસ ઝવેરીને શાહી છાવણી છોડી અમદાવાદ એમના વતનમાં જવા પરવાનગી અપાઈ હતી અને એમાં ગુજરાત જેવા મહત્વના પ્રાંતની પ્રજાની સુખાકારી અંગે ઔરંગઝેબે પિતાની લાગણી વ્યક્ત કરી હતી. બીજું ફરમાન ગુજરાતના દીવાન રહમતખાન પર લખાયું હતું, જેમાં મુરાદબક્ષને આપવામાં આવેલી લેનના બદલામાં શાહી તિજોરીમાંથી એક લાખ રૂપિયા શાંતિદાસને ચૂકવવા આદેશ અપાયે હતે. - ઔરંગઝેબની બીજી વારની વિધિસરની તાજપોશી થઈ (જૂન, ૧૬૫૯) તે પહેલાં કેટલાક દિવસ અગાઉ ઔરંગઝેબે કેટલાંક ફરમાન બહાર પાડ્યાં હતાં, જેમાં એ પિતાના નવા શાસનની શરૂઆત કેવી રીતે કરવા માગે છે એ જોવા મળે છે. મુઘલ બાદશાહતને બધા પ્રાંતો પર એ ફરમાન મોકલાયાં હતાં. એવું એક ફરમાન ગુજરાતના દીવાન રહમતખાન પર મોકલાયું હતું તેમાં ભાગ જેવા કેફી પદાર્થો અને ચીજોનું ઉત્પાદન થાય તેવા તમામ જાતના છોડનું વાવેતર બંધ કરી અન્ય ખેતીવિષયક ચીજોની ખેતી કરવાનો આદેશ આપ્યા હતો. મુઘલ બાદશાહની (શાહી) જમીનમાં આવેલાં પરગણાંના અધિકારીઓને (કડીઓને) અને જાગીરદારેને પણ એ ફરમાનની જાણ કરી ચેતવણી આપવાની હતી કે ફરમાનને ભંગ કરનાર સજાને પાત્ર થશે.૨૮ ગુજરાતના સૂબેદાર મહારાજા જશવંતસિંહને દખ્ખણમાં જઈ શિવાજી સામે કામગીરી કરી રહેલા શાઈસ્તખાનને મદદે જવા અને સેરઠના ફોજદાર કુબુદ્દીનને નવો સૂબેદાર મોકલાતાં સુધી ગુજરાતની સૂબેદારીને કામચલાઉ હવાલે સંભાળવાના આદેશ અપાયા. કુબુદ્દીનની ટૂંકી સૂબેદારી દરમ્યાન કેટલાક મહત્વના બનાવ બન્યા, જેમાં નવાનગરને આંતરિક ઈતિહાસ મોખરે રહ્યો. નવાગરનો જામ મુઘલ બાદશાહનો ખડિયો રાજા હતો, એ ગુજરાતના સૂબેદારને વશવત હતો. ૧૬૬૦માં જામ રણમલજીનું અવસાન થતાં ગાદીવારસાના પ્રશ્નને લીધે જે સમસ્યાઓ સર્જાઈ તેના પરિણામે લગભગ અડધી સદી સુધી નવાનગર મુસ્લિમ વહીવટ નીચે રહ્યું. રણમલજીના અવસાન પછી એના નાના ભાઈ રાયસિંહ ચતુરાઈપૂર્વક રાજગાદી હાથ કરી, તેથી રણમલજીની રાણીએ જામના (કહેવાતા) પુત્ર સતાજીને ગાદીવારસ તરીકેને હકક આગળ કરી ગુજરાતના સૂબેદાર કુબુદ્દીનને ફરિયાદઅરજી કરી, જેણે નિકાલ માટે બાદશાહ પાસે રજૂઆત કરી. ઔરંગઝેબે રાયસિંહને ગાદીએથી ઉઠાડી મૂકવા અને એના નાના ભત્રીજા સતાજીને ગાદીએ બેસાડવા
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy