SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ જુ] અકબરથી ઔરંગઝેબ ઉત્સાહિત બનીને એ દખણમાં જવાને બદલે અજમેર તરફ જવા નીકળે (ફેબ્રુઆરી ૧૪, ૧૬૫૯). એની સાથે શાહનવાઝખાન અને દીવાન રહમતખાન ઉપરાંત ૨૨ હજારનું અશ્વદળ તથા શક્તિશાળી તોપખાનું હતાં. મુરાદબક્ષની પત્ની તથા કુટુંબીજને, જેને અમદાવાદમાં રાખવામાં આવ્યાં હતાં, તેમને પણ સાથે લેવામાં આવ્યાં. દારા પિતાના વતી ગુજરાતના સૂબેદાર તરીકે રસૈયદ જલાલના ભાઈ સૈયદ અહમદ બુખારીને નીમ્યો. ૨૭ અજમેરની દક્ષિણે દેવરાઈના ઘાટમાં થયેલી ભીષણ લડાઈમાં દરાની હાર થઈ, જેમાં શાહનવાઝખાન સહિત ઘણું ઉમરાવ માર્યા ગયા. દારા રણમેદાનમાંથી નાસી જઈ ગુજરાતમાં આવી પહોંચ્યો (માર્ચ ૧૯, ૧૬૫૯). અમદાવાદ તરફ જઈ રહેલા ભગ્નાશ દારાને પીછો ઉત્તર ગુજરાતના કેળીએ. દિવસરાત કરતા રહ્યા અને લૂંટફાટ કરી એના માણસોની હત્યા કરતા રહ્યા. દારાના પરાજયના સમાચાર અમદાવાદ પહોંચતાં રંગઝેબ તરફી સરદારખાન અને એના ટેકેદારોએ દારા તરફથી અમદાવાદમાં વહીવટ માટે મૂકેલા સૌયદ અહમદ બુખારીને કેદ કરી લીધો અને અમદાવાદ તરફ આવતા દારા સામે શહેરનું રક્ષણ કરવા વ્યવસ્થા ગોઠવી. દારાએ અને એની છાવણીના સર્વેએ એ સમાચાર ઘણા સંતાપ અને દુઃખથી સાંભળ્યા અને અમદાવાદથી દૂર જતા રહી કચ્છના રાજાના આશ્રયે જવાનું નક્કી કર્યું. એ પાટડી અને હળવદ થઈ કરછમાં પ્રવેશ્યો. કચ્છના મહારાવે બાદશાહ ઔરંગઝેબની તાકાતથી ડરી જઈ, મુઘલ સૈન્યને એના પ્રદેશમાંથી પસાર થવા દીધાં, એટલું જ નહિ, ઔરંગઝેબે દારાને પીછો કરવા મોકલેલા જયસિંહ અને બહાદૂરખાનની મહેમાનગીરી પણ કરી. જયસિંહ અને બહાદુરખાન દારાને પીછો કરી છેવટે એને બેલનઘાટ પાસે બલૂચ પ્રદેશમાંથી કેદ કરી દિધી લઈ આવ્યા, જ્યાં એને કૂરતા ભરી રીતે મારી નખાશે. હવે ઔરંગઝેબે ગુજરાતની સૂબેદારી જોધપુરના મહારાજા જશવંતસિંહને ઍપી. રહમતખાનને પ્રાંતના દીવાન તરીકે અને કુબુદીનખાન પેશગીને સોરઠ (સૌરાષ્ટ્ર) પ્રદેશના ફેજદાર તરીકે નીમવામાં આવ્યા. બીજે વર્ષ સરદારખાનને ભરૂચનો ફોજદાર નીમવામાં આવ્યો. મહારાજા જશવંતસિંહ (ઈ.સ. ૧૬૫૯-૬૨). ઈ.સ. ૧૬૫૮ માં શાહજાદો મુરાદબક્ષ, જે ગુજરાતને સુબેદાર હતા, તેના પતન પછી શાંતિદાસ ઝવેરીએ મથુરાથી ઉત્તરમાં કૂચ કરતા ઔરંગઝેબના એ દરબારમાં હાજર થઈ એની કૃપા મેળવી અને એની પાસેથી બે કરમાન મેળવ્યાં હતાં (ઓગસ્ટ ૧૦, ૧૬૫૮). દારા શુકાહની શોધમાં લાહેર જતાં માર્ગમાં
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy