SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ જુ]. અકબરથી રંગઝેબ [૬૫ બોલાવી ભગાવ્યા.થોડા દિવસ પછી સૈયદ રાજુ અને મૌલવીઓ વચ્ચે ધમવિવાદ થયે, જેમાં સ્વાભાવિક રીતે મૌલવીઓને સંતોષ થયે નહિ. એમણે સૈયદની શહેરમાંથી હકાલપટી કરવાનો “ફતવો ” બહાર પાડવો, એટલું જ નહિ, પણું ઔરંગઝેબ પાસેથી સૈયદનો વધ કરવાની પરવાનગી મેળવી. આ અરસામાં કેટવાલના હુમથી સૌયદ રાજુએ શહેર છોડીને શાહીબાગની બાજુમાં આવેલા રૂસ્તમબાગમાં મુકામ કર્યો. અમદાવાદના મૌલવીઓની ચડવણીથી કોટવાલે રુસ્તમબાગમાં આવી સૈયદ રાજ અને એમના અનુયાયીઓ સાથે ધીંગાણું કર્યું, જેમાં સૈયદ રાજુ એમના ૨૨ અનુયાયીઓ સાથે માર્યા ગયા, એમનાં શબને ત્યાં જ દફનાવવામાં આવ્યાં. ૨૪ આઝમખાનના સમયમાં ગળી બનાવવામાં ભેળસેળની જેવી ફરિયાદ થવા પામી હતી તેવી ફરિયાદ ઔરંગઝેબના સમયમાં પણ થવા લાગી હતી, આથી ઔરંગઝેબે ગળીની શુદ્ધતા જાળવવા કડક હુકમ બહાર પાડ્યો હતો. ઔરંગઝેબે પિતાની સૂબેદારીના ટૂંકા ગાળા દરમ્યાન સૂબામાં કોળી ધાડપાડુઓનો ત્રાસ દૂર કરવા પિતાના ખર્ચે લશ્કરી ટુકડીઓ રચી. સૂબાની આવક કરતાં ખર્ચ વધુ થતું હોવાથી કરકસરના પગલા તરીકે ઔરંગઝેબે એમ કર્યું હતું. એની એ કામગીરીથી પ્રસન્ન થઈ શાહજહાંએ એની મનસબદારીને દરજ્જો એક હજાર ઘોડેસવાર જેટલો વધારી એનું બહુમાન કર્યું. મધ્ય એશિયામાં બખ અને બદક્ષન જીતી લેવાની કામગીરી કરવા લશ્કરની આગેવાની લેવા માટે શાહજહાંએ ઔરંગઝેબને પરત બોલાવ્યો અને ગુજરાતની સૂબેદારી અમીર શાસ્તખાનને સેપી (સપ્ટેમ્બર, ૧૬૪૬). ઔરંગઝેબની વિદાયથી અમદાવાદ ખાતેના અંગ્રેજ વેપારીઓ આનંદ પામ્યા હતા. શાસ્તખાન (ઈ.સ. ૧૯૪૬-૪૮ ) શાસ્તખાનનો અમલ કેટલીક બાબતોમાં નેધપાત્ર બને. આઝમખાને જેમના ઉપદ્રવને ક્રૂરતાથી ડામી દીધો હતો તે કોળીઓએ ફરી પાછી પિતાની ત્રાસજનક પ્રવૃત્તિઓ શરૂ કરી. ગુજરાતનાં બંદરો તરફ જતે ધોરી માર્ગ ઈડરના સરહદી ડુંગરાળ પ્રદેશમાં થઈને જતો, ત્યાં લુંટારાઓને ભય વધી ગયે. શાઈતખાને માથાભારે લૂંટારાઓને શિક્ષા કરવા કડક હાથે કામ લીધું. અમદાવાદ ખાતેની અંગ્રેજ કાઠીના અધ્યક્ષે સુરત લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ચેર અને ઠગારાઓને આશ્રય આપ્યાના બહાના ના સૂબેદારે ગરીબ અને રાંક પ્રજાવાળાં ગામડાં ખાલી કરાવવા જે જોરજુલમ કર્યા તેવા અગાઉ કદી સાંભળવામાં આવ્યા ન હતા. શાઈસ્તખાને અમદાવાદના વેપારીઓ અને કારીગરો પ્રત્યે જુલમી - ઈ-૬-૫
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy