SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] મુઘલ કાલ પ્રિહતે. એ સ્થિતિમાં સંત શાહઆલમના વંશજ સૈયદ જલાલ બુખારીએ શાહજહાં સમક્ષ સાચી પરિસ્થિતિની રજૂઆત કરતાં શાહજહાંએ આઝમખાનને પાછો બેલાવી લીધે. ઇસાવરખાન (ઈ.સ. ૧૬૪૨-૧૬૪૫) શાહજહાંએ આઝમખાનની જગ્યાએ જૂનાગઢના કપ્રિય ફોજદાર અને પ્રજાકલ્યાણનાં કાર્ય કરનાર મીરઝા ઇસાતુર્ખાનની નિમણૂક કરી. પિતાના હુકમનું સત્વર પાલન થાય એ માટે શાહજહાંએ જાતે હુકમ લખીને (એપ્રિલ ૨, ૧૬૪૨) મકલા, જેમાં મીરઝા સાતુરખાન જેવો અમદાવાદ આવે કે તરત જ એને સૂબાના વહીવટને હવાલો સંપીને દિલ્હી દરબારમાં હાજર થવા આઝમખાનને ફરમાવવામાં આવ્યું હતું. એ ફરમાન સેરઠને ફેજદાર મીરઝા ઈસાતુર્ખાન પિતાની સાથે લઈને પિતાના લશ્કર સહિત અમદાવાદ આવી પહોંચ્યો. આઝમખાને એને સૂબાને વહીવટ સોંપી દીધો. મીરઝા ઈસાતુર્ખાને પિતાની સૂબેદારી દરમ્યાન જે સારાં પગલાં લીધાં તેમાં મહેસૂલમાં “ભાગબટાઈ પદ્ધતિ એટલે કે ચીજવસ્તુમાં મહેસૂલ નક્કી કરવાની પદ્ધતિ દાખલ કરવામાં આવી તેનો સમાવેશ થતો હતો. શાહજાદો ઔરંગઝેબ (ઈ.સ. ૧૬૪૫-૪૬) શાહજહાંએ ૧૬૪૫માં મીરઝા સાતુરખાનની જગ્યાએ શાહજાદા ઔરંગઝબને ગુજરાતના સૂબેદાર તરીકે મોકલ્યા ત્યારે ઔરંગઝેબની વય ર૭ વર્ષની હતી. એના અમલના ટૂંકા ગાળા દરમ્યાન અમદાવાદમાં ધાર્મિક ઝઘડાના જે બે બનાવ બન્યા તેમાં એની પરધર્મ પ્રત્યેની અસહિષ્ણુતા જોવા મળે છે. “મિરાતે અહમદી'ના લેખકના કહેવા મુજબ અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલા ચિંતામણિમંદિરને કુવ્વત-ઉ-ઇસ્લામ” નામની મસ્જિદમાં ફેરવી નાખવા ઔરંગઝેબે હુકમ કર્યો હતો અને એનો અમલ કરવામાં આવ્યો હતો. એ મંદિર જૈન શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરીએ ૧૬૨૫ માં બંધાવ્યું હતું. ઔરંગઝેબના બીજા એક ધાર્મિક કૃત્યમાં બંને પક્ષ મુસ્લિમોના જ હતા એ ઉલ્લેખનીય છે. એક પક્ષ અમદાવાદને ધર્મચુસ્ત મુલ્લાંઓને અને બીજો પાલનપુરના મહેદવી પંથનો હતો. મહેદવી પંથના સ્થાપક સૈયદ મુહમ્મદ જૈનપુરી સુલતાન મહમૂદ બેગડાના સમયમાં ગુજરાતમાં આવ્યા હતા અને તેઓને ઘણું મુરલમાએ ઈમામ મહેદી તરીકે સ્વીકાર્યા હતા. એમના અનયાયીઓ ઉત્તર ગુજરાતમાં વસેલા હતા. એક વાર ઔરંગઝેબના કેટલાક હજૂરિયાઓ અને મહેદવી પંથના કેટલાક વેપારીઓ વચ્ચે ઝઘડો થયો. આ તકને લાભ લઈ મહેદવી પંથના વડા સૈયદ રાજુને પાલનપુરથી અમદાવાદ
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy