SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦) મુઘલ કાલા ) પોલીસવડા કોટવાલનાં કાર્યોની તથા સુરતના બંદરી જકાતગૃહની કામગીરીની પણ ચર્ચા કરવામાં આવી છે. ડો. ફાયર ૧૬૭૪ માં સુરત આવ્યો ત્યારે મરાઠા સુરત પર ફરી વાર ચડાઈ કરવાના છે એવી જોરદાર અફવાઓ સંભળાતી હતી, તેથી રક્ષણ દીવાલનું ઝડપી બાંધકામ કરવા માટે ૭૦૦ માણસોને કામે લગાડવામાં આવ્યા હતા. દીવાલના દરેક દરવાજા પર છ તપ અને એના સંચાલન માટે છ યુરોપીય તેપચી રાખવામાં આવ્યા હતા. ડે. ફાયર જણાવે છે કે શિવાજીના ફરીથી આવવાની બીકે તથા શહેરના હાકેમનું વલણ લૂંટનારાઓને સામને કરવા કરતાં એમને વળતરની રકમ આપીને પાછા કાઢવાનું હતું તેથી ઘણું વેપારીઓ સુરત છેડી જતા રહ્યા હતા. સુરતના દુર્ગની રક્ષણવ્યવસ્થા અને એના સુબેદારને વૈભવ કેવો હતો એનું વર્ણન આપવામાં આવ્યું છે. સુરત શહેરની મુસ્લિમ પ્રજાની રીતભાત, એના સામાજિક વ્યવહાર અને ઈદના તહેવારની ઉજવણી વિશે છે. ફાયરે રસપ્રદ માહિતી આપી છે. એ જણાવે છે કે ઔરંગઝેબ તે તાજિયા-સરઘસને ઈસ્લામ ધર્મની વિકૃતિ સમજતો હતો તેથી એણે એ તહેવારની ઉજવણી કરવા સામે પ્રતિબંધ મૂક્યો હતો. હિંદુ પ્રજા પર જજિયાવેરા નાંખે તેવાને ઉલ્લેખ કરી ડે. ફાયર જણાવે છે કે બ્રાહ્મણોને માથા દીઠ સેનાને એક સિક્કો આપવો પડતો હતો. ૨૭ . ફાયર સુરતથી બે માઈલ દૂર તાપી નદીના કાંઠે આવેલા ફૂલપરા નામના પરા વિશે વિગત આપે છે. ત્યાં વણિકાનાં શબાન અગ્નિસંસ્કાર કરવામાં આવતો. ધાર્મિક ઉત્સવો પણ ત્યાં ઊજવવામાં આવતા. સુરતથી ફૂલપરા સુધીને આખો માર્ગ બંને બાજુએ ઘટાદાર વૃક્ષોથી છવાયેલો રહેતો. પૂજાપાઠ કે મોજભજા કરવા જનાર લોકોની એ માર્ગ પર સતત અવરજવર રહેતી.૨૮ સુરતનું ગોપીતળાવ આ સમયમાં સુકાઈ ગયું હતું. એની પાળ પાસે કબરો બંધાઈ ગઈ હતી. તળાવનો દેખાવ સરકસનાં મેદાનો કે વ્યાયામશાળા જેવો લાગત હતો. ડે. ફ્રાયર જણાવે છે કે સુરતમાં વેપારી કોમ પ્રત્યે મુઘલ અધિકારીઓ ઉપેક્ષાવૃત્તિથી જતા હતા. જ્યારે અંગ્રેજ કંપની અને એના નોકર પ્રત્યે તેઓ માનપૂર્વક જોતા હતા. એના કારણમાં એ જણાવે છે કે અંગ્રેજો વખતોવખત મુઘલ સમ્રાટો પાસેથી ફરમાનો મેળવતા હતા અને અંશતઃ અંગ્રેજોની દરિયાઈ તાકાતને લીધે સ્થાનિક સત્તાવાળાઓ આવું વલણ રાખતા હતા. ડે. ફ્રાયરની મૂળ નિમણૂક મુંબઈની અંગ્રેજ વસાહતમાં કરવામાં આવી હતી (ડિસેમ્બર ૧૬૭૩). ત્યાંથી એની બદલી સુરત, મુંબઈ, ફરી સુરત, ઈરાન અને વળી પાછી સુરત એમ
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy