SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્ટ] યુપીય પ્રવાસીઓએ કરેલી છે [૫૦૦ કાંઠે આવેલા ડબકા (વડોદરા જિલ્લો, પાદરા તાલુકા) ગામમાં આવે. ડબકાના લોકેને એણે લુંટારા અને માનવભક્ષી તરીકે ઓળખાવ્યા છે.૨૩ ડબકાથી એ પેટલાદ સેજિત્રા માતર અને અમદાવાદથી પાંચેક માઈલ દૂર આવેલ જિતબાગ-જેતલપુર આવ્યો. અમદાવાદમાં આવી એ વલંદાઓની કોઠીમાં એક પખવાડિયું રહ્યો. એણે મેન્ડેટસ્ફોની જેમ મેદાનશાહ બજાર, ભદ્રનો કિલ્લો વગેરેનું વર્ણન કર્યું છે. અમદાવાદથી એ ખંભાત ગયો. એણે ખંભાતની શેરીઓ, બજારો, પરા વિસ્તારમાં આવેલા બાગ વગેરેનું વર્ણન કર્યું છે. ખંભાતથી દરિયે લગભગ દોઢેક માઈલ દૂર હોવાથી ત્યાંના અખાતમાં ભરતી એટલા બધા વેગપૂર્વક આવતી કે પૂરઝડપે આવતો ઘોડેસવાર પણ ભરતીનાં શરૂઆતનાં મોજાં સાથે ગતિ જાળવી શકતો નહિ. ૨૪ વૅનો ખંભાતથી જમીન માર્ગે સુરત ગયે. ગોવાળકાંડા અને મછલીપટ્ટમ જઈ ત્યાંથી પાછો સુરત આવ્યા અને ૧૬૭ના ફેબ્રુઆરીમાં સુરતથી સુરેપ જવા પ્રયાણ કર્યું. ૧૬૭૪ અને ૧૬૮૧ વચ્ચેના સમયમાં સુરતની અંગ્રેજોની વેપારી કોઠીમાં તબીબી સર્જન તરીકે કામગીરી કરી ચૂકેલા ડે. જહોન ફાયરે સુરત શહેર, એના મુખ્ય વહીવટકર્તાઓ, પ્રજાના જુદા જુદા વર્ગો, અંગ્રેજ કઠીનું સંચાલન અને એના તંત્રવાહકો તેમજ નગરજીવનનાં ઘણાં પાસાઓ પર વિગતવાર હેવાલ આપ્યો છે. ૨૫ ડે. ફાયરે જણાવ્યું છે કે સુરતમાં વલંદા અને ફિરંગીઓની વેપારી કેડીએ. હતી, છતાં અંગ્રેજોની કંપનીને વેપાર સૌથી મોટો હતો. અંગ્રેજોને બંદરોની વિશેષ સગવડ મળતી હતી. સ્થાનિક લોકોને એમનાથી ફાયદો થતો હતો અને સરકારને પણ તેઓ વધુ જકાત ભરતા હતા. એની વેપારી કંપની વિશે ડે. ક્રાયર કહે છે કે એમની કઠી નાણું કરતાં માણસેથી વધુ ભરચક રહેતી. ત્યાં કે આનંદપ્રમોદમાં રહેતા, નાણું ઉધાર લેતા અને મોટે ભપકે દેખાડતા. ફ્રેંચ કેપુચીન પાદરીઓ મઠ ચલાવતા, તેથી એમના પ્રત્યે ભારે આદરભાવ રાખવામાં આવતો. સુરતમાં ફરતા રહેતા મુસ્લિમ ફકીર કેવા વિશેષાધિકાર ભોગવતા અને ધર્મના બહાના નીચે સામાન્ય પ્રજા અને શ્રીમંત મૂર લોકો પાસેથી ત્રાણું કરીને કેવી રીતે પૈસા પડાવતા એના પ્રસંગ છે. ફાયરે ટાંકળ્યા છે. દેશના આ ભાગમાં ઠગી પ્રથા પ્રવર્તતી હવાને નિર્દેશ કરવામાં આવ્યો છે. કેટલાક વણિક નાણું આપતા હોવા છતાં બાદશાહના હુકમથી એમની હત્યા કેવી રીતે કરવામાં આવતી હતી એનું વર્ણન કરવામાં આવ્યું છે. સુરતના કાઝી, મુલ્લાં અને
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy