________________
સાધન-સામગ્રી
[ ૨૧ સલતનત કાલની મુઘલ કાલના પ્રતિમાલેખો પરથી અનેક જૈનપ્રતિમા ઓના નિર્માણ વિશે તેમજ એની પ્રતિષ્ઠા વિશે માહિતી મળે છે. એમાં આપેલી સમયનિર્દેશની તેમજ ગરછ સૂરિ જ્ઞાતિ વગેરેની વિગત ધાર્મિક તથા સામાજિક દષ્ટિએ ખાસ ઉપયોગી નીવડે છે.
સમયનિદેશમાં લગભગ હમેશાં વિક્રમ સંવતનો જ ઉપગ જોવા મળે છે. એનાં વર્ષ મેટ ભાગે કાર્તાિકાદિ અને એના માસ અમાંત ગણાતા હોવાનું માલુમ પડે છે.* ક્યારેક બાહસ્પત્ય સંવસરચક્રમાંના સંવત્સરનો પણ નિદેશ આવે છે. જેમકે મૂળ (જિ. સુરેંદ્રનગર) ના વિ.સં. ૧ ૬૮૫(ઈ.સ. ૧૯૧૯)ના લેખમાં કેટલીક વાર વિક્રમ સંવતની સાથે શક સંવતનું વર્ષ પણ આપવામાં આવતું, જેમકે અમદાવાદની અમૃતવર્ષિણી વાવના હોખમાં વિ.સ. ૧૭૯ અને શ.સં. ૧૬૪૪(ઈ.સ. ૧૭૨૩).૭૮ આ કાલના પ્રકાશિત સંસ્કૃત-ગુજરાતી અભિલોમાં હિજરી સનના વર્ષનો નિદેશ થયો નથી. પરંતુ થોડા અભિલોમાં વિક્રમ સંવતના વર્ષની સાથે ઇલાહી સનનું વર્ષ આપવામાં આવ્યું છે. આ સન મુઘલ બાદશાહ અકબરે દીન-ઈ-ઈલાહી)ની સથાપના કર્યા પછી શરૂ કરી હતી ઈ.સ. ૧૫૮૪)ને હિજરી સનની જગ્યાએ એ નવી સન પ્રચલિત કરી હતી. એનો આરંભ એના રાજ્યારહણના વર્ષ ૧ (ઈ.સ. ૧૫૫૬)થી ગણવામાં આવતો. એનાં વર્ષ હિજરી સનની જેમ ચાંદ્ર નહિ, પણ જરસ્તી સનની જેમ સૌર ગણવામાં આવતાં. એમાં અમુક મહિના ૨૯ દિવસના, અમુક ૩૦ દિવસના, અમુક ૩૧ દિવસના અને એક મહિનો ૩૨ દિવસને ગણતે. એ રીતે વર્ષ કુલ ૩૬૫ દિવસનું થતું. વળી દર ચોથે વર્ષે એક દિવસ ઉમેરવામાં આવતો. ઇલાહી સનના બાર મહિનાઓનાં નામ જરથોસ્તી સનના મહિનાઓ પ્રમાણે રાખવામાં આવ્યાં હતાં. એવી રીતે મહિનાના દરેક રાજનું પણ અલગ અલગ નામ પ્રજાતું. આ સનના વર્ષમાં ૧૫૫૫-૧૫૫૬ ઉમેરવાથી ઈ.સ.નું વર્ષ આવે છે. ઈલાહી સન અકબરના તથા જહાંગીરના રાજ્યકાળ દરમ્યાન પ્રચલિત રહી, પરંતુ શાહજહાંએ એને બદલે પાછી હિજરી સન ચાલુ કરી ને ઇલાહી સનને લોપ થયો.૮૦
મુઘલ કાલના આ અભિલો પૈકી ઘણા સંસ્કૃત ભાષામાં લખાયા છે, કેટલાક લોખ અંશતઃ સંસ્કૃતમાં અને ગુજરાતીમાં લખાયા છે, તો કેટલાક હોખ એ કાલની ગુજરાતી ભાષામાં છે.૮૨ શંખે દ્વાર બેટમાંનો એક લોખ મરાઠીમાં છે.૮૩ આ લેખમાંના ગુજરાતી લખાણ પરથી એ ભાષાનું તત્કાલીન સ્વરૂપ જાણવા મળે છે.