SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦] ' મુઘલ કાલ મુઘલ કાલની ઇસ્લામી ઇમારતમાં કતરેલા લગભગ ૧૯૮ જેટલા અરબી ફારસી શિલાલેખ પ્રસિદ્ધ થયાં છે?૮ જ્યારે આ કાલના પ્રસિદ્ધ સંસ્કૃત-ગુજરાતી શિલાલેખેની સંખ્યા લગભગ દોઢસે જેટલી છે; ને પ્રતિમાલેખોની સૂચિ ઈ.સ. ૧૭૦૦ સુધી તૈયાર કરવામાં આવી છે તે લેખોની સંખ્યા લગભગ સવા ત્રણ જેટલી છે. એમાં ઈ.સ. ૭૦૦ થી ૧૭૫૮ સુધીના પ્રસિદ્ધ પ્રતિમાલેખ ઉમેરવામાં આવે તે એ સંખ્યા લગભગ ચારસો સુધી પહોંચે. મુઘલ કાલ દરમ્યાનના સેંકડે પ્રતિમાલેખ હજી અપ્રસિદ્ધ રહ્યા લાગે છે. એવી રીતે પાળિયાઓ પર કેતરાયેલા અનેકાનેક લેખ હજી પ્રકાશિત થયા લાગતા નથી. અભિલેખોની સંદર્ભ સૂચિઓમાં સમાયેલા પ્રસિદ્ધ સંસ્કૃત-ગુજરાતી અભિલેનેય વિગતે અભ્યાસ કરતાં એમાંથી ઇતિહાસને ઉપયોગી ઠીક ઠીક માહિતી સાંપડે છે. રાજકીય ઈતિહાસની બાબતમાં આમાંના કેટલાક અભિલેખમાં આવતા સમકાલીન મુઘલ બાદશાહ તથા સૂબેદારોના નિર્દેશ તત્કાલીન તવારીખમાં સેંધાયેલી હકીકતને સમર્થન આપે છે ને કેટલીક વાર વિગતેની કે સમયાંકનની - પુરવણી કરે છે. વળી આ અભિલેખે, ખાસ કરીને સૌરાષ્ટ્રના આ કાલનાં સ્થાનિક હિંદુ રાજ્યના ઇતિહાસ માટે સવિશેષ ઉપયોગી નીવડે છે. ૭૨ વહીવંચાઓના ચેપડાઓમાં જાવેલી રાજાઓની સાલવારીનું સંશોધન કરવામાં આ અભિલેખમાંના સમયનિર્દેશ ઘણી સંગીન મદદ કરે છે. આ કાલના અભિલોમાં શિલાલેખ, પાષાણ-પ્રતિમાલેખે અને ધાતુપ્રતિમા લેખેને સમાવેશ થાય છે તામ્રપત્રો પર કતરેલા દાનશાસન-લેખ ભાગ્યે જ મળે છે. શિલાલેખ મુખ્યત્વે પૂર્ત કાયના નિર્માણને લગતા છે એમાં કેટલાક હોખ વાપી(વાવ)ના નિર્માણની હકીકત નોંધે છે; જેમકે ઘેઘાને વિસં. ૧૬૩૪ (ઈ.સ ૧૫૭૮)નો લોખ અને અમદાવાદને વિ.સં. ૧૭૭૯(ઈ.સ ૧૨૩)નો લેખ૭૩. કઈ શિલાલેખ કુપ(કુવો) અને તડાક(તળાવ)ના નિર્માણને લગતા હેય છે ૭૪ - કેટલાક અભિલેખોમાં દેવાલયો તથા જિનાલયોના નિર્માણ કે જીર્ણોદ્ધારની હકીકત આપેલી છે. ૭પ એમાં કેટલાક લોખ ખાસ નોંધપાત્ર છે, જેમકે ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરનો વિ.સં. ૧૬૬૧(ઈ.સ. ૧૬૦૫)ને લેખ શત્રુ જય પર્વત પરનો વિ સં ૧૫૮૭ ઈસ ૧૫૩૧)નો લેખ, આરાસણના નેમિનાથ મંદિરને વિ.સં. ૧૬૫ (ઈ.સ. ૧૯૧૯)નો લેખ, શત્રુંજય પર્વત પરને એ વર્ષને લેખ, જામનગરને વિ.સં. ૧૬૭૬ (ઈ. સ. ૧૬૨૦)ને લેખ અને ભાવનગરનો વિ. સં. ૧૭૬૮(ઈ.સ. ૧૭૧ર)ને લોખ.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy