SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ મું ] સ્થાપત્યકીય મારકે [૪૩૯ ડાકોરનું રણછોડરાયનું મંદિર “મિરાતે અહમદી'માં જણાવ્યા મુજબ સં. ૧૮૧૮(ઈ.સ. ૧૭૬૨)માં ડાકોરમાં રણછોડજીનું મંદિર હતું ને એમાંની મૂતિ સં. ૧૨૧૨ માં દ્વારકાથી બોડાણા ત્યાં લાવેલા એવું મનાતું, •૩ પરંતુ હાલનું મંદિર મરાઠા કાલનું છે. પાવાગઢ પરનું કાળકા માતાનું મંદિર–આ મંદિર પાવાગઢના શિખરની ટોચ ઉપર આવેલું છે. મંદિરની બાંધણી નાની અને સાદી છે. ગર્ભગૃહમાં ડાબી બાજુએ મહાકાળીની મૂર્તિ અને જમણી બાજુએ બહુચરા માતાનું યંત્ર છે, વચમાં કાલિકા માતાની મૂર્તિના મુખ્ય ભાગ છે. રંગમંડપ ઉપર ઘૂમટ છે. ૧૯૩૪ આરાસુરી અંબાજીનું મંદિર–આ સાદા આરસનું નાનું મંદિર છે. ગર્ભગૃહ ૧૪૬૧ મીટર લાંબુ પહોળું અને ૬ મીટર ઊંચું છે. મંદિર જાણે કોઈ કિલ્લેબંધી ગઢમાં આવ્યું હોય એવું જણાય છે. દરવાજેથી સહેજ આગળ જતાં ખુલ્લે ચોક આવે છે ને એની આગળ મંડપ છે. ગર્ભગૃહમાં માતાજીને ગેખ છે તેમાં વસોયંત્ર સ્થાપેલ છે. ઉપરાંત માતાજીને શૃંગાર એવી રીતે કરવામાં આવે છે કે એમાં એમની પ્રતિમાને ભાસ થાય છે. યંત્રની પાછળ કાળા પથ્થરન અલ્પમૂર્ત પ્રતિમા પણ છે. મંદિરના સ્તંભ પર ૧૫મી–૧૬ મી સદીના લેખ કતરેલા છે. ૧૦૪ શામળાજીનું ગદાધર મંદિર શામળાજી(તા. ભિલોડા, જિ. સાબરકાંઠા)નું ગદાધર મંદિર (આ. ૩૧) ગુજરાતભરમાં જાણીતું છે. આ મંદિર ૧૦૯” x ૭૬ (૩૩૨ ૪ ૨૩૧ મીટર) લાંબું પહેળું અને લગભગ ૬૨' (૧૮૯૯ મીટર) ઊંચું છે. મંદિર મટી જગતી પર બાંધેલું છે. જગતની ઉત્તર બાજુએ મોટો બલાનક છે, એની બંને બાજુએ એકેક મેટો હાથી કંડારેલ છે. મૂળ મંદિર ગર્ભગૃહ અંતરાલ પ્રદક્ષિણાપથ અને મંડપનું બનેલું હતું, આગળ જતાં એમાં થોડા ફેરફાર કરાયા છે. ગર્ભગૃહની ભિત્તિઓમાં ભદ્ર, પ્રતિરથ અને કર્ણના પ્રલંબ કહેલા છે. ગર્ભ ગૃહની ભિત્તિ અંદરની બાજુએ તદન સાદી છે, જ્યારે બહારની બાજુએ એ થરો અને શિલ્પોથી અંલકૃત છે. ગર્ભગૃહની દીવાલની અંદરની બાજુમાં કુંભો કલશ કેવાલ માચી જધા ઉગમ ભરણી શિરાવતી અને કેવાલના ભાગ નજરે પડે છે. જંધામાં દરેક ભદ્રમાં ગોખલે છે, પણ એ ખાલી છે. ગોખલાની ઉપરના ઉદ્દગમ પર ઈલિકારણ છે. એમાં પૂર્વ ભિત્તિમાં વૈષ્ણવ દેવતાની ને દક્ષિણ ભિત્તિમાં પાર્વતીની પ્રતિમા છે. પ્રદક્ષિણાપથ ભિત્તિથી આવૃત છે. મંદિરનું મહાપીઠ ભિટ્ટ જાકુંભ કર્ણ અંતરાલ કેવાલ ગ્રા સપટ્ટી ગજથર અને નરથરથી વિભૂષિત છે. મહાપીઠ પરના
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy