SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮] મુઘલ કાલ [ . લાડવા ગામમાંથી મેળવેલી. બીજા ઓરડામાં માધવરાયની, ત્રીજામાં ત્રીકમરાયની ચેથામાં કેશવની, પાંચમામાં વસુદેવની, અને છઠ્ઠામાં કલ્યાણરાયની મૂર્તિ છે. કોટના ચાર ખૂણાઓમાં ચાર ઓરડા છે તેમાંના એકમાં રુમિણની, બીજામાં રાધાજીની, ત્રીજામાં સત્યભામાની અને ચોથામાં જાંબુવતીની મૂર્તિ છે. ત્રીકમજીના ઓરડા આગળનું સ્થાનક ગરુડનું છે ને બહારની બાજુના ઓરડામાં શંખનારાયણનું સ્થાનક છે. •• આ બધાં મંદિર રહેણાક મકાન જેવાં ને ધાબાબંધી છે. ઈ.સ. ૧૫૫૧ ના અરસામાં કાબાઓએ દ્વારકાની આસપાસ આગ લગાડી ત્યારે રાજા શિવા સાંગણે ત્યાંને જગતમંદિરની મૂર્તિ આ બેટમાં ખસેડી. જામ રાવળે ત્યાં એની સં. ૧૬૧૬ (ઈ.સ. ૧૫૬૦)માં સ્થાપના કરી. પીંઢારાથી માધવજી ત્રિવિક્રમજી પુરુષોત્તમજી અને દેવકીજી અને ગરુડની માધવપુરથી દ્વારકાના રમિણી મંદિરમાંથી લક્ષ્મીજીની મૂર્તિ મગાવી એ સર્વની અને ભેટમાંની સત્યભામાની મૂર્તિની પણ સ્થાપના કરી. વિ. સં. ૧૭૮૧ (ઈ.સ. ૧૭૨૪)માં સત્યભામાના મંદિર પાસે બાલમુકુંદજીનું મંદિર અને લક્ષ્મીજીના મંદિર પાસે રાધાજીનું મંદિર જામ તમાચીએ કરાવ્યું. બેટમાં સહુથી જૂનું મંદિર શંખનારાયણનું ગણાય છે. એ મંદિરને જીર્ણોદ્ધાર સં. ૧૭૭૪(ઈ.સ. ૧૭૧૮)માં કચ્છના મહારાવ પ્રાગ(પ્રાગમલ)એ કરાવેલો. ૧૦૧ શંખલપુરનું બહુચરાજી મંદિર-બહુચરાજીનું મુખ્ય મંદિર (આ. ૩૦) સાદા પથ્થરનું બાંધેલું છે. એ લગભગ ૧૦૦ ફૂટ (૩૦૫ મીટર) લાંબું, ૫૦ ફૂટ (૧૫૨ મીટર) પહેલું અને ૫૬ ફૂટ (૧૬૧ મીટર) ઊંચુ છે. એના ઉત્તર ગ શિખર પરના સુવર્ણકલશ અને ફરકતી ધજા આસપાસના આઠ કિ.મી.ના વિસ્તાર સુધી દષ્ટિગોચર થાય છે. મંદિર પૂર્વાભિમુખ છે. મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં એક સભામંડપ આવે છે. એના સ્તંભો પર તથા ઘૂમટોમાં સુંદર પૂતળીઓ બેસાડેલી છે. આગળ જતાં બીજો સભામંડપ આવે છે. આ મંડપના ત્રણે બાજુના દરવાજે ચાંદીનાં કમાડ છે. બાજુમાં નાને મંડપ છે તેમાં ભદજી બેસે છે. ગર્ભગૃહમાં માતાજીનું સ્થાનક છે. એમાં પાંચેક ફૂટ (લગ.૧૫ મીટર) ઊંચા સિંહાસન પર માતાજીને ચાંદીથી મઢેલો ગોખ છે. એની અંદર સ્ફટિકનું બાલાયંત્ર છે. એની ઉપર બીજમંત્ર સહિત સુવર્ણયંત્ર ચડાવેલ છે તેનું પૂજન થાય છે. ગેખની આગળના ભાગમાં સિંહાસન પર માતાજીની મૂર્તિ પધરાવવામાં આવે છે. ઉત્તરની દીવાલમાં ગર્ભગૃહના પ્રક્ષાલનનું પાણી ઝીલતું છોકરાનું પથ્થરનું બાવલું છે. આ મંદિરની પાછળ માતાજીના આદ્યસ્થાનનું પશ્ચિમાભિમુખ મંદિર આવેલું છે. ૧૦૨
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy