SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩મું] સ્થાપત્યકીય સ્મારક ૪િ૩૫ દ્વારકાનું દ્વારકાધીશનું મંદિર દ્વારકાની ગણના હિંદુઓનાં ચાર ધામમાં અને પુરાણોની સાત મોક્ષપુરીઓમાં થાય છે. એમાં મુખ્ય મહિમા ત્યાંના શ્રી દ્વારકાધીશના મંદિર છે. એને શ્રી રણછોડરાયનું મંદિર કે જગતમંદિર પણ કહે છે. ગોમતી-સમુદ્ર સંગમ પાસે આવેલું આ ઉત્તમ મંદિર (આ. ૨૯) દૂર દૂરથી દષ્ટિગોચર થાય છે. પૌરાણિક અનુશ્રુતિ અનુસાર શ્રીકૃષ્ણને દેહત્સર્ગ થતાં દ્વારકા પર સમુદ્રનાં નીર ફરી વળ્યાં ત્યારે ત્યાં આવેલું હરિમંદિર બચી ગયું હતું. મૂળ મંદિર શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજનાભે બંધાવ્યું મનાય છે, પર તુ આ માત્ર પુરાણચિત કપના છે. યાદવકાલીન દ્વારકાનું અસલ સ્થાન પણ હજી સુનિશ્ચિત થઈ શકયું નથી. આઠમી સદીમાં આદ્ય શંકરાચાર્યે અહીં પશ્ચિમ મઠની સ્થાપના કરી ત્યારે આ સ્થળે દ્વારકાધીશનું મંદિર હશે જ. સોલંકી કાલમાં અહીં એ મંદિર હોવાના અહેય ઉલ્લેખ મળે છે. અલાઉદ્દીન ખલજીની ફોજે સૌરાષ્ટ્રમાં સોમનાથ મંદિરને વંસ કર્યા બાદ દ્વારકાના જગતમંદિરનો પણ નાશ કરેલો એવું મનાય છે, પરંતુ એનો કોઈ મૂળ પુરાવો ઉપલબ્ધ નથી. ઈ.સ. ૧૪૭૩ માં ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાએ દ્વારકા પર ચડાઈ કરી ત્યાંના રણછોડરાયના પ્રસિદ્ધ મંદિરને નાશ કર્યો હતો. હાલનું મંદિર એ પછી લગભગ એક શતકે, પ્રાયઃ બાદશાહ અકબરના શાસનકાલ (ઈ.સ. ૧૫૭૩–૧૬૦૫) દરમ્યાન, બંધાયું હોય એવું એનાં સ્થાપત્ય-રવરૂપ અને શિલ્પશૈલી પરથી માલૂમ પડે છે. અલબત્ત, મુઘલ કાલના મંદિરનું મંડાણુ અલ મંદિરની તલાજના પર થયેલું જણાય છે. ૯૨ મંદિર ગર્ભગૃહ (નિજમંદિર) અંતરાલ પ્રદક્ષિણાપથ સભામંડપ અને મુખમંડપ(શૃંગારકીઓ)નું બનેલું છે. એને ફરતા પ્રાકારને બે ઠાર છે : દક્ષિણ બાજુએ “સ્વર્ગદ્વાર ” અને ઉત્તર બાજુએ “મોક્ષધાર . મંદિર પશ્ચિમાભિમુખ છે. એ પૂર્વ-પશ્ચિમ લગભગ ૯૦ ફૂટ (૨૭૪ મીટર) લાંબું અને ઉત્તર-દક્ષિણ લગભગ ૭૨ ફૂટ (૨૨ મીટર) પહેલું છે. ગર્ભગૃહનું મૂળ તલમાન અઠાઈનું છે. એની દરેક દીવાલમાં વચ્ચે ચાર ભાગના ભદ્રને નિર્ગમ છે ને એની બંને બાજુને કોણભાગ.બબ્બે ભાગને છે. ગર્ભગૃહને ફરતે પ્રદક્ષિણા પથ છે. એની બહારની દીવાલનું તલમાન બારાઈનું છે. એમાં વચ્ચે ચાર ભાગનું ભક, એની બે બાજુએ બબ્બે ભાગના પ્રતિરથ અને છે. બન્ને ભાગના કણ કાઢવા છે, આથી ગર્ભગૃહને અંતિમ બાહ્ય ઘાટ તારાકાર બન્યો છે. ગર્ભગૃહની અંદરની દીવાલની જધાના ભગવાક્ષમાં પૂર્વે
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy