SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ ] સુઘલ મર [.. આ મંદિસમૂહના પ્રાકારની અ ંદરના વિસ્તાર ૧૬૪ ફૂટ ( ૫૦ મીટર ) લાંમા અને ૬૨’-૬” (૧૮૯ મીટર) પહોળેા છે. ગઢની નૈઋત્યે આવેલ સ્માદિનારાયણનું મંદિર ગઢમાંનાં આ મંદિશ કરતાં જૂનું ગણાય છે. આદિનારાયણના મદિર પામે શ્રીવિઠ્ઠલેશ્વરજીની બેઠક છે. એના પ્રવેશદ્વાર પાસે એ છડીદાર દ્વારપાલ ઊભા છે. નિજમ ંદિરમાં ઊંચા ઓટલા પર બેઠક બનાવીને અશ્વારૂઢ વિઠ્ઠલેશ્વરજીને ફાટા મૂકવામાં આવ્યો છે. નિજમંદિર પર ઘૂમટની રચના છે.૮૫ 6 પ્રભાસનું સામનાથ મંદિર : સમુદ્રતટના રમણીય સ્થાન પર આવેલુ આ મંદિર સેલંકી કાલથી દેશભરમાં ખ્યાતિ ધરાવે છે. એના સામેશ્વર કે સેામનાથ નામે જાણીતા લિંગની ગણના ભારતનાં દ્વાદશ જ્યોતિલિ ંગામાં થતી હતી. મહમૂદ ગઝનીના સમયથી આ મદિર અનેક વાર મૂતિ ભજાના આક્રમણને ભે!ગ બન્યું તે દર વખતે એ પછી એને જીર્ણોદ્ધાર થયા કર્યાં. સેલ`કી રાજાના સમયના મંદિરને સલ્તનત કાલમાં નુકસાન પહોંચ્યુ હતુ. તે મ ંદિરમાં પૂજા ધામધૂમ વગરની થઈનેય ચાલુ રહી હતી એવું માલૂમ પડે છે.૮૬ અકબરના સમયમાં આ પૂજા વધારે મેટા પાયા પર ચાલુ થઈ હશે,૮૭ પરંતુ આર’ગઝેબના ક્રુમાનથી એ પ્રાચીન મંદિરના ભારે નાશ કરવામાં આવ્યા. મિરાતે અહમદી 'માં આપેલા વૃત્તાંત પરથી માલૂમ પડે છે કે મુઘલ કાલના અંતમાં એ મંદિરનાં ખંડેર જ રહ્યાં હતાં ને નગર બહાર સરસ્વતી નદીના કાંઠે આવેલા કાઈ નાના મંદિરમાં સેામનાથનું લિંગ સ્થપાયું હતું, જ્યાં યાત્રિકા દર્શન-અર્ચન કરતાં.૮૮ કહે છે કે એરંગઝેબના સમયમાં આ મંદિરને ભ્રષ્ટ કરી ઘૂમટ વગેરેથી મસ્જિદના રૂપમાં ફેરવી નાખવામાં આવેલું, પરંતુ મુધલ કાલના અંતે તે એ મસ્જિદ તરીકેય વપરાતું નહતું તે વેરાન ખંડેર બની ગયુ હતુ એવું મિરાતે અહમદી પરથી માલૂમ પડે છે. આઝાદી પછી સામનાથના જૂના મંદિરની જગ્યાએ નવું મંદિર બાંધવા માટે જૂના મંદિરની ઇમારત ઉતારી લેવામાં આવી ત્યારે એમાં ગર્ભગૃહ પ્રદક્ષિણાપથ અંતરાલ ગૂઢમ`ડપ અને એના ત્રણ મુખમંડપેાની દીવાલાના ઘણા ભાગ મેાજૂદ હતા. ગર્ભગૃહ પરના શિખરની જગ્યાએ ઘૂમટ હતા, સામરણની અંદરનાં વિતાન રહ્યાં ન હતાં, ગર્ભગૃહ ખાલીખમ હતું તે મ ડાવરનાં ઘણાં શિલ્પ નષ્ટ થયેલાં હતાં તે એમ છતાં સમગ્ર દેવાલયના તલદનના સુરેખ ખ્યાલ આવતા હતા તેમજ કેટલીક વિવિધ શિલ્પકૃતિ નજરે પડતી હતી.૮૯ આ પુરાણી ઇમારતના કેટલાક અવશેષ ત્યાંના સ્થાનિક મ્યુઝિયમમાં રખાયા છે. 4 ܕ
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy