SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨] મુઘલ કાલ છે. એમાંના વચલા આઠ સ્તંભ પર મટની રચના કરી છે. મંડપમાં પણ ત્રણે બાજુ પ્રવેશદ્વાર રાખેલાં છે. મંડપના ગોખલાઓમાં નાની મોટી અનેક પાષાણ-પ્રતિમા આવેલી છે. એક ગોખલામાં મંદિર બંધાવનાર શેઠ-શેઠાણીની મૂર્તિઓ પણ છે. મંડપની આગળ નવકી છે. ગર્ભગૃહના સ્તંભની અને નવ ચેકીના તંભની વચ્ચેનાં અંતર એક માપનાં છે. પ્રાસાદની આગળ અલગ. રંગમંડપ કરે છે. એના ૧૨ સ્તંભો પર ૨૪ દેવીઓનાં સ્વરૂપ કંડારેલાં છે. આ મંદિર બંધાવતાં ૪૮ લાખ રૂપિયાનું ખર્ચ થયું હતું. વીંઝાણનું રખેશ્વર મહાદેવનું મંદિર: વીંઝાણ (તા. અબડાસા)માં ભારમલના રાજ્યમાં ભારિયા આસર ઠક્કર ધનરાજે (વિ.સં. ૧૬૮૮ (ઈ.સ. ૧૬૩૨)માં આ મહાદેવનું મંદિર બંધાવવું શરૂ કર્યું ને સં. ૧૬૯૭ (ઈ.સ૧૬૪૧)માં એની પ્રતિષ્ઠા કરાવી. આ મંદિર ગજધર વરસંગે બાંધ્યું હતું. એની પ્રશસ્તિને શિલાલેખ મંદિરની દીવાલમાં લગાવેલ છે.૮૩ આ મંદિર પાા ફૂટ (૧૭ મીટર) ઊંચી જગતી પર ૪૫ ફૂટ (૧૩૭ મીટર) લાંબું અને ૩૫ ફૂટ (૧૭ મીટર) પહેલું બંધાવેલું છે. એ સખત પીળા પથ્થરનું છે. એનું ગર્ભગૃહ ૩૨ ફૂટ (૯૦ મીટર) ઊચું છે. એના તવદર્શનમાં ભદ્રાદિ પ્રલંબ કાઢેલા છે ને મંવરમાં ત્રણેય બાજુ શિ૯૫–થરના તથા પૌરાણિક આકૃતિઓ કંડારેલ છે. ગર્ભગૃહ ૬ ફૂટ (૧૯૮ મીટર) લાંબું અને છ ફૂટ (૨-૩ મીટર) પહેલું છે. એની મધ્યમાં શિવલિંગ સ્થાપેલું છે. સામી દીવાલના ગોખલાઓમાં ગણપતિ અને પાર્વતીની મૂર્તિઓ છે. ગર્ભગૃહની આગળ ત્રિકમંડપ છે. ત્રણેય મંડપ પર સામરણ છે ને એ દરેકની બાજુઓ પર સિંહ કાઢેલા છે. વચલા મંડપને ચાર ચાપાવલીયુક્ત કમાન છે, જેમાંની વચલી કમાનમાં ટેકાથંભ પણ છે. મંડપના વચલા ઘૂમટમાં ઝુમર ઘાટનું વિતાન છે. એને ચોરસ સ્તંભેથી ટેકોલું છે, જેની ટોચે માનવ–આકૃતિના બૅકેટ કાઢેલા છે. વિતાનને ઘૂમટ નીચેથી ઉપર જતાં નાના થતા જતા ૮, ૧૬ અને ૩૨ બાજુઓના થરોમાં તથા નાનાં થતાં જતાં એક કેંદ્ર વર્તુલેમાં રચાય છે ને એ ની ટોચની મધ્યમાંથી પદ્મ લટકે છે. વિતાનમાં એકાંતરે આઠ કહાન અને આઠ ગોપીઓની સુંદર શિપકૃતિઓ નજરે પડે છે. મંડપ ૧૮ ફૂટ (૫૫ મીટર) x ૧૬ ફૂટ (૫ મીટર)ને છે. બાજુના બે મંડપ એમાં હનુમાનની અને બીજામાં મહિષાસુરમર્દિનીની કદાવર પ્રતિભા થાપેલી છે.૮૪ નારાયણ સરોવરનાં મંદિર – કચ્છના વાયવ્ય ભાગમાં નારાયણ સરવર નામે પુરાણોક્ત તીર્થધામ આવેલું છે. વિ.સં. ૧૭૯૦ (ઈ.સ. ૧૭૩૪)માં
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy