SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ મું! સ્થાપત્યકીય સ્મારક [ ૪૩૧ અંદર ચડેલો સમળી વિહારને પટ વધુ ધ્યાન ખેંચે તેવો છે. એ પદની પ્રતિષ્ઠા વિ.સં. ૧૩૩૮(ઈ.સ. ૧૨૮૨)માં થઈ હતી. મંદિરમાં કુલ ૯૪ સ્તંભ છે, તે પૈકી ૨૨ સ્તંભ દેવ દેવીઓ અને વિદ્યાધરીઓની સુંદર આકૃતિઓથી સુશોભિત છે. રંગમંડપમાં ઝરૂખા કાઢેલા છે. પીઠિકામાં ગજથર અને નરથર તેમજ મંડેવરની જ ઘામાં દેવ દેવીઓ દિક્પાલે યક્ષો અને યક્ષિણીઓની સુંદર આકૃતિઓ કંડારી છે. કેઈક સ્થળોએ ભેગાસનનાં શિલ્પ પણ નજરે પડે છે. બહારની કમાનનાં પગથિયાં પર ટકેરખાનાને ઝરૂખે છે. દેરાસરની બાંધણી એવી કરી છે કે બહાર ઊભા રહીને પણ નેમિનાથના બિંબનાં દર્શન કરી શકાય છે.• શત્રુંજયને ચતુર્મુખ પ્રાસાદ–શત્રુંજ્ય પર્વત પર ચામુખની ટ્રકમાં ચતુમુખ-વિહાર નામે મુખ્ય પ્રાસાદ આવેલ છે. આ પ્રાસાદ બાદશાહ જહાંગીરના રાજ્યમાં સં. ૧૬૭૫(ઈ.સ. ૧૯૧૯)માં અમદાવાદના પરિવાડ સંઘવી સોમજીના પુત્ર સંઘવી રૂપજીએ શત્રુંજયની યાત્રા માટે સંધ કાઢીને બંધાવેલે ને યુગપ્રધાન જિનચંદ્રસૂરિના શિષ્ય જિનસિંહસૂરિના પટ્ટધર જિનરાજસૂરિએ એની પ્રતિષ્ઠા કરેલી. આ હકીક્ત મૂલનાયકની ચારે પ્રતિમાઓની બેસણ પર કોતરેલા લેખોમાં વિગતવાર જણાવી છે. આ પ્રાસાદને ફરતો ચોક કુલ ર૭૦૪૧૧૬ ફૂટ ( ૮૨૫૩૪૩૫૪ મીટર) લાંબો પહોળો છે. બે ફૂટ (૧૬ મીટર) ની જગતી પર બંધાયેલે પ્રાસાદ ૬૭ ૪ ૫૭ ફૂટ (ર૦૪ x ૧૭૩ મીટર) લાંબપહેળે છે. ગર્ભગૃહમાં આરસપહાણનું ૧૨ ફૂટ (૩૬ મીટર) ચેરસનુ બે ફૂટ (૬ મીટર) ઊચું સિંહાસન છે. સિંહાસન પર ચારે દિશામાં મુખ રાખી બેસાડેલી આદીશ્વરની આરસની ચાર મૂર્તિ બિરાજે છે, આથી આ પ્રાસાદ “ચતુર્મુખવિહાર' અથવા “મુખજીનું મંદિર તરીકે ઓળખાય છે. આ મૂર્તિઓ ૧૦-૧૧ ફૂટ (૩-૩૩ મીટર) ઊંચી છે. સિંહાસન પર સ્તંભો પણ છે. ગર્ભગૃહ ઉપર ૯૬ ફૂટ (૨૬૨ મીટર) ઊંચું શિખર છે. ગર્ભગૃહની ચારે બાજુ એકેક પ્રવેશદ્વાર છે. ત્રણ બાજુએ ચોકી (મુખમંડ૫) છે. પૂર્વ દ્વાર ગૂઢમંડપમાં પડે છે. ઉત્તર અને દક્ષિણ બાજુની ચેકી પર સાત-સાત નાના ઘૂમટને દરેક બાજુએ એકેક નાનું શૃંગ છે. ઉત્તર દિશાની ચોકીની પૂર્વ બાજુએ પ્રાસાદને ઉપલે મજલે જવાની સીડી છે. ત્યાં આદિનાથની બીજી આઠ આરસપ્રતિમા છે. શિખરને ઉપલો ભાગ કંઈક ને કરેલો લાગે છે, જ્યારે પશ્ચિમ છેડાને બધો નીચલે ભાગ પ્રાચીન જણાય છે. બાકીના ભાગ કરતાં એમાં શિલ્પકલાનું પ્રાચુર્ય પણ રહેલું છે. ગૂઢમંડપ ૩૧૪૩૧ ફૂટ(૯૪ ૪ ૯૪ મીટર)ને છે. એની અંદર ૧૨ સ્તંભ
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy