SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ મુ’ સ્થાપત્યકીય સ્મારકા [vik એક–એક એમ એ ભવ્ય દરવાજા કરેલા છે. કાટની અ`દરના ભાગમાં સખ્યાબંધ એરડા કરેલા છે. આ એરડાઓમાં કમાનાકાર સ્તંભ-રચના નજરે પડે છે. ઇમારતની અંદર પશ્ચિમ બાજુએ મધ્યમાં મસ્જિદ કરવામાં આવી હતી. ૧૮ મી સદીમાં મરાઠા સમ્મેદારનું એ નિવાસ બની ત્યારે એમાં મરાઠાઓએ કેટલાક ફેરફાર કર્યાં. એમણે પશ્ચિમ દીવાલ અને પૂર્વ દીવાલની મધ્યમાં એક એક અને નૈઋત્ય ખૂણામાં એક એમ બધા મળી ત્રણ ગેાળ મિનારા ઉમેર્યાં. આ મિનારા ૨૪ ફૂટ (૭૩ મીટર) ઊંચા છે. ૧૮ મી સદીમાં સિંધિયાના સૂબેદાર બાપુસાહેબ પાટકરે કાટના અગ્નિ ખૂણામાં પેાતાના પુત્ર માટે ‘ભારદ્દારી’ નામનું (બાર દરવાજાવાળું”) મકાન અંધાવ્યું. ઔર ંગઝેબના સમયની આ સરાઈના મરાઠાઓએ પેાતાની ‘ગઢી'(કિલ્લા) તરીકે ઉપયાગ કર્યો, ત્યાર બાદ એના કેટલાક ભાગેને અમદાવાદ અને સુરતની નામાંકિત સરાઈઓની જેમ ઘેાડા વખત જેલ તરીકે પણ ઉપયાગ થયા. હાલમાં એ સરકારી કચેરીઓ માટે વપરાય છે.જરઅ વડાદરામાં માંડવી દરવાજા તરીકે ઓળખાતા ઊંચા મોંડપ સુધલકાલીન છે. આ મંડપને ઈ સ. ૧૭૩૬ માં દામાજીરાવ ગાયકવાડના હુકમથી સ્થાનિક સૂબેદાર મલ્હારરાવે સમરાવેલા હાવાનું એના પરના સંસ્કૃત લેખ પરથી જણાય છે. આ ચારસ મંડપની ચારે બાજુએ ત્રણ ત્રણ ખૂબ ઊંચી કમાને કરેલી છે. એના ઉપર અગાસી કરેલી છે. એક ખૂણા ઉપર જવા માટે ગાળ સીડી કરેલી છે, જે સીડી પર મુઘલ મકાનેામાં જોવા મળતુ. છત્રી–ધાટનું છાવણ કરેલું' છે. ઉપરના ભાગમાં બેઠકા અને ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાછળના સમયમાં સંભવતઃ ૧૯ મી સદીમાં એના ઉપરના ભાગમાં ખીજા ખે મજલા અને એના ઉપર ટાવર ગેાઠવવામાં આવ્યુ હતું. આ પાછળથી ઉમેરાયેલુ' બાંધકામ સ્પષ્ટત: નીચેના મંડપથી ભિન્ન પડી આવે છે.૪૩ ગુજરાતના સૂબેદાર ગાઝીઉદ્દીન બહાદુર ફીરોઝખાનના સમય (ઈ.સ. ૧૭૦૮–૧૦) માં ખંભાતમાં ફાજદાર સૈયદ હસનઉલ્લાખાને શહેરમાં એક મહેલ અધાવ્યા હતા.૪૪ વિદેશી કાટીએ અંગ્રેજોએ સુરતમાં ૧૬૧૨ માં પોતાની કાઠી સ્થાપી. એમનાં રહેણાક મકાન શહેરપનાહ કાટની બરાનપુરી ભાગળવાળા લત્તામાં આવેલાં હતાં, જ્યારે કાઠીનું મકાન મુલ્લાં ખડકીમાં આવેલુ હતું. મુધલ કાલમાં આ મકાન વિશાળ અને ભવ્ય હશે એમ પ્રવાસીઓનાં વર્ણન પરથી અને અત્યારે જોવા મળતા એના એક ભાગ પરથી લાગે છે.૪૫
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy