SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮] મુઘલ કાલ [. સમયમાં આ સરાઈને ઉપયોગ કેદખાના તરીકે થતો હતો. ત્યાર પછી એમાં પિસ્ટ ઓફિસનું મુખ્ય કાર્યાલય હતું. હાલ ડિરિટ્રકટ કોર્ટમાં જવાનો રસ્તો પણ આ સરાઈની દક્ષિણ તરફ લંબાવેલી પાંખનો છે. કોર્ટે પણ આ સરાઈને કેટલાક ખંડેમાં બેસે છે.૩૯ આજે એમાં અનેક સરકારી કચેરી અને કાર્યાલય આવેલાં છે. લાંબો પહોળો પથરાટ અને ભવ્ય પ્રવેશદ્વારને લઈને એ જમાનામાં ખ્યાતિ પામેલી આ ઈમારત આજે પણ ભવિસ્તારમાં એની ભવ્યતાથી અને ખી ભાત પાડે છે. સુરતમાં ઇ.સ. ૧૬૪૮ માં કિલેદાર હકીકતખાને બંધાવેલી સરાઈ “મુઘલસરાઈ' તરીકે પ્રસિદ્ધ છે. આ સરાઈનો બાહ્ય દેખાવ ઉપર્યુક્ત આઝમસરાઈને બિલકુલ મળતો આવે છે. આ પ્રસિદ્ધ ઈમારતને લઈને એની આસપાસનો લત્તો “મુગલીસરા” નામે ઓળખાય છે. વચ્ચે ફુવારાયુક્ત હેજ ધરાવતા ચોકને ઓરડાઓથી ઘેરી લઈને રચાયેલી આ ઈમારતમાં મુસાફરોની સગવડોનો પૂરતો ખ્યાલ કરેલે જણાય છે. એનું પ્રવેશદ્વાર ઊંચું અને ભવ્ય છે. એના પરના હિ.સ. ૧૦૫૪(ઈ.સ. ૧૬૪૪) ના લેખમાં એને “મુબારક મુસાફરખાનું” અને “કારવાનસરા કહેવામાં આવી છે. લેખ પ્રમાણે એમાં ઊતરનારા વિદ્વાનો, પાક પુરુષો, ગરીબ અને હાજીઓ પાસેથી ભાડાપેટે કંઈ લેવામાં આવતું નહિ. એ સિવાયના મુસાફરો પાસેથી મળતા ભાડામાંથી સરાઈને નિભાવ અને સમારકામને ખર્ચ કરવાની ગોઠવણ હતી. આ સરાઈને ઉપયોગ ૧૮૫૭ સુધી મુસાફરખાના તરીકે ચાલુ રહ્યો, પણ ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન અને એ પછી થોડા સમય માટેએને ઉપયોગ કેદખાના તરીકે થશે. જોકે સ્થાનિક મુસલમાનોએ મૂળભૂત હેતુ કરતાં જુદા જ હેતુ માટે આ સરાઈને ઉપયોગ થતો હોવાથી ઉગ્ર વિરોધ કરેલે, એમ છતાં એ ૧૮૬૯ સુધી કાચી જેલ તરીકે વપરાતી રહી. છેવટે લેકહિત, માટે કરાયેલી એ સરાઈમાં થોડા ફેરફાર કરી શહેરની સુખાકારીની સંભાળ લેતી શહેર સુધરાઈ બેસવા લાગી. આજે પણ આ ઇમારતમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટી કાર્યાલય આવેલું છે. વળી સુરતની સિવિલ હોસ્પિટલનું મકાન પણ મૂલતઃ મુઘલકાલીન સરાઈ છે. ઈ.સ. ૧૬૩૭ માં ખાનખાનાએ એ કરાવેલી હતી.' ઈ.સ. ૧૬૭૬ માં ગુજરાતના સૂબેદાર મુહમ્મદ અમીનખાને રૂ.૭૬,૩૦૦ નું ખર્ચ કરી બાદશાહના જન્મસ્થાન દાવેદમાં એક ભવ્ય સરાઈ કરાવી. આરસ ઈમારત દરેક બાજુએ૪૫૦ ફૂટ(૧૩૭૨ મીટર)ની લંબાઈવાળો લગભગ ૧૬.૫ ફૂટ (૫ મીટર) ઊંચે કાટ ધરાવે છે. એના ચાર ખૂણે ચાર બુરજ અને ઉત્તર તથા દક્ષિણની દીવાલની મધ્યમાં
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy