SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ 'લુ' સાધન-સામગ્રી (૧૭ કરતા આચાર્યને પોતાના નગરમાં ચાતુર્માસ કરવાની વિજ્ઞપ્તિ કરતા પત્ર લખે તે. આ પ્રકારના પત્ર સંસ્કૃત-ગુજરાતી કાવ્યમાં અથવા અલ કૃત ગદ્યમાં રચાયેલ હાય છે. સાધુઓએ લખેલા વિજ્ઞપ્તિપત્રામાં ચિત્રાદિ ખાસ હોતાં નથી, સંધ તરફથી લખાયેલા વિજ્ઞપ્તિલેખા એળિયા કે ટીપણારૂપે તૈયાર થયેલા હાઈ ચિત્રાદિથી ખચિત હાય છે.૫૫ આ પ્રકાર જ એવા છે કે : રાજકીય સામાજિક ધાર્મિક વેપારી વગેરે મહત્ત્વની અનેકવિધ માહિતી એમાં હોય છે. સચિત્ર વિજ્ઞપ્તિપત્રામાં જ્યાંથી એ પત્ર લખાયા હૈાય તે નગરનાં મહત્ત્વનાં સ્થાના રાજમાર્ગો મંદિરા બજાર આદિનાં ચિત્ર પણ હાય છે, આથી આધુનિક સમયમાં એ ચિત્રાને ઉપયોગ કાનૂની પુરાવા તરીકે પણ કાઈ વાર થયેલો છે. સ્થાનિક ઇતિહાસ, મહાજન, ચિત્રકલા, વિવિધ કારીગરી, ધાર્મિક-સામાજિક રીતરિવાજો, ભાષા અને સાહિત્ય, એમ અનેક દૃષ્ટિએ વિજ્ઞપ્તિલેખાનુ` મહત્ત્વ સ્વયં સ્પષ્ટ છે. વ્યક્તિવિશેષને ઉદ્દેશી રચાયેલી અને એમને પાઠવવામાં આવેલી એ ઐતિહાસિક રચનાએ હાઈ મધ્યકાલીન ભારતીય સાહિત્યમાં પણ નોંધપાત્ર છે. વિજ્ઞપ્તિપત્રને જૂનામાં જૂના ઉપલબ્ધ નમૂના પાટણના ગ્રંથભંડારમાંનુ એક તાડપત્રીય પાનુ છે. મૂળ વિજ્ઞપ્તિપત્રને એ નાનકડા અવશેષ છે. એ પાનુ ૧૩ મી સદીમાં લેખાયેલુ' જણાય છે અને કાદ ખરી જેવા અલંકૃત સંસ્કૃત ગદ્યમાં છે. વડઉદ્ર(વડાદરા)થી પ્રભાચદ્રગણિ નામે એક સાધુએ ચંકુલના આચાય ભાનુપ્રભસૂરિ ઉપર લખેલો એ પત્ર છે. વિજ્ઞાપ્તત્રિવેણિ' (સ. ૧૪૮૪-ઈ.સ.) ૧૪૨૮) એ ત્રણ ખંડમાં રચાયેલુ એક સંસ્કૃત કાવ્ય છે, જેમાં સિંધના મલિક વાહણુ નામે સ્થાનથી જયસાગર ાધ્યાયે પોતાની વિહારયાત્રાનું કાવ્યમય છતાં વિગતપૂર્ણ નિવેદન પાટણમાં વિરાજમાન ખરતરગચ્છના આચાય જિનભદ્ર – સૂરિને મેકહ્યું હતું. મુનિ સુંદરસૂરિષ્કૃત અલંકૃત સ ંસ્કૃત કાવ્ય ‘ગુૌવલી’ (સ. ૧૪૯૬-ઈ.સ. ૧૪૪૦) તપાગચ્છના આચાય દેવનુંદરસૂરિને એમણે પાઠવેલા ૧૦૮ હાથ લાંબા અને સે’કડા ચિત્રકાવ્યાથી ખચિત ‘ત્રિદશતરંગિણી વિજ્ઞપ્તિ' નામે વિસ્તૃત વિજ્ઞપ્તિલેખતા ઉપલબ્ધ અંશમાત્ર છે. આ તે વિજ્ઞપ્તિલેખના પ્રકારની આવશ્યક સક્ષિપ્ત પૂર્વભૂમિકા થઈ આપણા અભ્યાસપાત્ર કાલખંડ જેમાં વિજ્ઞપ્તિલેખા અને ત્રા સારી સંખ્યામાં મળે છે તેની વાત કરીએ તે ૧૭ માં સૈકામાં થયેલ ઉપાધ્યાય વિનયવિજયજીએ મેધદૂતની શૈલીએ તેમજ મેધદૂતસમસ્યાપૂર્તિરૂપે રચેલ “ઇન્દ્રદૂત”. સૌ પ્રથમ નોંધ માગી લે છે. વિનયવિંજયજી એ સમયે જોધપુર હતા અને સુરતમાં નિવાસ કરતા તાગચ્છના આર્ચાય વિજ્યપ્રભસૂરિને એમણે પાઠવેલો આ વિજ્ઞપ્તિલેખ છે. સુરત ૪-૬-૨
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy