SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬] મુ કાશે મુઘલ કાલીન ગુજરાતના એક પ્રતિષ્ઠિત શ્રેણી અમદાવાદ-નિવાસી શાંતિદાસ ઝવેરી હતા. બાદશાહના રાજ્યમાન્ય ઝવેરીઓમાંના તેઓ એક હતા. ભારતનાં અનેક વેપારી કેન્દ્રોમાં એમની શરાફી પેઢીએ ચાલતી. જહાંગીરે એમને અમદાવાદની નગરશેઠાઈ વંશપરંપરાગત આપી હતી. શાંતિદાસે સં. ૧૬૭૮(ઈ.સ.૧૬૨૨)માં અમદાવાદના પરા બીબપુર-હાલના સરસપુર-માં ચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું. ધમધ ઔરંગઝેબે ગુજરાતની ટૂંકી સુબાગીરી દરમ્યાન એ મંદિરમાં મહેરાબ કરી એની મસ્જિદ બનાવી હતી, પણ એમાંથી મુસ્લિમોનો કબજા ઉઠાવી લેવા માટેનું ફરમાન પાદશાહ શાહજહાં પાસેથી શાંતિદાસે મેળવ્યું હતું; જેકે ભ્રષ્ટ અને અપૂજ્ય સ્થિતિમાં રહેલા એ મંદિર તરફ ઉપાસકે ફરી વાર ન જ વન્યા. અમદાવાદની નગરશેઠાઈ શાંતિદાસના વંશજોમાં આજ સુધી ચાલતી આવી છે, અને એ વંશમાં પ્રભાવશાળી દાની, ધર્મપ્રેમી તથા રાજકીય અને વહીવટી કુશળતા ધરાવનારા અનેક નાવિશેષ થયા છે. ક્ષેમવર્ધનકૃત ‘શાંતિદાસ શેઠને રાસ' (સં. ૧૮૭૦-ઈ.સ. ૧૮૧૪)માં શાંતિદાસ અને એમના વંશજોનાં ધાર્મિક-સામાજિક કાર્યોને વિસ્તૃત અને પરંપરા પ્રમાણભૂત વૃત્તાંત છે. ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરને પ્રતિષ્ઠા મહોત્સવ શાંતિદાસે ઉપાધ્યાય મુક્તિસાગરને હરતે કરાવ્યો હતો, જેમાં આચાર્વપદ પ્રાપ્તિ પછી રાજસાગરસૂરિ તરીકે ઓળખાયા. રાજસાગરસૂરિના સ્વર્ગવાસ પછી તુરત તિલકસાગરે રચેલા “રાજસાગરપૂરિ નિર્વાણરાસ'. (સં. ૧૭૨૨-ઈ.સ. ૧૬૬૬)માં પ્રસ્તુત વર્ણન સાથે શાંતિદાસ અને એમના કુટુંબ વિશે સારી માહિતી મળે છે. અમદાવાદના સ્થાનિક ઈતિહાસ માટે પણ આ પ્રકારની કૃતિઓ ખૂબ અગત્યની છે એ કહેવાની ભાગ્યેજ જરૂર હોય. જુદાં જુદાં શ્રેષ્ઠીઓ આચાર્યો કે સાધુ-સાધ્વીઓ વિશે રચાયેલી નાની મેટી કતિએ ધાર્મિક-સામાજિક ઇતિહાસ કે જે તે કુટુંબના વૃત્તાંત ઉપરાંત જે તે ગ્રામના નગરના સ્થાનિક ઇતિહાસ માટે વિવિધ રીતે ઉપયોગી છે એ સ્પષ્ટ છે. ઈસવી સનના સત્તરમા સૈકામાં થઈ ગયેલા વિખ્યાત જૈન દાર્શનિક અને ગ્રંથકાર ઉપાધ્યાય યશોવિજયજીનું જીવનવૃત્ત વર્ણવતી, કાંતિવિજ્યકૃત ગુજરાતી કૃતિ સુજશવેલી ભાસ” (સં. ૧૭૪પ-ઈ.સ. ૧૬૮૯) એમના ચરિત્રાલેખનને કારણે ધપાત્ર છે. આ કાલના ઈતિહાસનું એક અગત્યનું સાધન વિજ્ઞપ્તિપત્રો છે. એ રચનાઓ જૈન સાહિત્યની–અને એમાંયે ગુજરાત અને રાજસ્થાનની વિશેષતા છે. વિશસ્તિપત્રો બે પ્રકારનાં હોય છે. એક સાધુશિષ્ય પોતાના ગુરુ કે આચાર્યને કાવ્યરૂપે વિજ્ઞપ્રિલેખ લખે છે અને બીજો, એક નગરને જૈનસંઘ અન્યત્ર નિવાસ
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy