SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું], ધર્મ-સંપ્રદાય [૮૭ આ બે દરતૂરેએ ઘણા લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક રાહ જોઈ હતી. બાદશાહ જ્યારે દરબારમાં પધાર્યા ત્યારે એમને તેઓએ નવસારીના જઈ અત્તરની ચાર બાટલી ભેટ ધરી હતી. આ ભેટથી પ્રસન્ન થઈને જહાંગીરે તેઓને પોતાના દરબારમાં સે રૂપિયા રોકડા અને સુરત જિલ્લાના નવસારી કમ્બાની ૧૦૦ વીઘાં જમીન દાનમાં આપી હતી.૮૪ આ દસ્તૂરોની વંશાવળી જોતાં એમ જણાય છે મુલ્લા જામાસ્પનું મૂળ નામ ચાંદજી કામદીન હતું. સ્થાનિક આધારભૂત વાયકા પ્રમાણે બાદશાહ અકબર એમને “મુલા જામાસ્પ”નું બિરુદ આપ્યું હતુ. શક્ય છે કે નવસારીથી પારસીએનું જે પ્રતિનિધિમંડળ અકબરને મળવા માટે દિલ્હી ગયું હતું તેમાં દસ્તૂર મહેરજીની સાથે ચાંદજી કામદીન પણ ગયા હોય અને એમની સાથેની ધર્મચર્ચાથી પ્રભાવિત થઈને એમને આ બિરુદ આપવામાં આવ્યું હોય.૦૭ અકબરે શરૂ કરેલે ઇલાહી સંવત જહાંગીરે ચાલુ રાખ્યો હતો અને પોતે ચુસ્ત મુસ્લિમ હોવા છતાં એણે પોતાની આત્મકથામાં વર્ષોની સંખ્યા અને માસનાં નામ ઇલાહી સંવત પ્રમાણે આપ્યાં છે.૮૮ - ઓરંગઝેબે જજિયારે હિંદુઓની જેમ પારસીઓ ઉપર પણ નાખે હતો. વળી સુરતમાં મુઘલ અમલદારે પારસીઓને જુદા જુદા પ્રકારે કનડગત કરતા હતા. આ બધાં કારણેથી સુરતના નામાંકિત દાનવીર પારસી રુસ્તમ માણેકે ઈ.સ. ૧૬૬૦ માં દિલ્હી રૂબરૂ જઈને ઔરંગઝેબને ફરિયાદ કરી હતી. પરિણામે ઔરંગઝેબે પારસીઓ પાસેથી લેવાતો જજિયારે રદ કર્યો હતો. ૧૭ મી સદીના ઉત્તરાર્ધમાં રુસ્તમ માણેક શેઠે • સુરતમાં તેમજ એની આસપાસનાં ગામોમાં ઘણું પુલે કૂવા તળાવ ધર્મશાળાઓ વગેરે બંધાવ્યાં હતાં. ગુજરાતના પારસી સમાજમાં દાનવીર તરીકે એમની ખ્યાતિ હતી. આજે પણું સુરતમાં જે વિસ્તારમાં એમની મિલકત હતી તે “સુરતમપરા” નામથી ઓળખાય છે.૯૧ આતશ બહેરામ-નવસારીથી વલસાડમાં ગુજરાતમાં પારસીઓની વસ્તી વધતાં તેઓની ધાર્મિક ક્રિયાવિધિ માટે બેદોએ પાંચ પંથક પાડ્યા હતા, આમ છતાં તેઓ વચ્ચે વખતોવખત વિખવાદ થતો હતો. સંજાણથી આવેલા માબેદે અને નવસારીમાં વસતા અસલ મેબે વચ્ચે ઈ.સ. ૧૫૧૬ થી આવકની વહેંચણીના ભાગ અંગે વિખવાદ શરૂ થયો હતો. આ વિખવાદે ઈ.સ. ૧૬૮૬ માં ઉગ્ર સ્વરૂપ લીધું. નવસારીમાં મોટું
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy