SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧] મુઘલ કાલ • સારીના પહેલા વડા દસ્તૂર મહેરજી રાણા પણ લાવી શક્યા ન હતા. ૮ આમ છતાં પવિત્ર આતશને કારણે પારસીઓના નવા મથક તરીકે નવસારીની ખ્યાતિ દેશવિદેશમાં પ્રસરી હતી. મુઘલ બાદશાહે અને જરથોસ્તીએ એમ કહેવાય છે કે મુઘલ બાદશાહ અકબર ઈ.સ. ૧૫૭૩ માં સુરતમાં હતો ત્યારે એને નવસારીના પ્રથમ વડા દસ્તૂર માહયાર–માહયારજી–મહેરજી રાણું સાથે મુલાકાત થઈ હતી. બાદશાહ એમની સાથેની ધર્મચર્ચાથી ઘણો પ્રભાવિત થયા હતો. તેહપુર સીક્કીના ઇબાદતખાનામાં ધર્મચર્ચા કરવા માટે બાદશાહ અકબરે ઈ.સ. ૧૫૭૮ માં એમને દિલ્હી આવવા આમંત્રણ પાઠવ્યું હતું. અકબરે એમની પાસેથી જરસ્તી ધર્મના સિદ્ધાંતોની સમજ કેળવી હતી. એમની આચારવિચારની પવિત્રતાથી અકબર અંજાર્યો હતો. એમના ઉપદેશની અને વ્યક્તિત્વની અકબર ઉપર એવી ઊંડી અસર થઈ હતી કે એણે પોતાના એક સિક્કા પર જરથોસ્તી ધર્મનો સિદ્ધાંત કેતરાવ્યો હતો. એ આ પ્રમાણે હતોઃ “જે માણસ સીધા રસ્તા ઉપર ચાલે છે તેને મેં કદી સંકટમાં જોયો નથી.”૮૨ પિતાના કુટુંબના નિભાવ અર્થે દસ્તુર મહેરજીને નવસારીના પારોલ પરગણુમાં ૨૦૦ વીઘાં જમીન બાદશાહ અકબરે ભેટ આપી હતી. આ દસ્તૂરના અવસાન બાદ એના દીકરા કેકાબાદને બીજી ૧૦૦ વીઘાં જમીન કુટુંબના નિર્વાહ અથે આપી હતી. ભૂમિદાનનાં આ બંને ફરમાન અકબરે અનુક્રમે ઈ.સ. ૧૫૯૦ અને ૧૬૦૩ માં કર્યા હતાં.૮૩ અકબરે પિતાના ઇબાદતખાનામાં ઈ.સ. ૧૫૮૦ માં પવિત્ર આતશ બહેરામની સ્થાપના કરી હતી અને જાહેરમાં એ આતશની અને સૂર્યની ઉપાસના કરતો હતો. ગુજરાતમાંથી પારસી દસ્તૂરોનું જે પ્રતિનિધિ મંડળ ઈ.સ. ૧૫૮૨ માં અકબરને મળવા ગયું હતું તેને એના પર નોંધપાત્ર પ્રભાવ પડયો હતો. અકબરે ઈ.સ. ૧૫૮૪ માં જે ન “ઇલાહી સંવત” શરૂ કર્યો હતો તેમાં મહિના અને દિવસેની ગણતરી ઈરાની પંચાંગ પ્રમાણે સ્વીકારીને મહિના તથા દિવસનાં નામ ઈરાની રાખ્યાં હતાં. વળી અકબરે પોતાના રાજ્યમાં જરથોસ્તી ધર્મના ઉત્સવો અને તહેવારે ઊજવવાની જાહેરાત પણ કરી હતી.૮૫ બાદશાહ જહાંગીરે પોતાના રાજ્ય-અમલ દરમ્યાન ઈ.સ. ૧૬૧૮માં નવસારીના બે દસ્તૂરોને ભૂમિદાન અંગેનું ફરમાન કાઢેલું. આ બે દરદૂર તે મુલા જમા૫ અને મુલ્લા હોશંગ. ગુજરાતની લાંબી મુલાકાત દરમ્યાન બાદશાહ જહાંગીર અમદાવાદ આવવાને હતો ત્યારે એના દરબારમાં એને મળવા માટે
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy