SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] યુધલ જાવ હીરવિજયસૂરિ વિશેના છતાં, ઉપર કહ્યું તેમ ઐતિહાસિક દષ્ટિએ અગત્યના અન્ય મુખ્ય સાહિત્યને ટૂંકે નિર્દેશ અહીં કરીએ. ખંભાતના શ્રાવક કવિ ઋષભદાસે “હીરસૌભાગ્ય કાવ્યને આધારે રચેલે “હીરસૂરિરાસ (સં. ૧૬૮૫-ઈ.સ. ૧૬ર૯) સંત મહાકાવ્યના ઇતિવૃત્તિને લેભેગ્ય બનાવવા માટે રચાય છે એ સ્પષ્ટ છે. ૩૪ હીરવિજયસૂરિની શિષ્ય પરંપરામાં થયેલા વિવેકહર્ષ ઉપાધ્યાયે સૂરિના નિર્વાણના વર્ષમાં જ વીજાપુરમાં રચેલે “હીરવિજયસૂરિનો રાસ” તથા “હીરવિજય સુરિ નિર્વાણ સ્વાધ્યાય તદ્દન સમકાલીન ગુજરાતી કૃતિઓ તરીકે નોંધ માગી લે છે.૩૭ ગજરાજ પંડિતકૃત ‘હીરવિજ્યસૂરિ બારમાસની રચના પણ એ વર્ષમાં થઈ છે ૩૮ કુંઅરવિજયને “હીરવિજ્યસૂરિશલકે” અને હીરવિજયપુયખાણ પછી તુરત રચાયેલાં જણાય છે.૩૯ શ્વેતાંબર જૈનોના ગચ્છ વચ્ચેનો મતવિરોધ અટકાવવા માટે, “બાર બલ' નામથી હીરવિજયસૂરિએ જાહેર કરેલ ૧૨ આશાઓ વિશેને “હીરવિજયસૂરિના બાલને રાસ ઋષભદાસે સં. ૧૬૮૪(ઈ.સ. ૧૯૨૮). માં રચ્યો છે.• અકબર બાદશાહને મળી હીરવિજયસૂરિ ગુજરાતમાં પાછા આવતા હોવાના સમાચાર જાણી મુનિ પદ્મસુંદરે ૨૩૩ શ્લોકનું સંસ્કૃત ‘જગારું કાવ્ય સં. ૧૬૪૬ (ઈ.સ. ૧૫૯૦)માં માંગરોળમાં રચીને સૂરિને અર્પણ કર્યું હતું. અકબરની અમારિ ઘોષણું અને દયાવૃત્તિની અલંકૃત પ્રશસ્તિ ગાતું કાવ્ય શાંતિચંદકૃત કૃપારસકેશ-જેનો ઉપર નિર્દેશ કર્યો છે, તે સં. ૧૬૫ (ઈ.સ ૧૫૯૪)માં રચાયું છે. ૨ ઉપર જણાવ્યું તેમ, શાંતિચંદ્ર ઉપાધ્યાય અકબરની રજા લઈ ગુજરાત ગયા પછી ભાનુચંદ્ર અકબરના દરબારમાં રહ્યા. ભાનચંદ્રના શિષ્ય સિદ્ધિચંદ્ર હતા. આ ગુરુ-શિષ્ય મેટા વિદ્વાન હતા. મહાકવિ બાણભટ્ટ-કૃત “કાદંબરી' ઉપરની પ્રમાણભૂત અને સૌથી વિખ્યાત ટીકા આ ગુરુ શિષ્ય રચેલી છે. સિદ્ધિચંદ્ર પિતાના ગુરુ ભાનુચંદ્રની જીવનકથાનું આલેખન “ભાનુચંદ્રગણિચરિત ૩ એ નામના ગ્રંથમાં કર્યું છે. આ ગ્રંથ સંસ્કૃત સાહિત્યમાંની ઐતિહાસિક રચનાઓમાં વિશિષ્ટ હેવા સાથે એ સમયના ધાર્મિક સામાજિક અને રાજકીય જીવન માટે અસાધારણ મહત્વનો છે. મુઘલ દરબારનું અને પાદશાહના દૈનિક જીવનનું પ્રત્યક્ષ આલેખન એમાં છે. ભાનુચંદ્ર “સૂર્યસહસ્ત્રનામ'ની રચના કરી હતી અને અકબર દર રવિવારે એમની પાસે “સૂર્યસહસ્ત્રનામ' બોલતે.૪૪ સિદ્ધિચકે ફારસી ભાષાને અભ્યાસ કર્યો હતો અને ફારસી ભાષાના કેટલાક ગ્રંથ પાદશાહને એમણે ભણાવ્યા હતા. શાંતિચંદ્રની જેમ સિદ્ધિચંદ્ર પણ શતાવધાની હતા એમના પ્રયોગ જોઈ પ્રસન્ન થયેલ પાદશાહે એમને
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy