SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩ ૧ લુ) થાધન-સામી પિતાને અસ્વીકાર્ય હેઈ એમણે પર્યુષણના આઠ દિન હિંસા ન થાય એમ કરવા પાદશાહને જણાવ્યું. પાદશાહે પિતાના પુણ્યાર્થે એમાં ચાર દિવસ ઉમેરી ૧૨ દિવસ સમસ્ત સામ્રાજ્યમાં “અમારિ પ્રવર્તાવનારાં છ ફરમાન કાઢયાં, અને એ પ્રસંગે હીરવિજયસૂરિને “જગદ્ગુરુનું બિરુદ આપ્યું. અનેક ધર્મકાર્ય કરતાં કરતાં મથુરા અને ગોપગિરિ-ગ્વાલિયરની યાત્રા કર્યા પછી સરીએ ગુજરાત તરફ પ્રયાણ કર્યું અને શાંતિચંદ્ર ઉપાધ્યાયને પાદશાહ પાસે રાખ્યા. શાંતિચંદ્ર ઉપાધ્યાય, જેઓ અક્બર પાસે રહીને એની પ્રશસ્તિરૂપે રચેલું “કૃપારસકેશ” નામે કાવ્ય પાદશાહને સંભળાવતા હતા, તેમને હીરવિજ્યસૂરિના દર્શનની ઈચ્છા થતાં પોતાની જગ્યાએ ભાનુચંદ્રગણિને પાદશાહ પાસે મૂકીને તેઓ પાટણ આવ્યા. પાદશાહે એ સમયે સૂરિને ભેટ આપવા માટે ગુજરાતમાંથી જજિયાવેરે કાઢી નાખતું ફરમાન આપ્યું અને અમારિ' માટે અગાઉ પર્યુષણના ૧૨ દિવસ જાહેર કર્યા હતા તેમાં બીજા ઘણા દિવસ ઉમેર્યા. ભાનુચંદ્રગણિ અકબર પાદશાહની સાથે કાશમીર ગયા ત્યાં એમણે પાદશાહને સમજાવતાં શત્રુજ્ય તીર્થની યાત્રાળુઓને કરમુક્ત કરતું ફરમાન પાદશાહે હીરવિજયસૂરિને મેલ્યું. હીરવિજ્યસૂરિ અને વિજયસેનસૂરિએ આથી પ્રસન્ન થઈ, વાસક્ષેપ મેકલી લાહેરમાં ભાનુચંદ્રગુણિને ઉપાધ્યાયપદ અપાવ્યું. આ પછી અકબરને વિજયસેનસૂરિનાં દર્શનની ઈચ્છા થતાં હીરવિજ્યસૂરિએ એમને લાહેર મેકલ્યા. સં. ૧૬૫૦ (ઈ.સ. ૧૫૯૪)ની ચૈત્રી પૂર્ણિમાએ હીરવિજયસૂરિએ શત્રુંજયની મેટી યાત્રા કરી અને વિશાળ જિનમંદિરની પ્રતિષ્ઠા કરી. એ પછી ઊનામાં ચાતુમંસ કર્યા. મકકે હજ કરીને પાછા ફરેલા ગુજરાતના સૂબા આજમખાને ઊના આવી સૂરિ પાસે હજાર મહેરની ભેટ ધરી, પણ સૂરિએ એનો અસ્વીકાર કર્યો. વળી ત્યાં જામનગરના જામસાહેબ સાથેના તેમના કારભારી અબજી ભણસાળીએ મૂરિની અંગપૂજા અઢારસો સોનામહોરથી કરી. ઊનાના ખાન મહમદખાન પાસે સૂરિએ હિંસા છોડાવી. સં. ૧૬પ૨(ઈ.સ. ૧૫૮૬)ના વૈશાખ માસમાં એમણે મંદિરની પ્રતિષ્ઠા કરાવી. એ જ વર્ષના ભાદરવા સુદ અગિયારસ ને ગુરુવારે હીરવિજયસૂરિએ સ્વર્ગવાસ કર્યો. “હીરસૌભાગ્ય કાવ્યના છત્તિવૃત્તના ફ્લેવરની આ અતિશય આછી રૂપરેખા માત્ર છે, પણ ગુજરાતના સમકાલીન ધાર્મિક-સામાજિક ઈતિહાસના એક અતિમહત્વના ખંડ માટે એનું કેવું વિશિષ્ટ મહત્ત્વ છે એ એના ઉપરથી તુરત સમજાય એવું છે. મૂળ કાવ્યમાં તથા એના ઉપરની સ્વપજ્ઞ ટીકામાં એવી કેટલીયે વિપ્રકીર્ણ અને કુતૂહલ જનક માહિતી મળે છે, જે ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસ માટે ઘણી અગત્યની છે. ૩૫
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy