SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭] મુઘલ કાલ (ઈ.સ. ૧૬૦૧)માં ત્યાંના ઓસવાળ વણિકોને ઉપદેશ આપી ત્રણ પ્રતિમાઓની અંજનશલાકા કરી હતી તથા સં. ૧૬૫૯(ઈ.સ. ૧૬૦૩)માં શત્રુ જયાવતાર નામે ચૈત્યની પ્રતિષ્ઠા કરી હતી.પ૩ સં. ૧૬૭૫(ઈ.સ. ૧૬૧૯)માં જામનગરના વર્ધમાન અને પદ્ધસિંહ એ બે ઓસવાળ ભાઈઓએ ૨૦૪ પ્રતિમા ભરાવી અને પ્રતિષ્ઠિત કરાવી, અને પછીના વર્ષમાં શત્રુ જયને સંધ કાઢયો તથા એ પૈકી વર્ધમાને સં. ૧૬૭૮(ઈ.સ. ૧૬૪૨)માં શત્રુ જય ઉપર દે બંધાવ્યું અને જામનગરમાં બીજી પ્રતિષ્ઠા કરાવી.૫૪ સં. ૧૬૮૩(ઈ.સ. ૧૯૨૭)માં દીવના જૈન સંઘે ગિરનારની પૂર્વ તરફની પાજ(પગથિયા)ને જીર્ણોદ્ધાર કરાવ્યા હતા, જેમાં મુખ્ય ફાળે શ્રીમાળી જ્ઞાતિના માસિંઘજી મેઘજીએ આપ્યો હતો. સં. ૧૬૮૬ (ઈ.સ. ૧૬૩૦)માં શત્રુંજય ઉપર શાહ ધમદાસે અદબદ(અદ્દભુત)નું મંદિર કરાવ્યું હતું અને ત્યાં આદિનાથની મૂર્તિ ડુંગરમાંથી કોતરાવી હતી.પક શાહજહાંના સમયમાં અમદાવાદ પાસે બીબીપુર અથવા સરસપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર બંધાવનાર સુપ્રસિદ્ધ ઝવેરી શાંતિદાસના અને એના નગરશેઠ, વંશજેને નિર્દેશ આ ગ્રંથના સાધનસામગ્રી વિશેના પ્રથમ પ્રકરણમાં તેમજ આર્થિક સ્થિતિ અને સામાજિક સ્થિતિનાં પ્રકરણમાં કરવામાં આવ્યો છે. જૈન મંદિર-મૈત્યો આદિની પ્રતિષ્ઠાને લગતી આ વિગતો સંપૂર્ણ નથી, પણ કેવળ ઉદાહરણાત્મક છે અને મુઘલકાલીન ગુજરાતના પ્રમાણમાં શાંતિપૂર્ણ કાલખંડમાં જે ધાર્મિક-સામાજિક પરિસ્થિતિ પ્રવર્તમાન હતી તેને તેઓ ખ્યાલ આપે છે. પ્રભાવક જૈન આચાર્યોને મુઘલ દરબારમાં તેમજ અન્ય રાજદરબારમાં પ્રવેશ તેમ પ્રભાવ હતો અને એને લઈને જૈન ધર્મને રાજ્યશાસન દ્વારા કેટલીક અનુકૂળતા પ્રાપ્ત થઈ હતી. હીરવિજયસૂરિ, એમના પટ્ટધર વિજયસેનસૂરિ, એમના વિજયદેવસૂરિ અને એમના વિજયપ્રભસૂરિના મુઘલ બાદશાહ અકબર અને જહાંગીર સાથેના સંપર્કને ટૂંક વૃત્તાંત સમકાલીન જૈન ઐતિહાસિક સાહિત્યને આધારે આ ગ્રંથને “સાધનસામગ્રી પ્રકરણમાં આપ્યો છે. હીરવિજયસૂરિના શિષ્યમંડળમાંના શાંતિચંદ્ર ઉપાધ્યાય, ભાનુચંદ્ર ઉપાધ્યાય, અવધાનકાર નંદવિજય, ભાનચંદ્રના શિષ્ય સિદ્ધિચંદ્ર, વિવેકહર્ષ ઉપાધ્યાય, મુનિ પદ્મસુંદર વગેરે વિદ્વાન મુનિઓ પણ કોઈ ને કઈ રીતે મુઘલ દરબારના સંપર્કમાં આવ્યા હતા. જૈન સાધુઓના પાદવિહાર, ઉગ્ર તપશ્ચર્યા, અપરિગ્રહ આદિથી પ્રભાવિત થઈ મુઘલ પાદશાહએ એમને અનેક ફરમાન ધાર્મિક અનુકૂળતા અથે બક્ષ્યાં. હીરવિજયસૂરિને અપાયેલાં ફરમાનેને નિદેશ “હીરસૌભાગ્યને આધારે “સાધનસામગ્રીના પ્રકરણમાં થયો છે.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy