SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું] ધર્મ-સંપ્રદાય [ ૩૭ વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિ એ તપાગચ્છના આચાર્યોની મૂર્તિઓ હતી. હીરવિજયસૂરિની મૂર્તિ સં. ૧૬ દર(ઈ.સ. ૧૬૬)માં તથા વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિની મૂર્તિ સં. ૧૬૬૪ (ઈ.સ. ૧૬૦૮)માં પ્રતિષ્ઠિત થઈ હતી.૪૮ અમદાવાદમાં ઝવેરીવાડમાં આદીશ્વર ભગવાનના મંદિરમાં મૂલનાયકની મૂર્તિ નીચે સં. ૧૬૬૬(ઈ.સ. ૧૬૦૯)ને લેખ હોઈ એ મંદિર જહાંગીરના સમયનું ગણાય. એ મહેલામાંનું સંભવનાથનું કલામય મંદિર પણ એ જ સમયમાં બંધાયું જણાય છે.૪૯ પાટણમાં ઝવેરીવાડમાં અમરદત્તના પુત્ર કુંવરજીએ સં. ૧૬પર(ઈ.સ. ૧૫૯૬)માં ખરતરગચ્છના આચાર્ય જિનચંદ્રસૂરિના ઉપદેશથી પાર્શ્વનાથ અથવા વાડી પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું, જેની પ્રસિદ્ધિ એના કલામય કાઠમંડપ માટે પણ છે. એ મંદિરમાંના બાવન પંક્તિના લાંબા સંસ્કૃત લેખમાં ખરતરગચ્છના આચાર્યોની પટ્ટાવલિ આપી છે અને સોલંકી કાલથી માંડી જેના સમયમાં આ મંદિર બંધાયું તે અકબર પાદશાહના સમય સુધીના આચાર્યોની નામાવલિ સાથે પ્રત્યેકનો સંક્ષિપ્ત વૃત્તાંત એમાં આપ્યો છે. એમાં જણાવ્યું છે કે જિનચંદ્રસૂરિએ સં. ૧૬૪૮(ઈ.સ. ૧૫૯૨)માં ખંભાતમાં ચાતુર્માસ કર્યો ત્યારે એમના “અમિત મહિમાના શ્રવણથી ઉત્કંઠિત થયેલા અકબર પાદશાહે એમને મળવા બોલાવ્યા હતા. એમના ગુણસમુદાય વડે રંજિત થઈને અકબરે આષાઢ મહિનાની અષ્ટાહ્નિકાએ અમારિ ફરમાન તથા ખંભાતના સમુદ્રમાં મીનરક્ષણનું ફરમાન” કાવ્યું હતું અને આચાર્યને “સત્તમ” એવું યુગપ્રધાનપદ આપ્યું હતું. જિનચંદ્રસૂરિએ સં. ૧૬પર ના માઘ માસમાં પાદશાહની ઉપસ્થિતિમાં પિતાના શિષ્ય જિનહંસસૂરિને આચાર્યપદે થયા હતા. આ મંદિરના બાંધકામનું મુહૂર્ત સં. ૧૬૫૧ ના માગસર સુદ નવમી અને સોમવારના દિવસે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં થયું હતું એ ઉલ્લેખ શિલાલેખના આરંભમાં છે, પણ પ્રતિમાની સ્થાપનવિધિ “અલ્લઈ સંવત” (ઈલાહી સંવત) ૪૧ ના વર્ષે વૈશાખ વદ બારશ ને ગુરુવારે રેવતી નક્ષત્રમાં થયે હેવાન અંતમાં નિર્દેશ છે. અહીં વિક્રમ સંવતને ઉલ્લેખ જ નથી, કેવળ દીને ઇલાહી સનનો છે. એક જૈન દેવસ્થાનની પ્રતિષ્ઠાવિધિની નોંધ વિક્રમ સંવતને બદલે ઈલાહી સનમાં હોય એ બિનમુસ્લિમ પ્રજામાં અકબરની કપ્રિયતા દર્શાવે છે.પર . વિવેકહર્ષ ઉપાધ્યાયના ઉપદેશથી કચ્છના રાવ ભારમલ્લે ભૂજમાં રાજવિહાર નામનું અવભનાથનું જૈન મંદિર કરાવ્યું હતું અને સં. ૧૬૫૮(ઈ.સ. ૧૬૦૨)માં તપાગચ્છને સ્વાધીન કર્યું હતું. વિવેકહષે કચ્છના ખાખરા ગામમાં સં. ૧૬૫૭
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy