SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ મું] ભાષા અને સાહિત્ય [૩૨૯ મુહમ્મદ લતીફ વલદે મુહમ્મદ અલી ભરૂચી : ભરૂચના વતની હતા. એમણે “મિરાત ઉલ્ હિન્દી નામે ગ્રંથ લખે છે. એમાં ગુજરાતના પ્રદેશો પરગણું ઊપજ વહીવટ વગેરેની માહિતી આપવામાં આવી છે. ગુજરાતના વહાણવટા અંગેની હકીક્ત પણ એમાં છે. ઉપરાંત ભરૂચનો કિલ્લે તથા નર્મદા નદીની -તારીફ પદ્યમાં કરી છે. એ પુસ્તક શાહજહાંના સમયમાં લખાયું હતું. નાસિરુદ્દીન મુહમ્મદઃ એણે “દાસ્તાને બહેરામ ગેર' નામની કિતાબ લખી છે. એની એક નકલ કામ ઇટિના ગ્રંથાલયમાં છે. કમાલ સફી હુસેન ફરેઝી ભરૂચી : એણે હિ.સં. ૧૦૮૯ (ઈ.સ. ૧૬૭૮)માં “મઝહર ઉલ્ હક ફ બયાને ઇબાદત ઉસ સમા” નામને ધાર્મિક ગ્રંથ લખ્યો છે. એની એક નકલ મુંબઈના જામે મસ્જિદ કિતાબખાનામાં છે. | હ શાહ વહુદ્દીન અલવીપ૮ : તેઓ અરબી-ફારસીના જાણીતા વિદ્વાન અને સંત પુરુષ હતા. એમણે “શર રિસાલયે કેસ” નામનું ખગોળવિદ્યાનું એક પુસ્તક, “શરણે જામે જહાંનુમા” તથા “દીવાને વહ” વગેરે લખ્યાં છે. તેઓનું “બયઝાવી શરેહ નામે પુસ્તક અરબીમાં છે. ઉપરાંત હકીકતે મોહમદી' નામની એમની કૃતિ પણ જાણીતી છે." સૈયદ અબ્દુલ મલેક બિન સૈયદ મુહમ્મદ : એમણે હ. શાહ વજીહુદ્દીન અલવી ગુજરાતીને વૃત્તાંત આલેખે છે. એ ક્લિાબનું નામ “મલ કબીરી' છે. શેખ મુહમ્મદ સાલેહ ઉદ્દે પીરબાબા ઃ તેઓ અમદાવાદના વતની હતા. એમનું તખલ્લુસ 'ઈરફાન હતું. એમણે “નૂર ઉલૂ ઈરફાન” નામનું પુસ્તક લખ્યું છે. એમાં અમદાવાદની એક પ્રખ્યાત “મસા હિદાયતબક્ષીની તારીફ કરેલી છે. એમનું બીજું પુસ્તક તોહફત ઉલૂ ઈરફાન” છે. એમાં ઘોડાઓની હિફાજત કેમ કરવી એ માટે ૪૦ હદીસ આપી છે. અલબત્ત, એ અસલ અરબી ગ્રંથન ફારસી તરજુમો છે. સૈયદ હસન ઉફે શેખ હસનજી સુરતી : એમણે હ. પેગંબર સાહેબની તારીફમાં એક દીવાન લખ્યું છે. એનું નામ દીવાન દર મદહ સરવરે કાયનાત (સ. અ)” હતું. એ ઉપરાંત એમની સ્તુતિમાં “કસાયદે બે નુક્તા દર મદહે જનાબ રસૂલ અલ્લાહ(સ. અ)” લખ્યું છે. એમાંનાં બધાં સ્તુતિ-કાવ્યોમાં નુક્તા વગરના અક્ષરોથી બનેલા શબ્દ જ વાપર્યા છે. એ ઉપરાંત તેઓએ “ખમસા મનઝુમ” અને “હિસાબચે હઝાર બેત મનમ' પણ લખ્યાં છે.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy