SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૯] મુઘલ કાલ [» લખ્યા છે. એ દૈવી પ્રેરણા અને સહાયથી લખાયા હોય એમ મનાય છે. એમનું મૃત્યુ ઈ.સ. ૧૬૯૧ માં થયું. " ' શાહુ ભૂખમિયાં ચિશ્તી : અમદાવાદમાં તે ખૂબમિયાં ' નામથી ઓળખાતા. એમની એ મશહૂર કૃતિએનાં નામ ‘અવાજે ખૂખી’ અને ખૂબ તરંગ’ છે. તેઓએ ‘જામે જહાંનુમા' પર સરહ પણ લખી છે. એ બધી કૃતિએ સૂફીવાદ ઉપર છે. આ ત્રણેની હરતપ્રતેા હ. પીર મુહમ્મદશાહની દરગાહના કિતાબખાનામાં મેાજૂદ છે. એમણે એ ઉપરાંત ‘ અકીદતે ક્રિયા ' · ખુલાસયે મવજૂદાત' અને ‘રિસાલયે સુલહેકુલ' પણ લખ્યાં છે. ઈ.સ. ૧૬૧૪ માં એમનુ અવસાન થયું. એમની કખર અમદાવાદમાં કાર્િજની સામે હતુલમુલ્કની મસ્જિદ નજીક છે, ત્યાં દર વર્ષે ઉસ ઊજવાય છે. એ મસ્જિદ અત્યારે શાહખૂબની મસ્જિદ'ના નામથી ઓળખાય છે. ' 6 ' . હ. પીર મુહમ્મદશાહુ : તે પેાતાની ભરજુવાનીમાં અમદાવાદમાં આવ્યા, રહ્યા અને ત્યાં જ અવસાન પામ્યા. એમની ‘નૂરૂશ શુસુખ' નામની કિતાબ ધણી મશહૂર છે. એમાં મુશિ`ો અને મુરીદેના સિલસિલા નઝમમાં લખ્યા છે; જેવા કે મિલાતે શરફ' મિલાતે સનદ' પીરનામા' વગેરે, ‘નૂરૂશ્ શુસુખ' આ બધાને સંગ્રહ છે. આ ગ્રંથ ઈ.સ. ૧૭૨૭ માં પૂરા થયા. એમનું એક ફારસી દીવાન છે. એમાં ઇહામ મુઅમ્મા અને ગઝલા પણ છે. એમનુ એક ઉર્દૂ દીવાન પણ છે. આમાં મેટા ભાગે મરસિયા અને ગઝલ છે. ઉપરાંત ‘કુલ્લાહ' નામની કિતાબ પણ એમણે દક્ષિણી ઉર્દૂમાં લખી છે. આ તમામ કિતાખે। તસવ્વુઢ્ઢ અને નસીહતાથી ભરેલી છે. ઈ.સ. ૧૭૪૯ માં એમનું અવસાન થયું. એમને સલાહુદ્દીનની હવેલી પાસે દફનાવવામાં આવ્યા છે. ત્યાં એમના મુરીદેએ એક આલિશાન ઘૂમટવાળા મકબરા બનાવરાવ્યા છે. અને એક મસ્જિદ તથા બગીચા તૈયાર કરાવી એની સાથે સામેલ કર્યાં છે. એમાં એક કિતાબખાનું પણ છે, જેમાં ઘણી હસ્તલિખિત કિતાઓના સંગ્રહ છે, મીર રૂહુલ્લા ભરૂચી : બાદશાહ અકબરના ફરમાનથી એમણે વૈદ્યકના એક ગ્રંથ નામે ‘વાયેદ ઉલૂ ઇન્સાન' પદ્યમાં લખ્યા છે. બાદશાહ જહાંગીરની એગમને મંદવાડમાંથી સાજી કરવાને કારણે તેઓને ભરૂચ જિલ્લાનું એક ગામ ઇનામમાં મળ્યું હતું. >" એમના એક નબીરા નામે સૈયદ રૂહુલ્લા સાનીએ ‘ લર્જીત ઉલ્ હયાત નામને યુનાની વૈદ્યકના ગ્રંથ લખ્યા છે,
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy