SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષા અને સાહિત્ય (૨૯૭ મુનિ સાધુસુંદર ગણિ (ઈ.સ. ૧૯૨૪) : ખર. પાઠક સાધુકાતિના શિષ્ય મુનિ સાધુસુંદરગણિએ સં. ૧૬૮૦ (ઈ.સ. ૧૬૨૪)ની આસપાસ ૧. ધાતુરત્નાકર, ૨. “શબ્દરત્નાકર' અને ૩. “ઉક્તિરત્નાકર' તથા સં, ૧૬૮૩ માં પાર્શ્વનાથસ્તુતિ રચી છે. મુનિ ઉદયકીતિ (ઈ.સ. ૧૯૨૫) : વિમલકીતિ નામના જૈન મુનિએ પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણ અનુસાર સંસ્કૃત ધાતુઓનાં પદ જાણવા માટે પદવ્યવસ્થા-કારિકા નામથી સૂત્રને કારિકાઓમાં ઉતાર્યા છે. એના ઉપર ખરખરગ૨છીય મુનિ સાધુસુંદરના શિષ્ય મુનિ ઉદયકીર્તિએ સં. ૧૬૮૧(ઈ.સ. ૧૬૨૫)માં ટીકાગ્રંથની રચના કરી છે. ૫. જ્ઞાનપ્રદગણિ (ઈ.સ. ૧૯૨૫) : ખરતગચ્છીય રત્નધીરના શિષ્ય ૫. જ્ઞાનપ્રદગણિએ સં. ૧૬૮૧ (ઈ.સ. ૧૯૨૫) માં “વાભદાલંકાર નામના અલંકારવિષયક ગ્રંથ પર ટીકા રચી છે.. - મુનિ ભાવવિજ્ય (ઈ.સ. ૧૯૩૩) : તપા. મુનિવિમલના શિષ્ય મુનિભાવવિજયે સં. ૧૬૮૯ ઈ.સ. ૧૬૩૩) માં હિણપુરમાં “ઉત્તરાધ્યયનસૂત્ર' પર વૃત્તિ, સં. ૧૬૬૮ માં “ષત્રિશજજલ્પવિચાર અને સં. ૧૭૦૮ માં વીજાપુરમાં ચંપકમાલા' નામક કથાગ્રંથ રચ્યા છે. - મહે. વિનયવિજય (ઈ.સ. ૧૯૩૮ કે ૧૬૪૧) : તપા. હીરવિજયસૂરિના શિષ્ય મહાપા. વિનયવિજયે અમદાવાદથી નજીક આવેલા દારપુર (બારેજા) ગામથી સં. ૧૬૯૪ કે સં. ૧૬૯૭ માં ભિન્ન ભિન્ન છંદમાં કેટલાંક ચિત્રકાવ્યોથી વિભૂષિત (૧) ચિત્ર ચમત્કાર, (૨) અલંકાર ચમત્કાર, (૩) ઉદંત વ્યાવર્ણન, (૪) શેષચિત્ર ચમત્કાર અને (૫) દષ્ટાંત ચમત્કાર એ શીર્ષકથી ખંભાતમાં રહેલા આ વિજયાનંદસૂરિને ઉદેશી “આનંદલેખ” નામક “વિજ્ઞપ્તિ-પત્ર લખ્યો છે. વળી “કલ્પસૂત્ર' ઉપર “સુબેધિકા” નામની વૃત્તિ સં. ૧૬૯૬ માં, દીવમાં નયવિષયક દાર્શનિક ગ્રંથ, સં. ૧૭૦૮ માં પ્રકાશ' નામે પદ્યબદ્ધ ગ્રંથ, સં. ૧૭૧૦ માં રાધનપુરમાં હેમલઘુપ્રક્રિયા અને સં. ૧૭૧૭ માં એના પર હેમપ્રકાશ' નામે પજ્ઞ વૃત્તિ રચી. સુરતથી સં. ૧૭૧૮ માં “મેઘદૂત” સંદેશકાવ્યના છાયા–કાવ્યરૂપ થઈદૂત' નામથી મારવાડના જોધપુરમાં ચાતુમસ રહેલા ગચ્છનાયક આ વિજયપ્રભસૂરિને વિજ્ઞપ્તિપત્ર લખ્યો છે. ૧૭
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy