SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ મુ ] ભાષા અને સાહિત્ય ૮૯ ૧૫૭૨), ૬. જંબૂદીપ-પ્રાપ્તિ-વૃત્તિ (ઈ.સ. ૧૫૮૩), ૭. ગુર્નાવલી પદાવલી સવૃત્તિ, ૮. પયુંષણું શતક સવૃત્તિ, ૯. સર્વ શતક સવૃત્તિ, ૧૦. વર્ધમાન શ્રાવિંશિકા, ૧૧, ષડશશ્લોકી-ગુરુતત્તપ્રદીપિકા-વિવરણ એ ગ્રંથ રચ્ય છે. તેઓ મૂળ ગુજરાતમાં આવેલા લાડેલ ગામના વતની હતા. તેઓ સં. ૧૬પ૩ના કાર્તિક સુદિ ૯ ના દિવસે ખંભાતમાં સ્વર્ગસ્થ થયા હતા. કવિ હેમવિજયગણિ (ઈ.સ. ૧૫૭૬) એમણે સં. ૧૯૩૨ માં પાર્થ નાથચરિત્ર, સં. ૧૬પ૦ લગભગમાં “કસ્તુરીપ્રકર' નામને સૂક્તિગ્રંથ અને સં. ૧૬૫૬ માં ખંભાતમાં ઋષભશતક, કથારત્નાકર (સં. ૧૬૫૭) વગેરે ગ્રંથ રચ્યા છે. કીતિકિલ્લોલિની' કાવ્ય આ. વિજયસેનસૂરિની પ્રશસ્તિરૂપે રચ્યું છે. વળી ચતુર્વિશતિનિસ્તુતિ (શ્લેષમય સટીક)” “કમળબંધ સ્તુતિ “ચતુર્વિશતિસ્તોત્ર વગેરે અનેક સ્તંત્ર રચ્યાં છે. શત્રુંજય ઉપર કમશાહની પછી શેઠ તેજપાલે કરાવેલ જીર્ણોદ્ધારની પ્રશસ્તિ આ કવિએ રચી છે. એમણે “ વિજ્યપ્રશસ્તિ મહાકાવ્ય” નામક ગ્રંથ સં. ૧૯૮૧ માં ઈડરમાં ૧૬ સર્ગાત્મક ર તે પછી પિતે સ્વર્ગસ્થ થતાં એમના ગુરુભાઈ વિદ્યાવિજ્યના શિષ્ય મુનિ ગુણવિજયે પાંચ સગ રચી એ કાવ્ય પૂર્ણ કર્યું અને એ ૨૧ સર્ગો ઉપર ગુણવિજયે “વિજયદીપિકા' નામક ટીકા સં. ૧૬૮૮ માં રચી પૂર્ણ કરેલ છે. | કવિ હેમવિજયે ગુજરાતીમાં પણ કેટલીક રચનાઓ કરી છે. સં. ૧૬૬૧ માં મહેસાણામાં “કમલવિજયરાસ” અને “નેમિનાથ ચંદ્રાઉલો વગેરે જાણીતી રચનાઓ છે. પઘસાગરગણિ (ઈ.સ. ૧૫૭૭) : આ ગણિ સાહિત્ય અને દર્શનના પ્રખર પંડિત હતા. તેઓ સારા કવિ અને વાદિ હતા, એમણે દાર્શનિક રચના ઓમાં સં. ૧૬૩ (ઈ.સ. ૧૫૭૭)માં “નયપ્રકાશાષ્ટક સટીક “પ્રમાણપ્રકાશ સટીક” અને “યુક્તિપ્રકાશ સટીક રચ્યાં છે. કાવ્યકૃતિઓમાં સં. ૧૬૩૪માં પાંચ સર્ગમાં “શીલપ્રકાશ કાવ્ય રચ્યું છે. એમણે “યશધરાચરિત્ર' “કર્મપરીક્ષા તિલકમંજરી–વૃત્તિ' “તિલકમ જરી-સાર', સં. ૧૬૫૭ માં “ઉત્તરાધ્યયન કથાસંગ્રહ” અને સં. ૧૬૪૬ ના વર્ષ પહેલાં “જગદ્ગુરુ' નામક કાવ્ય રચ્યું છે. જગદગુરુ કાવ્ય” એ કવિની ઐતિહાસિક પ્રાસાદિક રચના છે. આ. હીરવિજયસૂરિ, ઈ-૬-૧૯
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy