SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ (ઝ, મુઘલ કાલ જોકે એણે પોતે જણાવ્યા અનુસાર એનું પુસ્તક હિ. સં. ૧૦૩૦(ઈ.સ. ૧૭૧૭)માં લખાયું હતું. ખાફીખાન મુઘલકાલીન ભારતના ઇતિહાસ-લેખકમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. છેક તીમૂરના વંશથી શરૂ કરીને એણે અકબરના સમય સુધીનો ઈતિહાસ અન્ય તવારીખેને આધારે આપ્યો છે, જ્યારે પછીને ઇતિહાસ સાંભળેલી, જોયેલી અને જાતતપાસ કરેલી વિગતો પર આધારિત છે. ઔરંગઝેબના સમયના બયાનમાં એણે ગુજરાત અંગે ખૂબ ઝીણી ઝીણી વિગત આપી છે, જેવી કે મુરાદબક્ષે અમદાવાદમાં સિક્કા પડાવ્યા અને પિતાના નામને ખુબ પઢા, સુરતના કિલ્લાને ઘેરો ઘાલ્યો અને એને સુરંગ વડે ઉડાવી દીધે, વગેરે. ઔરંગઝેબ પછીના મુઘલ કાલ દરમ્યાનને ઈતિહાસ રાય બિંદ્રાવને લખેલા ‘લુખ્ખત તવારીખે હિંદીમાં મળે છે. આ પુસ્તકમાં ઈ.સ. ૧૬૮૯ સુધી વૃત્તાંત છે. એના ત્રીજા પ્રકરણમાં ગુજરાતને મુઘલ સૂબાઓને લગતા વૃત્તાંત છે. ઈ. સ. ૧૯૯૫માં લખાયેલ સુજાનરાય બટાલૂવી-રચિત “ખુલાસતુત તવારીખના એક પ્રકરણમાં પણ ગુજરાતના સૂબાઓના સમયની રાજકીય ઘટનાઓનું વિગતવાર અને પ્રમાણભૂત નિરૂપણ મળે છે. ઈ.સ. ૧૭૦૮ માં જગજીવનદાસે લખેલ મન્તખબુત તવારીખ નામના હિંદના ઇતિહાસમાં, ઈ.સ. ૧૭૧૯૨૦માં મુહમ્મદ હાદી કામવરખાને લખેલ ગુલશને મુહમ્મદશાહીમાં. ઈ.સ. ૧૭૩૫-૩૬માં મુહમ્મદઅલીએ લખેલ બુરહાનુલકુતૂહમાં, ઈ.સ. ૧૭૩૭ સુધીના કન્જમહઝ માં. ઈ.સ. ૧૭૭૮ સુધીના કુદતુલ્લાહ સાદિકીના “જામે જહાંનુમામાં, ઈ.સ. ૧૭૯૨ માં મુનશી હિરમે લખેલા “ રાહાવલીમાં હરસુખરાયે ઈ.સ. ૧૮૦૫ સુધી લખેલ “મજમલ અખબારમાં અને સદાસુખ દહેલવીના ઈ.સ. ૧૮૧૭ સુધીના બનાવોની નેંધ કરતા ઈતિહાસ “મન્તખબુત તવારીખમાં ભારતના ઈતિહાસના વિગતવાર વર્ણનમાં ગુજરાતના ઇતિહાસને લગતા પ્રકરણને પણ સમાવેશ થયો છે, જેમાંથી રાજકીય ઈતિહાસને લગતી માહિતી વિશેષ મળે છે. અલી મુહમ્મદખાન-કત “મિરાતે અહમદી' મરાઠા કાલમાં ઈ.સ. ૧૭૬૧માં લખાયેલ આધારભૂત ઇતિહાસ છે. તવારીખ-લેખક પતે છેલ્લે બાદશાહી દીવાન હતો. હેદ્દાની રૂએ રાજ્યનાં દફતર એને હસ્તક હતાં. એણે ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને પિતાની ને તૈયાર કરી ત્રણ ભાગમાં આ પુસ્તક લખ્યું હતું. એના પહેલા બે ભાગમાં ગુજરાત મુઘલ સામ્રાજ્યને ભાગ બન્યું ત્યારથી માંડીને પાણીપતના ત્રીજા યુદ્ધ (ઈ.સ. ૧૭૬૧) સુધીને વિગતપૂર્ણ ઈતિહાસ છે. બંને ભાગોમાં મુઘલ સૂબાઓ અંગે ઝીણવટભરી માહિતી છે. એમાં સૂબાઓ પર આવતાં હુકમો ફરમાનો પરવાના વગેરેનો સમાવેશ થયે છે તે અદ્વિતીય છે.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy