SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧g] સાધન-સામગ્રી ઝીણવટથી આપી છે, અકબરે કરેલી ગુજરાત પરની ચડાઈઓમાં અબુરહીમ હાજર હતા અને ચડાઈમાં તે એ સિપેહસાલાર પણ હતા. વળી એ ગુજરાતમાં સૂબેદાર તરીકે પણ રહ્યો હતો. એની સૂબેદારીની અને એણે ગુજરાતની બજાવેલી ઉત્તમ સેવાઓની નોંધ “મઆસિરે રહીમી'માંથી મળે છે. | મુહમ્મદ કાસિમ ફિરિતાએ એને ગ્રંથ “તારીખે ફિરિશ્તા' જહાંગીરના સમયમાં ઈ.સ. ૧૬૧૧ માં પૂરો કર્યો હતે. એમાં ઈ.સ. ૧૫૮૩ સુધીને ગુજરાતને સળંગ ઈતિહાસ આપ્યો છે, જોકે લેખકે કેટલીક પ્રાસંગિક માહિતી છેક ઈ.સ. ૧૬૧૧ સુધીની આપી છે. જહાંગીરના સમયની માહિતી જહાંગીરની પિતાની આત્મકથા “તુઝુકે જહાગીરીમાં મળે છે. એમાં જહાંગીરે પોતે લીધેલી ગુજરાતની મુલાકાત અને ગુજરાત અંગેના અનુભવોનું રસપ્રદ બયાન કર્યું છે, જે સાંસ્કૃતિક ઇતિહાસની દૃષ્ટિએ ઘણું ઉપયોગી છે. મુહમ્મદ હાદીએ “તતિમ્મએ વાકેઆતે જહાંગીરી” લખી હતી, જેમાં એણે “તુર્કે જહાંગીરીમાં વર્ણવેલા બનાવો પછીના બનાવેલું નિરૂપણ કર્યું છે. એમાં ગુજરાતને લગતા છુટાછવાયા ઉલ્લેખ મળે છે. વળી છે. મૌતમદખાનની “ઈકબાલનામ-એ જહાંગીર” અને કામગારખાનની “મઆસીરે જહાંગીરીમાં પણ પ્રસંગે પાત્ત ગુજરાતના ઉલ્લેખો આવે છે. “મઆસીરે જહાંગીરી’ શાહજહાંના આદેશથી લખાયેલો જહાંગીરના સમયને પૂરે ઈતિહાસ છે; જોકે એમાં છેક ઈ.સ. ૧૬૩૦-૩૧ સુધીની કેટલીક માહિતી મળે છે. શાહજહાંના સમયનો ઈ.સ. ૧૬૫૪ સુધીનો વિગતવાર ઈતિહાસ અબ્દુલૂહમિદ લહારીએ લખેલા “બાદશાહનામહ”માં મળે છે. આ ગ્રંથમાં ઈ.સ. ૧૩૦ માં ગુજરાતમાં પડેલા મહાદુકાળનું વર્ણન અને ઔરંગઝેબના ગુજરાતની સૂબાગીરી દરમ્યાન બનેલા બનાનું વર્ણન વિશેષ અગત્યનાં છે. શાહજહાંના કાલના ઇતિહાસ માટે મુહમ્મદ સલિલ કમ્મુએ રચેલ “અમલે સાલેહ’ યા “શાહજહાંનામહ અને એ પુસ્તકને આધારે સુધારીલાલ નામના હિંદુએ લખેલી તેહફએ શાહજહાની” પણ ઉપયોગી છે. એમાં શાહજહાંના જન્મથી માંડીને મૃત્યુ સુધીની તવારીખ આપી છે, જેમાં પ્રસંગે પાત્ત ગુજરાતને લગતા મહત્વના ઉલ્લેખ આવે છે. ઔરંગઝેબના સમયના ગુજરાત વિશેની જાણકારીનું મુખ્ય સાધન ખાફી. ખાનનું પુસ્તક “મુન્તખબુલબાબ છે. ખાફીખાન ઔરંગઝેબનો સમકાલીન હતો.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy