SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ આર્થિક સ્થિતિ (૨ ) 34. Commissariat, op, cit., p. 455. ઔરંગઝેબના સમયમાં સુરતની ટંકશાળમાં પડતા સિક્કાની સેના-ચાંદીમાં ભેળસેળ થતી હોવાનું બહાર આવ્યું હતું. સુરતમાં અને ખંભાતમાં પડેલી અશરફીઓ અને રૂપિયાનો કસ કઢાવી એ બંને વચ્ચેનો તફાવત નક્કી કરવામાં આવ્યો હતા, ને પરિણામે સુરતની ટંકશાળના અમલદાર અને કારીગરોનો એક લાખ રૂપિયા દંડ કરવામાં આવ્યો હતો (ઈશ્વરલાલ ઈ. દેસાઈ, “સૂરત સેનાની મૂરત,” પૃ. ૮૪). ૩૭. “મિરાતે અહમદી' (ગુજ. ભાષાંતર), . ૨, પૃ. ૧૬૮-૭૦ ૩૮. “ગણિતસાર” જેવાં પ્રાચીનતર કેઠકોમાં “સેઈ” એવું નામાંતર પણ મળે છે. ૩૯. એ જ, પૃ. ૧૭૧-૭૨. સંભવતઃ મુઘલ કાલમાં લખાયેલા એક જૂના હસ્તલિખિત પાનામાંથી “સોનીની પારસી' ડ. ભોગીલાલ સાંડેસરાએ પ્રગટ કરી હતી (બુદ્ધિપ્રકાશ”, ઓગસ્ટ, ૧૯૫૨). ગુજરાતના ધંધાદારીઓ અને તથાકથિત ગુનેગાર જાતિઓની “પારસીઓને એક સંગ્રહ હૈ. ભાનુપ્રસાદ ચોકસીએ તયાર કર્યો છે અને એ વડેદરા પ્રાગ્ય વિદ્યામંદિરની શ્રી સયાજી સાહિત્યમાળામાં પ્રગટ કરવાની આજના થઈ છે. xo. Commissariat, op. cit., pp. 110 f. l. Jadunath Sarkar, History of Aurangzeb, Vol. I, p. 82 અહીં નોંધવું પ્રસ્તુત થશે કે સૌરાષ્ટ્રમાં હાથી હતા અને એ હાથીનું કદ નાનું હત એવો ઉલ્લેખ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં છે. આ તે મૌર્યકાલની વાત થઈ. મુઘલ કાલમાં તેમ એના ઘણા સમય પહેલાં સૌરાષ્ટ્રનાં જંગલમાં હાથી થતા હોવાને કેઈ નિર્દેશ મળતો નથી. પાલનપુર સાચોર નવાનગર હળવદ અને કાંકરેજ આસપાસ ચિત્તા થતા હોવાની નોંધ મિરાતે કદી માં છે. શિકાર માટે એ ચિત્તાઓની માંગ મુઘલ દરબારમાં રહેતી. ચિત્તાને પકડવા માટે અને શિકારની તાલીમ આપવા માટે એક જુદું ખાતું ગુજરાતમાં હતું.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy