SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ આર્થિક સ્થિતિ [૧૫ કુલી–ખંભાત બંદરમાં ૩ર શેરને કહે છે. કુલા-કાચા એક મણ દસ શેરને કહે છે, કટરા--ડાંગર જોખવાનું વજન. ખંભાત બંદરે કાચા પાંચ મણ દસ શેરનું થાય છે. ભાર––૧૬ મણનો થાય છે. કુપા–લેઢાની દાંડીવાળું આ ત્રાજવું છે, પણ એને એક જ પલું હેય છે અને દાંડી ઉપર તેલવા માટે એક પથરે બાંધે છે. એમાં એક મણથી ૨૮ મણ સુધી તળાય છે. જથાબંધ વેપારની જુદી જુદી ચીજોમાં કેટલા શેરનો મણ ગણાતે એનું વિગતવાર કાષ્ઠક “મિરાતે અહમદી "એ આપ્યું છે. સની ઝવેરીની ધંધાદારી છૂપી બોલી–“પારસીનું પણ એક પ્રકરણ એમાં છે.૩૯ મુઘલ સત્તાની આર્થિક સમૃદ્ધિ અને લશ્કરી સામર્થ્યમાં ગુજરાતનાં જંગલે અને વન્ય સૃષ્ટિનો ફાળો નગણ્ય નહેતો એ છેલ્લે અહીં નોંધવું પ્રસ્તુત થશે. ગુજરાતના કેટલાક ભાગમાં ગાઢ જંગલ હતાં. શાહજહાંના સમયમાં ઈ.સ. ૧૬૩૦ માં રાજપીપળાના જ ગલમાંથી ૧૩૦ હાથી પકડવામાં આવ્યા હતા, જે પૈકી ૭૦ હાથી–નર અને માદા–જીવતા દિલ્હી પહોંચ્યા હતા અને પાદશાહને નજર કરવામાં આવ્યા હતા. ઈ.સ. ૧૬૪૬ માં ઔરંગઝેબની સૂબાગીરી દરમ્યાન દાહોદ અને ચાંપાનેરનાં જંગલમાંથી ૭૩ હાથી પકડવામાં આવ્યા હતા.૪૧ પાદટીપ 1. Commissariat. History of Gujarat, Vol. 11, pp. 349-71 ૨. ગુજરાત સર્વસંગ્રહ, પૃ. ૨૫૪ ૩. એ જ, પૃ. ૨૫૪-૫૫ ૪. એ જ, પૃ. ર૫૫ ૫. એ જ, પૃ. ૨૫૭ ૬. . જ. સાંડેસરા, પટોળાં વણનાર સાળવીએાના ઇતિહાસ ઉપર કેટલાક પ્રકાશ,” “સશેાધનની કેડી,” પૃ. ૨૪૪-૫૦ ૭. ઉદાહરણ તરીકે જુઓ આચાર્ય જિનવિજ્યજી-સંપાદિત એતિહાસિક જન ગુજર કાવ્યસંચય', આચાર્ય વિજયધર્મસૂરિ-સંપાદિત “ઐતિહાસિક રાસ-સંગ્રહ આદિમાંનાં કાવ્યો. ૮. Commissariat, op. cit, p. 416 ૯. Ibid, pp. 120 127, 303 ૧૦. Ibid, pp. 306 ft ૧૧, bid, pp. 352 f
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy