SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૮મું] આર્થિક સ્થિતિ [૨૬૫ નિકાસ થતો માલ મુખ્યત્વે આ પ્રમાણે હતો : ચેખા સિંધ કેકણ મલબાર આફ્રિકા અને અરબસ્તાનમાં, ઘઉં ભલબાર અરબસ્તાન અને આફ્રિકામાં, કઠોળ અને તલ મલબારમાં, રૂ મલબાર અને અરબસ્તાનમાં, મરી ઈરાનમાં, અફીણ -ઈરાન મલબાર પેગુ અને મલાયામાં, ગળી ઈરાની અખાત અને રાતા સમુદ્રના પ્રદેશમાં તથા કેકણમાં, ઘોડા મલબાર અને કેકણમાં, અકીકનાં ઘરેણાં મલબાર અરબસ્તાન રાતા સમુદ્રના પ્રદેશમાં તથા પૂર્વ આફ્રિકામાં અને સૂતર તેમ રેશમી અને સુતરાઉ કાપડ અને કામળા શેતરંજીઓ પેટી પલંગ ખરાદીકામ અને હાથી દાંતનાં રમકડાં જેવી ચીજો અનેક દેશોમાં જતી. અમદાવાદને કિનખાબ તથા રેશમી અને સુતરાઉ કાપડ ખંભાત આવતાં અને ત્યાંથી વહાણ ભરીને પશ્ચિમ અને પૂર્વના વિદેશી બંદરોએ જતાં. સુતરાઉ કાપડ તો ખંભાતથી એટલું ચડતું કે ખંભાતને “દુનિયાનું વસ્ત્ર” કહેતા. ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે અકબર ઉપર લખેલા પત્રમાં અકબરને ખંભાતનો રાજા' કહ્યો છે. આફ્રિકાના સમુદ્રકિનારાના પ્રદેશમાં ગુજરાતના સુતરાઉ કાપડનો એટલે ખપ હતો કે એનાથી સેગણું કિંમત સોનામાં આપવામાં આવતી. મલાયાના ટાપુઓમાં માણસની ઊંચાઈ જેટલે આ કાપડનો ઢગ અપાતા ત્યારે પકડાયેલા કેદીને છુટકારો થત સત્તરમા સૈકામાં ગુજરાતનું જ નહિ, પણ મુઘલ સામ્રાજ્યનું સૌથી આબાદ બંદર સુરત હતું. એ સમયના સુધરેલા જગતના પ્રત્યેક દેશના વેપારીઓ અને વહાણ સુરતમાં નજરે પડતાં. અંગ્રેજ વેપારીઓ પ્રથમ સને ૧૬૦૮ માં સુરતમાં આવ્યા અને એમણે ૧૬૧૧ માં સુરત અમદાવાદ ખ ભાત ઘોઘા વગેરેમાં વેપાર કરવાનો પરવાનો મેળવ્યું. ડચ અને કેજોએ પણ સુરતમાં કાઠી નાખી અને ડચોએ સુરત ઉપરાંત અમદાવાદ ભરૂચ વડોદરા ખંભાત અને સરખેજમાં પણ કાઠીઓ નાખી. પોર્ટુગીઝાને પણ સુરતના વેપારમાં રસ હતો અને જુદા જુદા યુરોપીય દેશનાં વેપારી જૂથે કે રાજ્યાશ્રિત વેપારી કંપનીઓ ત્યાં પરસ્પરની સ્પર્ધા કરતાં હતાં. સારાંશ કે સુરત આંતરરાષ્ટ્રિય ૫ રનું અને પ્રવાસનું કેદ્ર હતું. ત્યાંનાં વહાણ દક્ષિણમાં કેકણ મલબાર લંકા, પશ્ચિમે અરબસ્તાન આફ્રિકા અને ઈરાની અખાતનાં બંદરેએ તથા પૂર્વ બંગાળ પગુ સુમાત્રા જાવા અને ચીન સુધી અવરજવર કરતાં. સુરતથી બાર માઈલ દૂર સુંવાળી ગામે મેટાં વહાણ લંગર નાખતાં અને ત્યાંથી માલ ઉતારી ગાડામાં અથવા મછવામાં ભરી સુરતમાં લવાતો. સુરતના ઘણાં હિંદુ વેપારીઓ જાવા અને સુમાત્રામાં રહેતા. સુમાત્રાના પ્રાચીન બંદરમાં એમનો એક જુદે મહેલે હતો. દેશાવર સાથેના આ તહેવારને કારણે વહાણ બાંધવાનો મોટો ઉદ્યોગ સુરતમાં
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy