SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪] મુઘલ કાલ [%. ' કેંદ્ર અમદાવાદ અને ઐતિહાસિક બંદર ખંભાત હુન્નરઉદ્યોગ અને વેપારનાં ધીકતાં કેંદ્ર હતાં. પ્રાયઃ આ વસ્તુને અનુલક્ષીને ‘ હીરસૌભાગ્ય ક્રાવ્ય 'ના કર્તા દેવવિમલગણ કહે છે : श्रीस्तम्भतीर्थं पुटभेदनं च यत्रोभयत्र स्फुरतः पुरे दे | अहम्मदाबादपुराननाया: किं कुंडले गुर्जर देशलक्ष्म्याः ॥ (સગ ૧, શ્લોક ૬૬) ( અર્થાત્ અમદાવાદ જેનુ મુખ છે તેવી ગુર્જરદેશની લક્ષ્મીનાં ખભાત અને પાટણ એ જાણે કે બંને બાજુ રફુરાયમાણુ થતાં કુંડળ છે.) ૧૭મા સૈકામાં ગુજરાતની મુલાકાતે આવેલા યુરોપીય મુસા ાનાં—મેન્ડસ્લે (ઈ.સ. ૧૬૩૮), ટેવરનિયર (ઈ.સ. ૧૬૪૧-૬૭), થેવેના (ઈ.સ. ૧૬૬૬) અને જ્હોન ફ્રાયર(ઈ.સ. ૧૯૭૪-૭૫)નાં-પ્રવાસવર્ણન ગુજરાતના હુન્નરઉદ્યોગ અને વેપારની આબાદ સ્થિતિની સાક્ષી પૂરે છે, ૧ ખંભાતના અખાતનેા બંદર આગળના ભાગ પુરાઈ જવાથી નાનાં વહાણ જ સેાળમી–સત્તરમી સદીમાં ખંભાત બદરે આવી શકતાં તથા ખંભાત આયાતનિકાસ થતા માલ ધેશ્વા અને ગધાર બંદરે અટકતા ને ત્યાંથી હાડીએ ભરી ખભાત લઈ જવાતા અને હાડીઓમાં ખંભાતથી ચડતા; આમ છતાં ખંભાતની આબાદી લગભગ પૂર્વવત્ હતી.૨ એ સમયમાં મુખ્ય આયાત માલ આ પ્રમાણે હતેા : તામુ` સીસુ પા હીંગળાક અને ફટકડી એડન ગાવા અને ચેથા, સેાનુ` મા એરમઝ એબિસિનિયા અને આફ્રિકાનાં અન્ય સ્થળેાએથી, ચાંદી રાતા સમુદ્ર અને ઈરાની અખાતનાં બંદરાઓથી, હીરા દક્ષિણ ભારતમાંથી, માણેક પેગુ અને લંકાથી, નીલમ ઈરાનથી, ચેાખા એલચી સેાપારી અને નારિયેળ મલબારથી, પાન મલબાર અને વસઈથી, અફીણ મડ અને સૂ' અરબસ્તાનથી, કિસમિસ અને ખજૂર ઈરાનથી, હરડે બહેડાં અને તેજાના કામુલથી, લવિંગ મેથ્યુકાસથી, જાયફળ અને જાવંત્રી પેગુથી; સુખડ ટીમે રથી; કપૂર મેર્નિયા અને સુમાત્રાથી, તજ લંકા અને જાવાથી, ભરી બંગાળ મલબાર લંકા સુમાત્રા અને જાવાથી, ધાડા ઈરાન અરબસ્તાન અને કાખુલથી, હાથી લકા અને મલબારથી, હાથીદાંત આફ્રિકાથી, લાખ પેથ્રુ અને માર્તાખાનથી, અંબર આફ્રિકા સોકેટ્રા અને માલદીવથી મલમલ બગાળ અને કાંકણથી અને બિલેારી કાચ ચીન તથા માāબાનથી.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy