SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮] મુઘલ કાલ એમણે એ વિશે લખેલા એક લેખમાં બીજા સિક્કાઓ પર સ્પષ્ટ મળતા “સીતપુર વિશે એ સૂચન કર્યું કે સિદ્ધપુરમાં અકબરે એની માતા હમીદાબાનું બેગમની અમુક ધાર્મિક વિધિ કરી હતી ત્યારે ત્યાં સિક્કા પડાવ્યા હશે અને એ પર ટંકશાળનું નામ “સીતપુર” અંકિત કરાવ્યું હશે. બીજા શબ્દોમાં, એમણે સીતપુર એ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું સિદ્ધપુર એવું સૂચન કર્યું (JNSI, Vol. V, P. 76f.), પરંતુ સિદ્ધપુર વિશેને મુસ્લિમ તવારીખમાં આવેલા ઉલેમાં સિદ્ધપુરનું આ રૂપ મળતું નથી, એટલે “સીતપુર સિદ્ધપુર માટે વપરાયું હોય એમ લાગતું નથી. મહમૂદ બેગડાના સમયમાં ચાંપાનેરમાં ટંકશાળ સ્થપાઈ હતી. મુઘલ સમ્રાટ હુમાયૂએ ડિ.સ. ૯૪૨(ઈ.સ. ૧૫૩૫)માં ચાંપાનેર જીત્યું ત્યારે એ વર્ષમાં અહીંથી ચાંદી અને તાંબાના સિકકા બહાર પડ્યા હતા. આમાંના ઉપલબ્ધ સિક્કાઓની સંખ્યા થોડી છે. ચાંદીના સિક્કા હુમાયૂએ ભારતની બીજી ટેકશાળમાંથી પાડેલા સિક્કાઓની ભાતના છે. ચાંપાનેરવાળા ચાંદીના સિક્કા પર એક તરફ ધાર્મિક કલમે અને ચાર ખલીફાનાં નામ તેમજ બીજી તરફ બાદશાહનું નામ, લકબ, ટંકશાળ-નામ તેમ હિજરી વર્ષવાળું લખાણ છે.*9 તાંબામાં લાહોરના પંજાબ મ્યુઝિયમમાં બે ભાત નેંધાઈ છે, જે લગભગ એક જેવી છે. એક તરફ તારણે ૪૨ ચંપાનેર (૯૪ર વર્ષમાં ચંપાનેર) અને બીજી તરફ નવ રાહે મુરારમ (વંદનીય શહેરમાં ટંકા) એવું લખાણ છે.૪૮ બીજી ભાતમાં આગલી તરફ જ શબ્દ ઉમેરાયો છે, જેથી આખા લખાણને અર્થ “૯૪૨ માં ચંપાનેરની ફતેહ' એવો થાય.૪૯ હિ.સ. ૯૪રના આ થોડા સિક્કાઓ પછી અહીંથી કઈ મુઘલ સિક્કો - પડ્યો નથી, કેમકે ગુજરાતમાં ફરી ગુજરાતના સુલતાનેનું રાજ્ય સ્થપાયું અને પછી અકબરે ગુજરાત જીત્યું એ અરસામાં તો ચાંપાનેર વેરાન થઈ ગયું હતું. પાદટીપો ૧. આને અર્થ આમ પણ ઘટાવી શકાય : અલાહ અકબર છે, તેને “જલાલ' (ગોરવ) ગોરવવંત ! 2. Gana HiE ozil Numismatic Supplement (NS), No. II, p. 235; No. VI, p. 266; Vol. XXIV, p. 463.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy