________________
પરિશિષ્ટ
ગુજરાતની ટંકશાળમાં પડાયેલા સિક્કા
[૨૩૭
ધાતુનું કદ નાનું હોવાથી મોટા ભાગનું લખાણ અંકિત થયું નથી છતાં, જે બેત્રણ શબ્દ આવ્યા છે તે પરથી આ સિક્કા શાહઆલમના ગદ્ય લખાણવાળા સિક્કાઓ જેવા છે.૪૩
૧૧, વડોદરા વડેદરાની ટકશાળમાંથી બહાર પડેલા શાહઆલમ ૨ જે અને મુહમ્મદ અકબર ૨ જાના નામવાળા સિક્કા ઉપલબ્ધ છે, જે વડેદરાના ગાયકવાડ રાજા
એ ટકાવ્યા હોવા જોઈએ, પણ બનાવટ લખાણ વગેરેમાં એ આ બાદશાહની બીજી ટંકશાળાના સિક્કા જેવા છે. સિક્કાઓ પર ટંકશાળ-નામ વરીયા (=વોરા) અંકિત છે.
અહીંના શાહઆલમ ૨ જાના ચાંદી અને તાંબું એ બંને ધાતુઓના સિક્કા નોંધાયા છે. ચાંદીને સિક્કો લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં હોવાનું કહેવાય છે, પણ એ અપ્રકટ હેઈ એનાં લખાણ અને ભાત વિશે માહિતી નથી. એના તાંબાના સિક્કાને એકમાત્ર નમૂને લાહોરના પંજાબ મ્યુઝિયમની સિક્કા-સૂચિમાં નોંધાયો છે, જે એના રાજ્યકાલના ૪૪મા વર્ષમાં બહાર પડયો હતો અને એના નામની પઘપક્તિવાળું લખાણ ધરાવતી ભાતને છે.
આ સિક્કા પર મોટા ભાગનું ટંકશાળના નામ સહિતનું લખાણ કપાઈ ગયું છે, પણ એ વડેદરા ખાતે ટંકાયો હતો એ ત્યાંના ટંકશાળ–ચિહ્ન પરથી નિશ્ચિત થાય છે.
અકબર ૨ જાને તાંબાનો એક સિક્કો ઈ.સ. ૧૯૦૪માં લખની મ્યુઝિયમ માટે ખરીદવામાં આવેલા એક ખાનગી સંગ્રહમાં હતો એમ એ વિશેની એક નોંધ પરથી જણાય છે,૪પ પણ ત્યાર પછી પ્રકાશિત થયેલી લખનૌ મ્યુઝિયમની બે સિક્કા-સચિઓમાંથી એકેયમાં પણ એનું વર્ણન અપાયું નથી એટલે આવા સિક્કા વિશે કંઈ વધુ વિગત આપવી શક્ય નથી. /
૧૨ ઇતર ટંકશાળે આ ઉપરાંત પોરબંદર અને સિદ્ધપુરને સિક્કા-સાહિત્યમાં થોડા સમય પહેલાં મુઘલ ટંકશાળનાં સ્થળ તરીકે સૂચવવામાં આવ્યાં હતાં, પરંતુ પછી માલૂમ પડયું છે કે ત્યાં મુઘલ ટકશાળ હતી નહિ ૪૬
અકબરના સમયમાં એક ટંકશાળ સીતપુર ખાતે હતી. નેલ્સન રાઈટ અને બીજા સિકકાશાસ્ત્રીઓના મતે આ સીતપુર તે પંજાબના મુલતાન પાસે આવેલું છે. આ ભાતના અમુક સિક્કાઓ પર “સીમૂર' જેવી જોડણી હતી અને એવી સ્પષ્ટ જોડણીવાળો એક સિક્કો છે. વાસુદેવશરણ અગ્રવાલ પાસે આવ્યો ત્યારે