SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮] મુઘલ કાલ ઝિ.૫ મું અને કેરલ પરગણાનું અડધું મહેસૂલ આપવામાં આવ્યું. પાછળથી સુધારો કરવામાં આવતાં ૨/૩ ભાગ જેટલું મહેસૂલ કરવામાં આવ્યું હતું. ૧૭૪૩ માં મમીનખાનનું અવસાન થતાં મુઘલ બાદશાહે નવા સૂબેદારની નિમણૂક ન થાય ત્યાં સુધી સ્વર્ગસ્થ મોમીનખાનના ભાણેજ ફિદાઉદ્દીનખાન અને મોમીનખાનના પુત્ર મુતખીરખાનને સંયુક્ત રહી વહીવટ ચલાવવાને હુકમ કર્યો. આ વખતે આનંદરાવ નામના હિંદુએ રંગોજી સાથે મળી જઈ રંગજી સમગ્ર અમદાવાદ પર કબજો જમાવી લે એ માટે ખટપટો કરી, પરંતુ એમ કરવા જતાં આનંદરાવને બૂરી હાલત ભરવું પડયું અને રંગજીને શેરખાન બાબીના ચોકીપહેરા નીચે કેદી બનવું પડયું. એ સ્થિતિમાં રંગેજીને વિરમગામ અને બે રસદના કિલ્લા મુઘલને સોંપી દેવા કબૂર થવું પડયું. રંગેજીને કેદ પકડી એની પાસેથી દસ લાખથી ઓછી નહિ તેવી રકમ અમદાવાદના સૂબેદારે (ફિદાઉદીને) ભાગી છે એ પત્ર (મે ૩૧, ૧૭૪૩) ખંભાતની અંગ્રેજ કેઠી તરફથી સુરતના જેમ્સ હેપને લખાયો હતો. તેમાં એ કાર્યને બદલે દામાજીરાવ “મુર” (અ ગ્રેજ) લોકે પર સખતાઈ અને ઘાતકીપણે લેશે એવો ભય બતાવવામાં આવ્યો હતો. ૨૩ થોડા વખત પછી પાટણના જવાંમર્દખાન બાબીએ કુનેહથી ગુજરાતની સૂબેદારી પોતાને હાથ કરી લેતાં સર્જાયેલી અવ્યવસ્થાને લાભ લઈ રંગેજી શેરખાનની પકડમાંથી છૂટી જઈ પોતાના ગઢ બેરસદમાં જઈ પહેઓ. ફિદા ઉ. દીનને પત્ર લખી તાજેતરમાં દામાજીરાવની માલમિલકત લુંટવા અને અન્ય નુકસાન કરવા બદલ બે લાખ રૂપિયાની માગણી ધમકી સાથે મૂકી. આ સમયે. જ જવાંમર્દખાને નવા સૂબેદાર તરીકે સત્તા હાથમાં લઈ લીધી. આ અરસામાં દામાજીરાવને ભાઈ ખંડેરાવ બોરસદ આવ્યું. રંગેજી અને ખંડેરાવે ભેગા મળીને પેટલાદને ઘેરે ઘા અને મુઘલ ફેજદાર પાસેથી એ લઈ લીધું. નવા મહિના બાદ રંગજીએ જવાંમર્દખાન પાસેથી એ વિધિસર લઈ લીધું. ૧૭૪૩ થી અમદાવાદ, સુરત અને ખંભાતના સ્થાનિક મુસ્લિમ ઉમરામાં સત્તા માટેની સાઠમારી અને શત્રુઓ એમાં પણ વિશેષ કરીને મરાઠાઓ સાથે કરવામાં આવતાં કામચલાઉ જોડાણ અને જુદા પડવાની તથા ભંગાણ પડવાની. પ્રક્રિયા ચાલુ રહી ૧૭૪૯ માં તારામાં રાજા શાહનું અવસાન થયું અને ત્યાં તારાબાઈ અને પેશવા બાલાજીરાવ વચ્ચે ભારે સંઘર્ષ જો. ૧૭૫૧ માં પેશવાએ યશવંતરાવ દભાડે પાસે ગુજરાતના અડધા પ્રદેશોની માગણી કરી, પરંતુ દભાડેના મુતાલિક તરીકે દામાજીરાવે એને નકારી કાઢી. આ સમયે તારાબાઈએ દામાજીરાવને
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy