SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૨] ગુજરાતમાં મરાઠી સત્તાનો પ્રારંભ... [૮૫ ખાનની આ શરતોને સ્વીકાર કર્યો.૨• આમ ગુજરાતના સૂબેદાર બનવાની મહેચ્છા રાખતા મોમીનખાને મોટે ભોગ આયે, જેનાથી ગુજરાતમાં ક્ષીણ બનતી જતી મુઘલ સત્તાને પ્રાણઘાતક ફટકો પડ્યો. દિલ્હી તરફથી હુકમે સિવાય લશ્કરી મદદ કે નાણાકીય સહાય ન આવતાં અને ચોમાસું નજીક આવતું જોઈ તેમજ ઘેરો વધુ મજબૂત બન્યો હોવાથી વસ્તુઓની તંગી પ્રવર્તતાં છેવટે રતનસિંહ ભંડારીએ મોમીનખાન સાથે વાટાઘાટ કરી; એ મુજબ એણે એક લાખ રૂપિયા અને પોતાની ફેજ તથા માલસામાન લઈ અમદાવાદ છોડયું (મે ૨૫, ૧૭૩૭). શરત મુજબ મોમીનખાને અને દામાજીરાવ વતી રંગોજીએ પોતે પોતાના અડધા ભાગ જેટલા અમદાવાદ પર કબજો સ્થાપી દીધો. ૨૧ રતનસિંહની વિદાય પછી વિજેતા બનેલ મોમીનખાન હકીકતમાં અને કાયદેસર ગુજરાતને સૂબેદાર બ. ૧૭૩૭ થી ૧૭૫૩ સુધી અમદાવાદમાં મુઘલે અને મરાઠાઓનું દિશાસન ચાલ્યું તેમાં અમદાવાદનું મહેસૂલ જ નહિ, પણ વહીવટીતંત્ર પણ સરખા હિસ્સે બંને વચ્ચે વહેંચાયું હતું. અમદાવાદને દક્ષિણને અડધો ભાગ અને છ દરવાજા (રાયખડ, નદી પરને ખાનજહાંન, જમાલપુર, દક્ષિણ તરફનો બંધ દરવાજો, આસ્ટોડિયા અને રાયપુર) પર અંકુશ રંગેજીને સોંપવામાં આવ્યો હતો. બંને પક્ષો વચ્ચે સંયુક્ત વહીવટના કારણે નાનામોટા ઝઘડા થતા, પરંતુ એનું સમાધાન થઈ જતું અને મોમીનખાન જીવ્યો (ઈ.સ. ૧૭૪૩) ત્યાં સુધી બંને વચ્ચે સુખદ સંબંધ જળવાઈ રહ્યા હતા. ૧૩૮-૩૯ના સમયમાં જ્યારે અમદાવાદ પર દિશાસન સ્થપાઈ ચૂક્યું હતું ત્યારે પેશવા બાજીરાવ પહેલા અને એના ભાઈએએ, ઉત્તર કોંકણ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં આવેલા ફિરંગી પ્રદેશ લઈ લીધા હતા. એમાં સાલસેટ ટાપુ વસઈ અને દમણુની હકૂમતવાળા મોટા ભાગના વિસ્તારને સમાવેશ થતો હતો. ૧૭૪૦ માં વિરમગામમાંથી મરાઠાઓને હાંકી કાઢવાને પ્રયાસ ત્યાંના ભાવસિ હ દેસાઈએ કર્યો, પરંતુ સમાધાન કરવાની ફરજ પડી હતી. એ અનુસાર કચ્છની સાથે જોડાયેલાં ચેડાં ગામડાં ભાવસિંહને આપવામાં આવ્યાં. ૨૨ એના બદલામાં વિરમગામ નગર અને પરગણા પરનો બાકીને ભાગ મરાઠાઓને સેંપવામાં આવ્યો. ૧૭૪૧ માં દામાજીરાવે ભરૂચને કિલ્લે અને નગર જે નિઝામ–ઉલ્–મુકની જાગીર તરીકે હતાં તે, જીતી લેવા ઘેરો ઘાલ્યો. નિઝામે એની સાથે સમાધાન કરવાની તૈયારી બતાવતાં દામાજીરાવને ભરૂચની - મહેસૂલી અને બંદરની જકાતી આવકને ૩/૫ ભાગ તથા જંબુસર દહેજ બારા
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy