SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦] મુઘલ કાલ [પ્ર. સત્તા આપી હતી. ઈ.સ. ૧૫૯૧ માં નાસભાગ કરીને મુઝફફર સૌરાષ્ટ્રમાં આવ્યો ત્યારે જામ સત્રસાલ, દૌલતખાન ઘોરી અને તેમા ખુમાણને મળ્યો. ગુજરાતમાં અકબરને દૂધભાઈ મીરઝા અઝીઝ કાકા સૂબેદાર હતો. તે મેટા રસૈન્ય સાથે મુઝફફર પાછળ ધો આવતો હતો. સૂબેદારનું અને સત્રસાલ વગેરે સાથીદારોનું –એ સૈન્ય ધોળ (જિ. જામનગર) પાસે ભૂચર મોરી નામક સ્થળ પાસે એકબીજાની સામે આવી મળ્યાં ને યુદ્ધ થયું. તેમાં સત્રસાલનો પરાજય થતાં એ નવાનગર તરફ ચાલ્યો ગયો ને લેમો ખુમાણ તટસ્થ રહી ચાલ્યો ગયો. બીજે દિવસે સત્રસાલના કુમાર અજીપ અને જામના પ્રધાનમંત્રી જસાજીએ આવી યુદ્ધ ચાલુ રાખ્યું, પણ એમાં બેઉ માર્યા ગયા. મુઝફ્ફર દૌલત ખાન ઘોરી સાથે જૂનાગઢ ગયા. વળતે દિવસે અઝીઝ કેક નવાનગર ગયો અને ત્યાંથી સત્રસાલને નસાડી નગરને પિતાની સત્તા નીચે લીધું અને એને પોતાની છાવણીનું મુખ્ય મથક બનાવ્યું.' સત્રસાલ બરડાના ડુંગરોમાં આશ્રય કરી રહ્યો, જૂનાગઢ ઉપર મુઘલ લશ્કરની ભીંસ વધતાં મુઝફકર પણ સત્રસાલ પાસે જઈ રહ્યો. સંયોગવશાત કેકાને છાવણી ઉઠાવી અમદાવાદ જવું પડયું, પરંતુ એ એક હાકેમને નવાનગરમાં રાખતે ગયો. સત્રસાલ બરડાના ડુંગરામાં આશ્રય લઈ રહ્યો હત; એની આ કરુણ દશાને અંત એના નાના ભાઈ જસોજીએ દિલ્હી જઈ બાદશાહની કૃપાથી આપ્યો.૭ બીજો મત એવો છે કે અઝીઝ કોકા સાથે પોતાના વકીલ દ્વારા સમાધાન કરી નવાનગરનો સત્રસાલે ફરી કબજો મેળવ્યો, પણ સત્રસાલ હવે મુઘલ સત્તાના ખંડિયા તરીકે રાજ્ય કરી રહ્યો હતો. એનું ઈ.સ. ૧૬૦૮ માં અવસાન થતાં, ભૂચર મોરીના યુદ્ધમાં માર્યા ગયેલાં અજેને કુમાર લાખો તદ્દન બાળક હેઈ સત્રસાલના ભાઈ જસાજીએ રાજકારભાર સંભાળે. જામ જસાજીના સમયને એક બેંધપાત્ર બનાવ એ સિંધના દેવચંદજીએ ઈ.સ. ૧૬૧૯ આસપાસમાં નવાનગરમાં નિજાનંદ કિવા પ્રણામી સંપ્રદાયની સ્થાપના કરી એ છે. • જ છ ઈ.સ. ૧૬૪૨ માં ગૃહકલેશમાં ઝાલી રાણીને હાથે માર્યો ગયો. એ અપુત્ર હોવાથી અને કુમાર લાખ ૧લે નવાનગરની ગાદીએ આવ્યો. 1 લાખો સત્તા ઉપર આવતાં એણે મુઘલ સત્તાની ચૂડમાંથી નીકળવા લશ્કર વધાર્યું અને બહેળા પ્રમાણમાં કેરી પડાવવા માંડી. ઈ.સ. ૧૭ર૭ માં શાહજહાં દિલ્હીની ગાદીએ આવ્યો ત્યારે કાંકરેજના કેળીઓએ બંડ કર્યું. હવે જામે ખંડણી
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy