SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ સુ] સમકાલીન રાજ્યા [e પ્રાગજીમલના ઈ.સ. ૧૭૧૫ માં થયેલા અવસાને કુમાર ગાડ(૧ લે!) સત્તા ઉપર આવ્યા, પણ એ ત્રણ જ વર્ષમાં અવસાન પામતાં ઈ.સ. ૧૭૧૮ માં એના પુત્ર દેસળજી (૧ લા) સત્તા ઉપર આવ્યા. દેસળજી સત્તા ઉપર આવ્યેા ત્યારે કચ્છમાં તે અધું સૂતરુ' ચાલતું હતું, પણ મારખીને ક્રાંયેાજી ખટપટ કરતા હતા, સારી ખંડણી આપવાની લાલચે અમદાવાદથી સરખુલંદખાનને ૫૦ હજારના રસૈન્ય સાથે ભૂજ ઉપર એ લઈ આવ્યો. તાજા ગાદીએ આવેલા દેસળજીથી પહેાંચાય એમ નહેાતું ત્યારે પટરાણી બાઈ રાજબા વાધેલીએ પેાતાની ખાનગી મિલકત કાઢી આપી અને દેવકરણ શેઠ નામના લુહાણાએ સમગ્ર સંચાલનની જવાબદારી ઉઠાવી લીધી. દેવકરણે ભાયાત અને ગરાસિયાઓને એકઠા કરી મેટ્ સૈન્ય જમાવ્યુ. અને સૂમેદારના રૌન્યને એક પછી એક અનેક સ્થળે ખરાબી વહેારવી પડી. કાંયાજી સરખુલ દુખાનને છેડી નાસી ગયા. આ અરસામાં સરમુલ દુખાનને સૂબેદાર-પદેથી દૂર કરાતાં એ ધેરે ઉઠાવી અમદાવાદ તરફ્ ચાઢ્યા ગયા. વિઘ્નામાંથી મુક્ત થતાં દેસળજીએ ભૂજિયે કિલ્લો તેમ અંજાર મુદ્રા અને રાપરના ગઢ પણ તૈયાર કરાવ્યા. ચાંચિયાએ થી રક્ષણ આપવા કચ્છીગઢ તેમ રાયમાએના રક્ષણ માટે જ સિંધમાં રાયમાગઢ પણ બંધાવ્યા. દેસળજીની ઉત્તરાવસ્થામાં કુમાર લખપતજીની તૃષ્ણા જોર પકડવા માંડી. એણે દેવકરણ શેઠનું ખૂન કરાવ્યું અને પિતાને પણ અટકમાં લઈ (ઈ.સ. ૧૭૪૧) ગાદી હરતગત કરી. દસ વર્ષી કેદમાં રહ્યા પછી ઈ.સ. ૧૭૫૨ માં દેસળજીનું અવસાન થતાં કુમાર લખપતજી સસત્તાધીશ બન્યા. લખપતજીના આરંભને સમય આંતરિક કલહેામાં પસાર થયા. લખપતજીના સમયના એ નાંધપાત્ર બનાવ તે રામસિદ્ઘ માલમની વિદ્યાકલાને આપેલા પ્રબળ વેગ અને ભૂજમાં વ્રજભાષાની પાઠશાળાની સ્થાપના કરી તે. લખપતજી પોતે પણ ઉચ્ચ કૅાટિનો કવિ હતા. અને કેટલાક કાવ્ય ગ્રંથ પણ લખેલા. એ ખૂબ એશઆરામી હતા અને એને કારણે રાગના ભાગ બની માત્ર ૪૪ વર્ષની વયે ઈ.સ. ૧૭૬૦ માં મરણ પામ્યા.૪ (૨) નવાનગરના જામ જાડેજા આ પૂર્વે (ગ્રંથ ૫. પૃ. ૧૫૭) આપણે જોયુ છે કે ઈ.સ. ૧૫૬૯ માં વિભાજી જામ પછી એનો પુત્ર સત્રસાલ ગાદીએ આવ્યા હતા, જેને સુલતાન મુઝફ્ફર ૐજાવી સાથે સારા સબધ હતા. એ સુન્નતાને સત્રસાલને કારી પાડવાની
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy