SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૪થું ) મુઘલ હકુમતની પડતી... [૧૦૫ મહારાજા અભયસિંહ (૧૭૩૦-૩૭) નવા સૂબેદાર અભયસિંહે પિતાના રસાલા સાથે ગુજરાત તરફ લશ્કર સહિત કૂચ કરી. સરબુલંદખાને એને મકકમતાથી સામનો કરવા નિરધાર કરી પિતાને પડાવ અડાલજ પાસે કર્યો. બંને પક્ષો વચ્ચે ભારે લડાઈ થતાં સરબુલંદખાન હાર્યો, પરંતુ મિત્રોની દરમ્યાનગીરીથી બંને વચ્ચે સમાધાન થયું. સરબુલંદખાનને દિલ્હી જવાના એના પ્રવાસ ખર્ચ માટે એક લાખ રૂપિયા આપવામાં આવ્યા (ઓકટોબર ૧૭૩૦). અભયસિંહે અમદાવાદ પહોંચતાં અગાઉ દિલ્હી દરબારમાં રાખેલા પિતાના પ્રતિનિધિ (વકીલ) અમરસિંહ ભંડારીને એક લાંબો પત્ર (ઑકટોબર ૧૯) લખ્યો, જેમાં સરબુલંદખાનના પ્રકરણ અને ખાનની હાર સંબંધી તથા પોતાને મુઘલ બાદશાહ તરફથી માનપાન મળે અને વિશિષ્ટ બદલા મળે એ માટે ખાસ તજવીજ કરવા જણાવ્યું હતું. બાદશાહ ઔરંગઝેબના સમયમાં ૧૬૮૬ માં જૂનાગઢમાંથી ફોજદાર સરદાર ખાને વિદાય લીધા બાદ સોરઠ સરકારના ફોજદારોનાં સત્તા અને અધિકાર સમય જતાં ક્ષીણ બનતાં ગયાં. ત્યાંના ફોજદારની હકુમત નવા સોરઠ” પૂરતી તથા દરિયાકાંઠા વિસ્તારમાં આવેલાં અને અન્ય ચોકી–ચાણઓ પૂરતી સીમિત બની હતી. મરાઠાઓએ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરીને ઊભી કરેલી મુશ્કેલી હિંદુ રાજાઓ અને સરદારો માટે લાભદાયી નીવડી. સૌરાષ્ટ્રમાં નવાનગર પિતાનું અગાઉનું સ્વાત ૨ પુનઃ મેળવવા આતુર હતું: છાયાના જેઠવા રાજાઓએ પોરબંદરમાં પોતાની સત્તા દૃઢ કરી હતી, સિહોરના ગોહિલ રાજાએ પોતાના રાજ્યનું વિસ્તરણ કર્યું હતું, ભાવનગર રાજ્ય પણ વિકસતું જતું હતું, (૧૭૨૩ માં ભાવનગર શહેરની સ્થાપના થઈ હતી. ઝાલાવાડની રાજધાની હળવદને બદલે ધ્રાંગધ્રામાં રાખવામાં આવી (૧૭૩૦). આમ મહારાજા અભયસિંહની સૂબેદારી વખતે ગુજરાત-સૌરાષ્ટ્રની રાજકીય સ્થિતિ પ્રવાહી સ્વરૂપમાં હતી. મહારાજા અભયસિંહે સરબુલંદખાનને અમદાવાદમાંથી વિદાય કર્યા બાદ અમદાવાદમાં પ્રવેશ કર્યો (ઓકટોબર ૨૮, ૧૭૩૦). એણે સૂબેદાર તરીકે સાત વર્ષ સુધી વહીવટ ચલાવ્યો જેમાં એ પોતે ૧૩૩ સુધી પ્રત્યક્ષ હાજર રહ્યો અને પછીનાં ચાર વર્ષ દરમ્યાન એણે પોતાના નાયબ રતનસિંહ ભંડારી દ્વારા વહીવટ ચલાવ્યો. દિલ્હીથી અભયસિંહના રસાલામાં મીરઝા મુહમ્મદ–નજમઈસની આવેલ હતું તે પેટલાદને માજી ફોજદાર હતો અને એણે ૧૭૨૯ માં મોમીનખાન નામને ખિતાબ મેળવ્યો હતો. એને હવે ખંભાતના ફોજદાર તરીકે નીમવામાં આવ્યો. એ જ મોમીનખાને ગુજરાતના ખળભળી ઊઠેલા રાજકીય
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy