SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૪થું] મુઘલ હમતની પડતી. બાદશાહ રફીઉદરતનું અવસાન થતાં (મે ૨૮, ૧૭૧૯) સૈયદ ભાઈઓએ એની ઈચ્છા પ્રમાણે એના મોટા ભાઈ શાહજાદા રફીઉદ્દૌલાને બાદશાહ બનાવ્યું. બાદશાહ રફી-ઉદૌલા ઉ શાહજહાં ૨ જાને રાજ્ય-અમલ | (ઈ.સ. ૧૧૭૯). નવા બાદશાહના નામથી બહાર પડાયેલાં ફરમાને બધા પ્રાંતોમાં મોકલી આપવામાં આવ્યાં તેમાંનું એક દીવાન નહરખાનને પણ મળ્યું. એ ફરમાનમાં પ્રજાકલ્યાણ માટેની ઈચ્છા વ્યક્ત કરતું રાબેતા મુજબનું લખાણ હતું. ઉપરાંત મુઘલ બાદશાહે ધારણ કરેલ નવું નામ અને ખિતાબ– શાહજહાં બાદશાહ ગાઝી”—દર્શાવતા સિક્કા બહાર પાડવાનું કહેવામાં આવ્યું હતું. એના સમયમાં નહરખાનને ગુજરાતના દીવાનપદે ચાલુ રહેવાને અને એ ઉપરાંત એને ધોળકા તથા સોરઠની ફોજદારી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ઝવેરી કપૂરચંદ ભણસાળી, જેના સંબંધ પ્રાંતના સૂબેદાર કે એના મદદનીશ સાથે સારા ન હતા, તેની હવેલી જપ્ત કરવા માટે એક હુકમ મેકલવામાં આવ્યો હતો. છેડા માસમાં બાદશાહ રફીઉદ્દૌલાનું અવસાન થતાં સૈયદ ભાઈઓએ બહાદુરશાહના પૌત્ર શાહજાદા રોશનઅખ્તરને “મુહમ્મદશાહ” નામ આપી, બાદશાહ જાહેર કરી ગાદીએ બેસાડવો (સપ્ટેમ્બર ૧૮, ૧૭૧૯). બાદશાહ મુહમ્મદશાહને રાજ્ય-અમલ (ઈ.સ. ૧૭૧૪–૪૮) મુહમ્મદશાહે ૧૭૪૮ માં પોતાનું અવસાન થતાં સુધી શાસન કર્યું. એના મુહમ્મદશાહ બાદશાહ ગાઝી” નામના સિક્કા બહાર પડ્યા હતા. મુહમ્મદશાહના ગાદીએ બેઠા બાદ પણ મહારાજા અજિતસિંહની ગુજરાતના સૂબેદાર તરીકેની જગ્યા ચાલુ રહી. મહેરઅલીખાને એના નાયબ તરીકે કાર્ય કર્યું, પરંતુ અજિતસિંહે નવા નાયબ તરીકે અનુપસિંહ ભંડારીની નિમણૂક કરતાં અનુપસિંહ ભંડારી નહરખાન અને બીજા અધિકારીઓ સાથે અમદાવાદ આવ્યો. અનુપસિંહ ભંડારીએ જુલમી અને શોષણનીતિ અપનાવી અને લોક પર બેટા આરોપ મૂકી એમની પાસેથી નાણાં કઢાવ્યાં. આ વખતે નગરશેઠ કપૂરચંદ ભણસાળી શેષિતોના રક્ષણહાર તરીકે આગળ આવ્યા અને ભંડારીને જામી નીતિ છેડી દેવા સમજાવ્યો, પરંતુ ભંડારીએ પોતાના મહારાજ અજિતસિંહ અને સૈયદ ભાઈઓ વચ્ચેની મિત્રાચારી પર મદાર રાખી પિતાની નીતિ-રીતિ ચાલુ રાખી એ સલાહની અવગણના કરી. કપૂરચંદને પિતાને જાન જોખમમાં લાગતાં પિતાનું ૫૦૦ નું અંગરક્ષક દળ તૈયાર કરાવ્યું અને એના રક્ષણ નીચે –૬–૭
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy